ગુજરાતનો એક ખતરનાક સુલ્તાન, જેની સાથે સંબંધ બનાવ્યા બાદ દરેક મહિલાનું મોત થતુ હતું…

અન્ય

ભારતના ઈતિહાસમાં અનેક રાજા-મહારાજા અને બાદશાહ થઈ ગયા છે, જેમની વાતો આજે પણ લોકજીભે ચઢેલી છે. તેમાં કોઈ પોતાની વીરતાના કિસ્સા, તો કોઈ પોતાના ખૌફનાક શાસન માટે ફેમસ થયા છે. તો કેટલાક પોતાના સાંપ્રદાયિક વિચાર અને હરામીપણા જેવી હકીકતને કારણે પણ ઈતિહાસમાં સ્થાન મેળવવા સફળ રહ્યાં છે. આજે આપણે ગુજરાતના એ શહેનશાહ વિશે જાણીએ, જે પોતાના શાસન કરતા ભુખ્ખડ ભોજન અને રોજ ઝેર ખાવા માટે વધુ ચર્ચામાં રહેતો હતો.

ગુજરાત પર 52 વર્ષ રાજ કર્યું

મહમૂદ શાહ, જેને ઈતિહાસમાં લોકો મહમૂદ બગડા ના નામથી ઓળખે છે. તે 13 વર્ષની ઉંમરમાં જ ગુજરાતના સલ્તનતની ગાદી પર બેસાડ્યા હતા અને 52 વર્ષ (1459-1511 ઈ.) સુધી સફળતાપૂર્વક રાજ્ય કર્યું. ગિરનાર અને ચાંપાનેરના કિલ્લાને જીતવાને કારણે તેને ‘બેગડા’ની ઉપાધિ મળી હતી. જોકે, આ રાજા પોતાના શાસન માટે નહિ, પણ પોતાની ખાણીપીણી અને લાંબી લાંબી દાઢી-મૂંછ માટે વધુ પ્રખ્યાત હતા. કહેવાય છે કે, તેમની મૂંછ એટલી લાંબી હતી કે, તેને માથાની પાછળ બાંધીને રાખવી પડતી હતી.

એક દિવસમાં 35 કિલો ભોજન ઝાપટી જતા

મહમૂદ બેગડાનો ખોરાક જબરદસ્ત હતો. તેઓ એક દિવસમાં લગભગ 35 કિલોનું ભોજન ઝાપટી જતા હતા. કહેવાય છે કે, આટલુ ખાધા બાદ પણ સુલતાનને રાત્રે ભૂખ લાગતી તહી. તેથી તેની પથારીની બંને બાજુ માંસથી ભરેલા સમોસા રાખવામાં આવતા હતા. જેથી જો તેની આંખ ખૂલી જાય તો તેઓ ખાવાનું ખાઈ શકે.

ઈટાલિયન મુસાફર એ પોતાના પત્રમાં સુલતાનના ભારે ભરખમ ડાયટનો ઉલ્લેખ કર્યો છે. તેણે બેગડાના નાસ્તા વિશે લખ્યુ છે કે, રાજા રોજ સવારે એક ગ્લાસ મધ અને 150 થી વધુ કેળા ખાઈ જતા હતા. બપોરે ભરપેટ જમ્યા બાદ તેને મીઠુ ખાવાની આદત હતી. આવામાં તે રોજ સાડા ચાર કિલોથી વધુ મીઠાઈ ખાઈ જતો હતો.

મહમૂદ બગડાની ડાયટમાં ઝેર રહેતું

મહમૂદ બગડા વિશે ઈતિહાસમાં નોંધાયેલી સૌથી રસપ્રદ વાત એ છે કે, તેના રોજના ડાયટમાં ઝેર પણ સામેલ હતું. આ વાતનો ઉલ્લેખ તે સમયગાળામાં ગુજરાતના પ્રવાસે આવેલ પોર્ટુગલ મુસાફર એ પોતાના પુસ્તકમાં કર્યો છે. તેણે લખ્યુ છે કે, સુલતાન રોજ ખાવામાં સાથે થોડી માત્રામાં ઝેર પણ લેતા હતા. કહેવાય છે કે, બાળપણમાં કેટલાક લોકોએ સુલતાનને મારવાનું ષડયંત્ર રચીને તેને ઝેર આપ્યુ હતું. જોકે ત્યારે તે બચી ગયો હતો. પરંતુ ત્યારથી જ તેણે રોજ થોડી થોડી માત્રામાં ઝેર લેવાનુ શરૂ કર્યુ હતું. જેથી તેનુ શરીર ઝેરનું આદિ થઈ જાય. કહેવાય છે કે, જો માખી પણ તેના હાથ પર બેસતી તો ફુલીને મરી જતી હતી. જો તે કોઈ મહિલા સાથે સંબંધ બનાવતો, તો તે પણ મોતને ભેટતી હતી.

સૌથી શક્તિશાળી સામ્રાજ્યનો રાજા

સુલતાન મહમૂદ બગડા ગુજરાત સલ્તનતના સૌથી શક્તિશાળી શાસકોમાંથી એક ગણાય છે. તેણે બહુ ઓછા ગાળામાં જૂનાગઢ અને પાવાગઢ જેવા વિસ્તારો પર કબજો કરીને પોતાની સીમાનો વિસ્તાર કર્યો હતો. કહેવાય છે કે, બીજા રાજાઓને હરાવ્યા બાદ તે તેમને જબરદસ્તી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવતો હતો અને તેમના ના પાડવા પર તેમને મોતની સજા આપતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *