જયા કિશોરી ફક્ત 7 વર્ષની નાનકડી ઉંમરે આધ્યાત્મ માર્ગે ચાલી નીકળેલ જયા કિશોરી પોતાની કથાઓ અને ભજનોના કારણે કરોડો લોકોના દિલમાં સ્થાન પામી ચુક્યા છે. ‘સજા દૂ ઘરકો ગુલશન સા અવધ મેં રામ આયે હૈ. અને કાલી કમલી વાલા મેરા યાર હેથી ચર્ચામાં આવેલ જયા કિશોરીના ભજનોને લાખો કરોડો વખત જોવાઇ ગયા છે.
જયા કિશોરી ભારતના ચર્ચિત કથાકારોમાં એક છે. જે પોતાની કથાઓ સિવાય તેમના મોટિવેશન સ્પીચના કારણે ખુબજ લોકપ્રિય છે. જીવનના સંઘર્ષોથી હારેલા લોકોને સરળ રીતે જીવનનો મર્મ સમજાવી ફરી બેઠા કરતા લોકો માટે જયાજી વરદાન સમાન છે. તેમના મધુર અવાજથી કરોડો લોકો દિવાના છે. જયા ભગવાન કૃષ્ણની ભક્ત છે. જયાજીના ભજનો યુ-ટ્યુબ પર ખુબ જોવાઇ છે. શ્રીકૃષ્ણને સમર્પિત તેમના ભજનો ભાવથી લોકો ગાય અને સાંભળે છે.
રાજસ્થાનનાં ચુરુ જિલ્લાની રહેવાસી જયા કિશોરી કથાઓ અને કીર્તનનાં માધ્યમથી ઓળખાય છે. 12મું ઘોરણ પાસ કર્યા બાદ તે, ભવાનીપુરમાં ગ્રેજ્યુએશન ફર્સ્ટ યરનો અભ્યાસ કરી રહી છે. આ જયા કિશોરી છે, તેને રાધા સ્વરૂપ પણ કહેવામાં આવે છે. નોંધનીય છે કે, જયા કિશોરી કલકત્તાનાં મહાદેવી બિરલા સેકન્ડરી હાઈસ્કૂલમાંથી 12મું ધોરણ પાસ કરી ચૂકી છે. જ્યાં પણ તે કથા સંભળાવે છે, દૂર-દૂરથી લોકો તેને સાંભળવા માટે આવે છે.
જયા કિશોરી 13 જુલાઇ 1995માં રાજસ્થાનમાં જન્મ્યા છે. તેમના પિતાનું નામ શિવ શંકર શર્મા અને માતાનું નામ સોનિયા શર્મા છે. જયા કિશોરી માત્ર 7 વર્ષથી આધ્યાત્મના માર્ગે વળી ચુક્યા છે.
જયા કિશોરી શિવ સ્તોત્ર, સુંદરકાંડ, મેરે કાન્હા કી, શ્યામ થારો ખાટૂ પ્યાર, દીવાની મે શ્યામ કી જેવા લોકપ્રિય આલ્બમ છે. જયા કિશોરીને લઇને ગૂગલ પર તેમની ઉંમર, લગ્નજીવન, પતિ પરિવાર પર સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે.
મળતી માહિતી અનુસાર જયા કિશોરીએ હજુ લગ્ન કર્યા નથી જો કે એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યુ કે તે એક સામાન્ય યુવતી જેમ લગ્ન કરશે. તેમના પિતા પણ એ વાત કહી ચુક્યા છે કે જયા કિશોરીજી સાંસારીક જીવન શરૂ કરશે. શરૂઆતમાં જયાજીને શિક્ષણ આપનાર ગુરૂ ગોવિંદરામ મિશ્રએ તેમને કિશોરીજીની ઉપાધી આપી હતી.
જયા કિશોરી તેની કથાઓમાં આવતી રકમને નારાયણ સેવા ટ્રસ્ટ ઉદયપુરમાં દાન કરી દે છે. જયા કિશોરી લાખો યુવાનોને પ્રેરણા આપે છે.