બહારથી યુવતીઓને લાવીને સ્પામાં પુરુષો સાથે કરાવાતો હતો દેહવ્યાપાર, પોલીસે પાડી રેડ ને પછી….

ખબરે

નરોડા વિસ્તારમાં આવેલ નીલકંઠ પેરેડાઈઝ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નંબર 22માં આવેલ આયુશી સ્પામાં સ્પાના મલિક અને મહિલા મેનેજર બન્ને ભેગા મળી બહારથી યુવતીઓને લાવી તેમને ગ્રાહક દીઠ 300 રૂપિયા આપવાનું નક્કી કરી પોતાના સ્પામાં રાખી દેહવ્યાપાર કરાવતી હતી. બહારથી પુરુષ ગ્રાહકોને બોલાવી સ્પાની આડમાં કૂટણખાનું ચલાવી રહ્યા છે.

શહેર ના નરોડા વિસ્તારમાં સ્પાની ની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. નરોડા પોલીસે સ્પામાં રેડ કરીને દેહવેપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે અને 2 લોકોની ધરપકડ કરી છે અને જેમાં સંચાલક અને મહિલા મેનેજર સામેલ છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, નરોડા વિસ્તારમાં આવેલ નીલકંઠ પેરેડાઈઝ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નંબર 22માં આવેલ આયુશી સ્પામાં સ્પાના મલિક અને મહિલા મેનેજર બન્ને ભેગા મળી બહારથી યુવતીઓને લાવી તેમને ગ્રાહક દીઠ 300 રૂપિયા આપવાનું નક્કી કરી પોતાના સ્પામાં રાખી દેહવ્યાપાર કરાવતી હતી. બહારથી પુરુષ ગ્રાહકોને બોલાવી સ્પાની આડમાં કૂટણખાનું ચલાવી રહ્યા છે.

બાતમીને આધારે પોલીસે રેડ કરી સ્પામાંથી પાંચ યુવતીઓ મળી આવી હતી. જેમને રૂપિયાની લાલચ આપીને દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. પોલીસ સ્પાના માલિક અને મહિલા મેનેજરની ધરપકડ કરી લીધી છે. સ્પામાંથી મળી આવેલી 5 યુવતીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *