રિપોર્ટ અનુસાર અમેરિકાના ન્યૂયોર્કમાં 20 ડૉલરનો એક સિક્કો હતો જેની બોલી લગાવવામાં આવી અને તે બોલી એટલી મોટી બોલાઇ ગઇ કે લોકો આભા બની ગયા હતા. આ સોનાના સિક્કાની 138 કરોડ રૂપિયામાં બોલી લગાવી હતી. તે સિવાય એક દુર્લભ ટિકીટ 60 કરોડમાં નિલામ થઇ હતી.
શું હતી ખાસિયત
રિપોર્ટ અનુસાર આ સોનાનો સિક્કો 1933માં બનાવવામાં આવ્યો હતો જેની બંને તરફ ઇગલની આકૃતિ હતી. એક તરફ ઉડતો ઇગલ અને બીજી તરફ લિબર્ટીની આકૃતિ છે. આ સિક્કો શૂ ડિઝાઇનર અને કલેક્ટર સ્ટુઅર્ટ વીટ્સમેન દ્વારા વેચવામાં આવ્યો હતો. જો કે આ સિક્કો કોણે અને કેમ ખરીદ્યો તેને લઇને કોઇ ખુલાસો થયો નથી.
આ સિક્કાને લઇને સંભાવના હતી કે 73 કરોડથી લઇને 100 કરોડ રૂપિયા સુધીમાં વેચાશે પરંતુ જ્યારે બોલી શરૂ થઇ ત્યારે આ સિક્કો 138 કરોડમાં વેચાયો અને તેને જોઇને લોકોની આંખો ફાટી ગઇ હતી.
આ નોટ બનાવશે તમને માલામાલ
જૂની 500ની નોટ જ્યારે બંધ થઇ ગઇ ત્યારે લોકો અચંબિત થઇ ગયા હતા. જે લોકો પાસે જૂની નોટો રહી ગઇ હતી તે લોકો માટે ખુશખબર છે. જો તમારી પાસે પણ 500ની આ નોટ છે તો તમે માલામાલ થઇ જશો.
તમારા પર્સમાં પણ 500ની આ જૂની સ્પેશ્યલ નોટ છે તો તમે લકી છો. RBIએ આ પેટર્નની નોટ ઘણી ઓછી છાપી છે, તેથી જ તે સ્પેશ્યલ છે અને તેના તમને 10000 રૂપિયા મળી શકે છે. આજે તે નોટ વિશે તમને કહેવા જઇ રહ્યાં છીએ જે ભૂલથી છપાઇ ગઇ છે અને તેના માટે લોકો હજારો રૂપિયા ખર્ચીને પણ લેવા તૈયાર છે.
ભૂલથી છપાઇ ગઇ છે આ નોટ
નોટબંધી વખતે નકામી થઇ ગયેલી 500 રૂપિયાની નોટથી તમે અત્યારે 2021માં પૈસા કમાઇ શકો છો. ઓનલાઇન આ નોટની કિંમત 5 હજાર રૂપિયાથી 10 હજારની વચ્ચે છે. RBIથી ભૂલથી આ નોટ પર બે વાર સિરીયલ નંબર પ્રિન્ટ થઇ ગયા હતા અને હવે આ નોટથી તમે પૈસા કમાઇ શકો છો.