પલંગ પર સૂવડાવીને સાડી હટાવાઈ….એક્ટ્રેસના ખુલાસાથી બોલીવૂડમાં મચ્યો હડકંપ

મનોરંજન

બિગ બોસ OTT ફેમ અભિનેત્રી Urfi Javed પોતાના આઉટફિટને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. બોલ્ડ આઉટફિટ્સમાં એકદમ કમ્ફર્ટેબલ રહેનાર ઉર્ફી જાવેદ (Urfi Javed)એ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે કેવી રીતે એક વખત ફિલ્મ નિર્માતાએ એક સીન દરમિયાન તેની સાડી ઘણી ઉંચી કરી નાંખી હતી, જેથી તેના આંતરિક કપડા કેમેરામાં કેદ થઈ ગયા હતા.

સહયોગી વેબસાઈટ ઇન્ડિયા.કોમે તેના એક અહેવાલમાં TOIના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું. રિપોર્ટ અનુસાર ઉર્ફી જાવેદે (Urfi Javed)એ કહ્યું કે, ‘એક એવો સીન હતો, જેમાં મારા સાળાની ભૂમિકા ભજવનાર અભિનેતાને મારી તરફ જોવું પડ્યું હતું. પરંતુ નિર્માતાએ આ દૃશ્યને જોઈને છેલ્લી વખતે સીન ફેરવી તોળ્યો હતો. તે યુવક મારફતે મારી સાડી એટલી ઉંચી કરી કે જેથી મારું અન્ડરવેર દેખાઈ ગયું હતું.

પ્રોડ્યુસરે કર્યું આવું કામ

એક ઇન્ટરવ્યૂમાં ઉર્ફીએ કહ્યું કે, એક સિન હતો જેમાં મારા બનેવીનું પાત્ર ભજવનાર એક્ટરે મારી તરફ જોવાનું હતુ પરંતુ પ્રોડ્યુસરે તે સીન અડાઅડીનો સિન બનાવી દીધો. તેણે મારી સાડી ઉપર સુધી ઉઠાવવાનું કહ્યું જેથી મારી અન્ડરવેર દેખાય.

લેસ્બિયન સીન પણ શૂટ કરાવ્યો હતો

પછી મને અહેસાસ થયો કે તેઓ મારી સાથે રમી રહ્યા છે. પરંતુ પછી મેં તે સીન કરવાનું ચાલું રાખ્યું હતું. ઉર્ફીએ કહ્યું કે તે નિર્માતા સમક્ષ રડી અને આજીજી કરી પરંતુ તેણે તેમને ધમકી આપી કે જો તે તેમની ઇચ્છા મુજબ સીન નહીં કરે તો તેઓ જેલમાં ધકેલી દેશે. ઉર્ફી જાવેદે (Urfi Javed) કહ્યું કે, નિર્માતાએ મારી પાસે લેસ્બિયન સીન પણ શૂટ કરાવ્યા હતા.

ઉર્ફી રડતી રહી અને કેમેરો ચાલતો રહ્યો

ઉર્ફી જાવેદે જણાવ્યું હતું કે તે પલંગ પર સૂતી વખતે રડી રહી હતી, કારણે મારે આ સીન શૂટ કરાવવો નહોતો. મેં તેમની પાસે માફી માંગી પરંતુ નિર્માતા મને ડરાવતા રહ્યા અને સીન શૂટ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ રીતે ધીરે ધીરે સંપૂર્ણ સીન મારી પાસે શૂટ કરાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ (Urfi Javed) અવારનવાર પોતાના વિવાદાસ્પદ કપડાના કારણે અહેવાલોમાં ચમકતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *