યુવક જીમમાં પ્રેમિકા સાથે મનાવી રહ્યો હતો રંગરેલિયાં ને પત્નિ બહેન સાથે પહોંચી ગઈ, પછી શું થયું ? જુઓ વીડિયો

ખબરે

મધ્યપ્રદેશ ની રાજધાની ભોપાલમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પત્ની અને બાળકોનો છોડીને પતિ પોતાની ગર્લફ્રેન્ડ સાથે જિમમાં રંગરેલિયા મનાવી રહ્યો હતો. આ બધાની વચ્ચે પત્ની અને તેની બહેન ત્યાં પહોંચી ગઇ. આ પછી બબાલ શરૂ થઇ ગઇ. પત્નિએ પતિ અને તેની ગર્લફ્રેન્ડની એવી જોરદાર ધૂલાઇ કરી દીધી કે તેનો વીડિયો જ વાયરલ થઇ ગયો.

વાયરલ થયેલા વીડિયો પ્રમાણે, અહીં એક યુવક પોતાની ગર્લફ્રેન્ડ સાથે જિમ કરી રહ્યો હતો, અને રંગરેલિયા મનાવી રહ્યો હતો, બસ આ દરમિયાન તેની પત્ની બહેન સાથે ત્યાં પહોંચી ગઇ. પત્નિએ જેવો તેના પતિને ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયા મનાવતા જોયો કે તરત જ તે ગુસ્સે ભરાઇ ગઇ, ને પગમાંથી ચપ્પલ કાઢીને તે મારા મારી કરવા લાગી. તેને પોતાના પતિની સાથે સાથે તેની ગર્લફ્રન્ડની પણ ચપ્પલથી જોરદાર ધુલાઇ કરી દીધી. આ દરમિયાન તેનો પતિ તેની ગર્લફ્રેન્ડનો બચાવ કરતો દેખાઇ રહ્યો હતો. તે વાળ ખેંચીને ગર્લફ્રેન્ડની ધુલાઇ કરી રહી હતી. સાથે જ ગાળાગાળી પણ કરી રહી હતી.

પત્નિ કહી રહી હતી કે તારુ આની સાથે શું અફેર ચાલી રહ્યું છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે મહિલા કહી રહી છે કે તુ તારી પત્નિ અને બાળકોને બાજુમાં મુકીને અહીં શું ચક્કર ચલાવી રહ્યો છે. યુવક પત્ની અને તેની ગર્લફ્રેન્ડ સાથે વચ્ચે પણ પડે છે. આ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ અંદર જતી રહે છે, આ પછી યુવકની પત્નિ અંદર ઘૂસીને ફરીથી તેના પતિની ગર્લફ્રેન્ડની બહાર ખેંચી લાવે છે, અને ચપ્પલ અને વાળ ખેંચની ફરીથી ધૂલાઇ કરે છે. આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

પોલીસ અનુસાર, યુવકની પત્નિએ પહેલાથી જ તેના પર દહેજનો કેસ નોંધાવી રાખ્યો છે. આ ઘટના બાદ યુવકની ગર્લફ્રેન્ડે પોલીસ સ્ટેશનમાં મારામારીનો કેસ નોંધાવ્યો છે. પોલીસે તપાસમાં સામેલ થવા માટે બન્ને પક્ષોને નોટિસ આપી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *