છોકરી કરાવ્યા બાદ પેશાબ કરવા કેમ જાય છે

અન્ય

ચોક્કસ ઉંમર વટાવ્યા બાદ શરીર અને માનસિક સ્વાસ્થ્ય માટે શારીરિક સંબંધ બાંધવો જરૂરી છે, પરંતુ આમ કરતી વખતે જો તમે સ્વચ્છતાનું ધ્યાન ન રાખો તો સમસ્યા બની શકે છે. સેક્સ કરતી વખતે થોડી સાવચેતી રાખવી વધુ સારું છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલાઓ માટે યુરિન પાસ કરવું ખૂબ જ જરૂરી છે, ચાલો જાણીએ તેની પાછળનું ખાસ કારણ શું છે.

શા માટે શારીરિક સંબંધ બાદ પેશાબ કરવો કેમ જરૂરી? : શારીરિક સંબંધ બાદ સ્ત્રીઓ માટે પેશાબ કરવો મહત્વપૂર્ણ છે. કારણ કે, તેમની મૂત્રમાર્ગ ટૂંકી હોય છે અને અહીં બેક્ટેરિયા ફેલાવાની સંભાવના વધારે હોય છે. પુરૂષોનીવાત કરીએ તો સેક્સ કરતી વખતે તેમના પેશાબમાં રહેલા બેક્ટેરિયા મહિલાઓના પ્રાઈવેટ પાર્ટમાં સરળતાથી પ્રવેશી જાય છે.

સ્ત્રીઓ માટે ચેપનું જોખમ : શારીરિક સંબંધ બાદ ઘણીવાર મહિલાઓને ચેપ લાગવાનું જોખમ રહે છે. કારણ કે, આ દરમિયાન પેશાબની નળીમાં બેક્ટેરિયા ફેલાય છે. 30 મિનિટની અંદર પેશાબકરવાથી અને પછી તેને સાફ કરવાથી આ જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે.

પુરુષો માટે પેશાબ કરવો કેટલું મહત્વનું છે? : શારીરિક સંબંધ બાંધ્યા બાદ પુરૂષો માટે પેશાબ કરવો એટલું જરૂરી નથી. કારણ કે, તેમની મૂત્રમાર્ગ સ્ત્રીઓ કરતા વધુ લાંબી હોય છે, જેના કારણે સેક્સ દરમિયાનઈન્ફેક્શનનો કોઈ ખાસ ખતરો રહેતો નથી. આવી સ્થિતિમાં, પેશાબ કરવો કે નહીં, તે તમારી પસંદગીની વાત છે.

ગર્ભાવસ્થા ટાળવા માટે કેટલું ફાયદાકારક? : શારીરિક સંબંધ બાધ્યા બાદ પેશાબ કરીને ગર્ભાવસ્થા ટાળવાની વાત સાવ ખોટી છે. જો મહિલાઓ ગર્ભધારણ ટાળવા માંગતી હોય તો સુરક્ષિત સેક્સનો માર્ગ પસંદકરો. ગર્ભાવસ્થા માટે મહત્વની બાબત એ છે કે, શુક્રાણુ વલ્વામાંથી ફેલોપિયન ટ્યુબ સુધી પહોંચે છે, કારણ કે સ્ત્રીઓની પેશાબની નળી અલગ હોય છે, તેથી તેનેગર્ભાવસ્થા સાથે કોઈ લેવાદેવા નથી.

પેશાબ કરતી વખતે બળતરા કેમ થાય છે? : શારીરિક સંબંધ બાધ્યા બાદ જો મહિલાઓને પેશાબ કરતી વખતે બળતરાની લાગણી થાય તો આ યુરિન ઈન્ફેક્શનને ધ્યાનમાં ન લેવું, આ સમસ્યા 2 થી 3 દિવસમાંજાતે જ ઠીક થઈ જાય છે, પરંતુ જો બળતરા લાંબા સમય સુધી અનુભવાતી હોય તો નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *