રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી શહેરની એક નામાંકિત હોટલ નો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. હાલ શહેરભરમાં આ વાયરલ થયેલ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સમગ્ર મામલે પોલીસ પ્રશાસન તરફથી પણ ખાનગી રાહે તપાસ કરવામાં આવી હોવાના સમાચાર પણ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી નામાંકિત હોટલમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓથી માંડી બોલિવૂડ તેમજ કલા જગત સાથે જોડાયેલા અનેક નામાંકિત કલાકારો ઉતરતા હોય છે.
સાથે જ આ હોટલમાં કેન્દ્રીય કક્ષાના નેતાઓ પ્રેસ કોન્ફરન્સ પણ યોજતા હોય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયરલ થયેલો વીડિયો ખૂબ જ પ્રસિદ્ધ ધારાવાહિકની એક અભિનેત્રીનો છે. હાલ આખા રાજકોટમાં આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ નામાંકિત અને શહેરના મધ્યમાં આવેલી હોટલમાં જે પ્રમાણે ડાન્સનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેના કારણે આ હોટેલ ફરી એક વખત ચર્ચાના એરણે ચડી છે.
અગાઉ હોટલ ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહી તેમજ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની કાર્યવાહી અંતર્ગત વિવાદોમાં સપડાઈ હતી. ફરી એક વખત આ નામાંકિત હોટલ ચર્ચાના એરણે ચડી છે. વાયરલ થયેલો વીડિયો હોટલની સામેની બાજુથી શૂટ કરવામાં આવ્યો છે. જેમાં હોટલની અંદર કોઈ યુવતી ડાન્સ કરી રહી હોવાનું નજરે પડે છે.
રાજકોટની વૈભવી હોટલમાં અશ્લીલ ડાન્સ? વીડિયો થયો વાયરલ pic.twitter.com/Bq5F39PZQ0
— News18Gujarati (@News18Guj) September 30, 2021
સૂત્રોના જણાવ્યા પ્રમાણે નામાંકિત ટીવી ચેનલમાં પ્રસારિત થતા દૈનિક ધારાવાહિકની એક ટીવી અભિનેત્રી આ હોટલમાં તાજેતરમાં રોકાઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નામાંકિત અભિનેત્રી દ્વારા જ આ પ્રકારનો કપડાં પહેર્યા વગર નો ડાન્સ કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો વાયરલ થઈ ગયો છે.