કોરોના વેક્સીનને કારણે ચાર મહિનાથી ગુમ થયેલો પુત્ર મળી આવ્યો, પરિવારમાં ખુશીનો માહોલ..

ખબરે

દેશમાં કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ રસી લેવા માટે તમારે આધાર કાર્ડ આપવું પડે છે. દેશમાં અત્યાર સુધી રસીના 100 કરોડથી વધુ ડોઝ આપી દેવામાં આવ્યા છે. પરંતુ આ રસીકરણ અભિયાનને કારણે સુરતના એક પરિવારને મોટી ખુશી મળી છે. આશરે ત્રણ-ચાર મહિનાથી ગુમ થયેલો પુત્ર કોરોના વેક્સીનને કારણે મળી આવ્યો છે. આ વાત સાંભળતા કદાચ નવાઈ લાગશે, પરંતુ આ સાચી હકકિત છે. ગુમ થયેલા પુત્રને વેકસીનમાં ઉપયોગમાં લેવાયેલા આધારકાર્ડના આધારે શોધી કાઢવામાં આવ્યો છે

વેક્સીનને કારણે મળ્યો પુત્ર

સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા વસંતભાઇ પટેલનો દીકરો નાસિકમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. પરંતુ 3 વર્ષ 4 મહિના પહેલા તે અચાનક જ સુરતથી ગુમ થઈ ગયો હતો. ઘણા સમયથી શોધખોળ કરી રહેલા પરિવારજનો ચિંતાતુર હતા. વસંતભાઇના દીકરાનુ નામ લકેશ હતું. તેમના પુત્ર લકેશનું કોઈપણ પ્રકારે જાણકારી મળતી ન હતી. પરંતુ વચ્ચે કોરોના કાળ હોવાના કારણે પણ પરિવારને પુત્રની શોધખોળ કરવામાં મુશ્કેલી થઈ રહી હતી. ત્યારે વસંતભાઈની મુલાકાત સુશીલ કુંભારે સાથે થઈ હતી.

સુશીલ કુંભાર ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલના અંગત ફોટોગ્રાફર છે. એક પિતાની મદદ કરવા માટે તેઓએ ગાંધીનગર આઈબીના DCI ભગવત સિંહ વનારને આ અંગે માર્ગદર્શન મેળવવા માટે જાણકારી આપી હતી. ત્યારે DCI ભગવતસિંહ વનાર સુશીલે જણાવ્યું હતું કે, હાલ કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે. શક્ય છે કે ગુમ થયેલ લકેશ વેક્સિન લેવાનું હોય જેથી તેના આધાર નંબર પરથી તેની ઓળખ થઇ શકશે અને તે કયા શહેરમાં છે તે જાણી શકાય.

આ રીતે મળી સફળતા

આ માર્ગદર્શન બાદ સુશીલે લકેશના આધાર કાર્ડના આધારે તે કયા શહેરમાં છે તે અંગેની માહિતી મેળવવાની શરૂઆત કરી અને આખરે તેમણે સફળતા મળી. ગુમ થયેલ લકેશ બેંગ્લોર હતો અને આજે પરિવાર ત્યાં પહોંચીને તેને મળ્યો હતો અને પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી હતી. એક પિતાની મદદ કરવા માટે તેઓએ ગાંધીનગર આઈબીના DCI ભગવત સિંહ વનારને આ અંગે માર્ગદર્શન મેળવવા માટે જાણકારી આપી હતી. ત્યારે DCI ભગવતસિંહ વનાર સુશીલે જણાવ્યું હતું કે, હાલ કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે. શક્ય છે કે ગુમ થયેલ લકેશ વેક્સિન લેવાનું હોય જેથી તેના આધાર નંબર પરથી તેની ઓળખ થઇ શકશે અને તે કયા શહેરમાં છે તે જાણી શકાય.

આ માર્ગદર્શન બાદ સુશીલે લકેશના આધાર કાર્ડના આધારે તે કયા શહેરમાં છે તે અંગેની માહિતી મેળવવાની શરૂઆત કરી અને આખરે તેમણે સફળતા મળી. ગુમ થયેલ લકેશ બેંગ્લોર હતો અને આજે પરિવાર ત્યાં પહોંચીને તેને મળ્યો હતો અને પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *