જો તમે છો તારક મહેતાના જબરા ફેન, તો આ ફોટા પરથી ઓળખો તમારો પ્રિય પાત્રને

મનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તે ગણતરીના ટીવી શોમાંતી એક છે જે છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. છેલ્લા 13 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહેલા આ શોના પાત્ર ઘર-ઘરમાં જાણીતા છે. આ પાત્રોને નિભાવતા તમામ કલાકારો આ વચ્ચે બદલાતા રહ્યા છે પરંતુ કેટલાક એક્ટર એવા છે જેઓ શરૂઆતથી આ શોનો ભાગ રહ્યા છે.

જબરા ચાહક છો તો ઓળખો

આવા અભિનેતાઓમાંનો એક અભિનેતા તન્મય વેકરિયા છે જે શોમાં બાઘાની ભૂમિકા ભજવે છે. શ્રોતાઓને બાઘાની ધ્રુજાતા બોલવાનો અંદાજ ખૂબ જ પસંદ છે અને તેમણે આ અભિનયથી આ પાત્રને ખૂબ પ્રખ્યાત બનાવ્યું છે. સમય જતાં બાઘામાં ઘણો બદલાવ આવ્યો છે, પરંતુ આજે અમે તમને તેની આવી તસવીર બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમે માથું ખંજવાળવા લાગશો.

કલાકારોને ઓળખવા મુશ્કેલ

વાસ્તવમાં આ ફોટામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ઘણા કલાકારો જોવા મળી રહ્યા છે અને આશ્ચર્યજનક બાબત એ છે કે આ થ્રોબેક ફોટામાં જેઠાલાલ સિવાયના કોઈપણ પાત્રોને ઓળખવા મુશ્કેલ છે. પરંતુ અમે તમને જણાવી દઇએ કે, આ ફોટોમાં જેઠાલાલ ઉપરાંત બાઘા અને બાપુજી પણ જોવા મળી રહ્યા છે. પરંતુ શું તમે તેમને ઓળખી શકશો.

 

View this post on Instagram

 

A post shared by Tanmay vekaria (@tanmayvekaria)

ટ્રિપ પર ક્યાં ગયો હતો બાઘા?

તમને જણાવી દઇએ કે, આ ફોટાને બાઘા નો રોલ કરનાર તન્મય એ શેર કર્યો છે.આ ફોટો શેર કરતા બાઘાએ લખ્યું- કેટલીક યાદો હમેશા અમારી સાથે જ રહે છે. એક ગુજરાતી પ્લેના શાનદાર ટૂર પર અમે લોકો. તમને જણાવી દઇએ કે આ તસવીર 2007 માં લેવામાં આવી હતી જ્યારે તેમના ગુજરાતી નાટક ‘દયા ભાઈ દોધ દયા’ માટે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *