દરેક ખાસિયત જુદી હોય છે પણ વાત જ્યારે યંગસ્ટર્સની અને ખાસ તો બોયઝની આવે ત્યારે એ સ્વભાવિક રીતે બહુ જ સહજ અને સરળ થઈ જાય છે પણ છોકરીઓની વાત જરા જુદી છે. એ છોકરાઓને જુએ ત્યારે એનું ધ્યાન એક રીધમ સાથે આગળ વધે છે અને એક પછી એક વાતને નોંધે છે. ઘરમાંથી બનીઠનીને બહાર નીકળતાં છોકરાઓને પજવતો સૌથી મોટો પ્રશ્ન એ રહેતો હોય છે કે એની કઈ વાતથી ગર્લફ્રેન્ડ ઈમ્પ્રેસ થાય, પણ એની પાસે આનો કોઈ જવાબ નથી હોતો એટલે એ કયાંં તો પફર્યુમનો શરીર પર ઢગલો કરી દે છે અને ક્યાં તો ભાઈબંધ પાસેથી મોંઘીદાટ ગાડી કે બાઈક માંગીને પોતાનો રોફ પાથરવાની કોશિશ કરે છે પણ સબૂર, એવું કરવાની કોઈ જરૂર નથી. કારણ કે છોકરીઓ આવી કોઈ વાત પર ધ્યાન નથી આપતી.
એક છોકરાને જોતી વખતે છોકરીનું સૌથી પહેલું ધ્યાન તેની હેરસ્ટાઈલ પર જાય છે. ક્યાં તો એ તમારી એ હેરસ્ટાઈલથી તમારા તરફ ઈમ્પ્રેશ થાય છે અને કયાંં તો એ તમારી હેરસ્ટાઈલથી તમારી સાથે વાત કરવાનું મનોમન ટાળી દેશે. તમને જાણીને નવાઈ લાગશે પણ હકીક્ત એ છે કે સોમાંથી ૯૪ છોકરીઓને ટકલું છોકરાઓ નથી ગમતાં હોતાં અને એ જાણીને પણ નવાઈ લાગશે કે વિયર્ડ એટલે કે વાહિયાત અને ફાલતું હેરસ્ટાઈલ કરાવનારા છોકરાઓ પણ તેની નજરમાંથી ઉતરી જાય છે.
છોકરીઓ હેરસ્ટાઈલ પરથી જ છોકરાઓનું કેરેક્ટરનું એનાલિસિસ કરી લે છે તો હવે નેક્સ્ટ ટાઈમ, જ્યારે પણ તૈયાર થઈને બહાર નીકળો ત્યારે પર્ફ્યુમ કે પછી બ્રેન્ડેડ ક્લોથને બદલે હેરસ્ટાઈલ પર વધારે ધ્યાન આપજો. બીજા નંબરે છોકરીઓ જો કોઈ વાત નોંધતી હોય તો એ છે તમારી હાજરીથી ઉદભવતા તરંગો. ઘણી વ્યક્તિને મળતી વખતે જ મનમાં નકારાત્મક્તા પ્રવેશી જતી હોય છે તો કેટલીક વ્યક્તિ હકારાત્મક્તાથી ભારોભાર છલકાતી હોય છે અને એને મળવું પણ ગમતું હોય છે. છોકરીઓ કોઈપણ છોકરાને મળતાં પહેલાં કે એ આવે ત્યારે પોતાના આ ભાવને સૌથી પહેલાં જોતી હોય છે અને નકારાત્મક લાગણીઓ આપી રહેલાં છોકરાઓને બીજી વખત મળવાનું સ્પષ્ટપણે ટાળે છે.
વાઈબ્રેશન કેવા આવે છે એ જોવાનું કામ છોકરી બીજા નંબરે કરે છે તો ત્રીજા નંબરે છોકરીઓ છોકરાઓની કલર-ચોઈસ પર નજર મૂકે છે. કોલસાના બ્રાન્ડ એમ્બેસેડર જેવો કલર હોય અને એ પછી ડાર્ક પર્પલ શર્ટ પહેર્યું હોય તો એ છોકરો પહેલી જ નજરમાં છોકરીઓની આંખમાંથી ઉતરી જાય છે. તમારી કલરની પસંદગી કેવી છે આ બાબતમાં પણ છોકરીઓ ખૂબ જ જાગૃત હોય છે. ત્રીજા નંબરે તમે પહેરેલાં કપડાંનો કલર આવે છે તો ચોથા નંબરે છોકરીઓ આપોઆપ તમારા કપડાંનું ફીટિંગ ચેક કરી લે છે. આવી તેની ઈચ્છા ન હોય તો પણ એ તેમનાથી થઈ જતું હોય છે. લફડફફડ પહેરેલાં કપડાં કે પછી કપડાંમાંથી બહાર આવતું જોબન છોકરીઓને જરા પણ પસંદ નથી અને એટલે જ એનાથી આ ઓબ્ઝર્વ થઈ જાય છે.
છોકરીઓ સાથે ફ્રેન્ડશિપ કરવા માંગતા કે પછી પોતાની ગર્લફ્રેન્ડને સદાય ઈમ્પ્રેશ રાખવા માંગતા એકેક છોકરા અને મેટર ઓફ ફેક્ટ, પુરુષોએ પણ આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે.
પાંચમા નંબરે છોકરાઓની હાથોની હરક્ત કેવી હોય છે એના પર છોકરીઓનું ધ્યાન રહે છે. વારંવાર હાથથી નાક સાફ કરતાં કે દાઢીમાં હાથ ફેરવ્યા કરતાં કે પછી વાળને સરખા કર્યા કરતાં પુરુષોનાં હાથની આ હરક્તની નોંધ તમામ છોકરીઓ લઈ લેતી હોય છે. ચહેરો કે પછી આંખ મીલાવવાથી દૂર રહેતાં છોકરાંઓ છોકરીઓને ગમતાં હોય છે અને એ સાબિત પણ થઈ ચૂક્યું છે. પોતાને ઘૂરકી-ઘૂરકીને જોઈ રહેલાં છોકરાઓ છોકરીઓને નથી ગમતાં એ ભુલાઈ નહીં.
હાથની હરક્તની સાથોસાથ છોકરીઓ તમારી બોડી લેન્ગવેજ પર પણ ધ્યાન આપતી હોય છે. નખાઈ ગયેલા કે પછી પીઠથી ઝૂકી ગયેલા અને કોઈપણ જગ્યાએ ઢોળાઈ જતાં છોકરા-પુરુષો જગતની એક પણ છોકરીઓને ગમતાં નથી. તે ઈચ્છે છે કે છોકરાંઓની બોડીલેન્ગવેજમાં એનર્જી હોય અને એ એનર્જી સાથે જ વાતચીત કરી રહ્યો હોય. યેસ, વાતો કરવામાં કેવી એનર્જી છે અને કેવી ચપળતા છે એ પણ છોકરીઓના ધ્યાનમાં હોય છે. છોકરીઓને સેન્સ ઓફ હ્યુમર હંમેશાં ગમી છે પણ સાથો સાથ એ પણ ભૂલવું નહીં કે કેર એટલે કે સંભાળ પણ છોકરાઓ માટે ખૂબ જ મહત્ત્વની છે.
દરવાજો ખોલી આપવાથી માંડીને ટેબલ પર પાણી જેવી આઈટમ આવે ત્યારે પહેલાં એને ઓફર કરવી, નીકળવા માટે કે પસાર થઈ જવા માટે પહેલાં તેને જગ્યા કરવી આપવા જેવી સાવ જ નાની પણ અત્યંત મહત્ત્વની કહેવાય એવી સ્ત્રી-દાક્ષિણ્યની આ હરક્તો ઈન્ડિયન ગર્લ્સ સૌથી વધારે પસંદ કરે છે અને એના મનોમન તે માર્કસ પણ આપે છે એ ભુલાઈ નહીં. આ પોઈન્ટસ અહીંયા પૂરા થાય છે પણ પૂરાં થઈ રહેલાં આ પોઈન્ટસમાં તમે એક વાત નોંધી હશે.
એક પણ છોકરી છોકરાના મેકઅપ કે એના લુક પર ધ્યાન નથી આપતી અને આ સો આના સાચી અને નગ્ન હકીક્ત છે. અરિસા સામે કલાકો સુધી બેસી રહીને મેકઅપ કરી રહેલાં છોકરાઓ છોકરીઓને સહેજ પણ પસંદ નથી અને આ સચ્ચાઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે જગતની માત્ર ૩ જ છોકરીઓને બ્યુટીફૂલ છોકરાઓ ગમે છે, બાકીની ૯૭ ટકા છોકરીઓને આજે પણ રણવીર કપૂર અને વરુણ ધવનના જમાનામાં પણ રફ-ટફ અને હેન્ડસમ છોકરાઓ જ ગમે છે અને એ જ એમની પહેલી પસંદ છે.