બાથરૂમમાં સ્નાન કરતી પત્નીએ જોયો ગુપ્ત કેમેરો, પતિની હરકતો જોઈને મહિલા એ ભર્યું એવું પગલું કે..

અન્ય

દુનિયામાં પતિ પત્નીઓ વચ્ચે વિવાદના અજીબોગરીબ કિસ્સાઓ સામે આવ્યા છે. સંબંધો તૂટે પણ છે અને જોડાય પણ છે. નાની-નાની ભૂલો મજબૂત બંધનને ક્ષણવારમાં તોડી નાંખે છે. આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા ઉપર એક મહિલાએ શેર કર્યો છે. સંબંધો તૂટવાની અણીએ આવીને ઊભેલી મહિલાએ સોશિયલ મીડિયા ઉપર પોતાની આપવીતી શેર કરી હતી. મહિલાએ જણાવ્યું હતું કે પતિએ તેમની સાથે બેશરમીની તમામ હદો પાર કરી દીધી હતી.

મહિલાએ પોતાની ઓળખ સંતડતા સોશિયલ મીડિયા સાઈટ મમ્સનેટ ઉપર પોતાની આપવીતી વ્યક્ત કરી હતી. મહિલાએ જણાવ્યું હતું કે, તેને બે વર્ષ અને પાંચ વર્ષના બે બાળો છે. તે પોતાના પતિ સાથે રહે છે. કોરોના મહામારીના કારણે પતિ પણ ઘરે જ રહે છે. તે એક ગૃહિણી છે અને બાળકોને સંભાળે છે.

મહિલાએ જણાવ્યું હતું કે તે એક દિવસ બાળકોને પતિ પાસે રાખીને બીજા માળે બનેલા બાથરૂમમાં ન્હાવા માટે ગઈ હતી. તે પોતાના શરીર ઉપર ક્રીમ લગાવી રહી હતી ત્યારે તેની નજર વાદળી રંગની લાઈટ ઉપર પડી હતી. આ લાઈટ જોઈને તે ડરી ગઈ હતી. પરંતુ પાસે જઈને જોયું તો તેના હોશ ઉડી ગયા હતા.

વેબસાઈટ ધ સનના રિપોર્ટ મુજબ મહિલાએ જણાવ્યું હતું કે બાથરૂમના એક ખુણામાં બ્લિંક કેમેરો જોયો હતો. તે જોઈને મહિલા શરમથી પાણી પાણી થઈ હતી. કારણ કે તેને ખબર પડી ગઈ હતી કે કેમેરામાં બાથરૂમમાં વિતાવેલી દરેક ક્ષણ કેદ થઈ હતી. પતિની આ હરકતના કારણે તેના પગ જાણે ચોંટી ગયા હતા.

તેણે જણાવ્યું કે પતિએ આ કેમેરા પાળતુ કાચબા ઉપર નજર રાખવા માટે ખરીદ્યા હતા. એટલા માટે મહિલાને વિશ્વાસ થયો કે આ હલકી હરકત તેના પતિએ જ કરી હતી. મહિલા તરત નીચે ગઈ અને પછી પતિને પૂછ્યું હતું કે તે કેમેરાથી તેની જાસૂસી કરી રહ્યો હતો.

પતિએ તેને જણાવ્યું હતું તે તેની જાસૂસી ન્હોતો કરતો પરંતુ કેમેરા કામ કરે છે એ તપાસતો હતો. જોકે, આ દરમિયાન મહિલા દ્વારા તેના ફોટો હટાવવા માટે જે જે કહ્યું તેમ તેમ પતિ કરતો ગયો હતો. પતિની આ હરકત માટે મહિલાના માતા-પિતાએ તેને ફટકાર લગાવી હતી.

મહિલાએ પોતાની સ્ટોરી શેર કરતા લખ્યું હતું કે પતિની આ હરકતના કારણે તે ખુબ જ શરમ અનુભવી રહી છે. તેને સમજ નથી આવતું કે હવે તે શું કરે. જોકે તેણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને પોતાના પતિ ઉપર ગુસ્સો ઠાલવ્યો હતો.

નોંધ  –  દરેક ફોટો પ્રતીકાત્મક છે  –  (ફોટો સોર્સ  :  ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *