આર્મી છોડીને બની આ મોડલ, જુઓ વાયરલ ફોટાઓ…

મનોરંજન

સોશિયલ મીડિયા રાતો રાત કોઈને સ્ટારમાંથી ઝીરો અને ઝીરોમાંથી સ્ટાર બનાવી શકે છે. ઘણા સેલેબ્રિટી માત્ર સોશિયલ મીડિયા પર ચમકીને સ્ટાર બની ગયા હોય. હથિયારોના શોખના કારણે ઓરિન જૂલી નામની યુવતી દુનિયાભરમાં લોકપ્રિય બની ગઈ છે.

તેને ‘ક્વીન ઓફ ગન્સ’ પણ કહેવાય છે. ઓરિન મૂળ ઈઝરાયલની છે. પહેલા તે ઈઝરાયલની આર્મીમાં હતી પરંતુ રાતોરાત તેની કિસ્મત પલટી અને તે હવે ક્વીન ઓફ ગન્સના નામથી જાણીતી છે. ઓરિનના સોશિયલ મીડિયા પેજ પરનજર કરતા તમારી આંખો ત્યાં જ અટકી જશે. તે ફોટોમાં પોતાની હોટનેસ સાથે તો જોવા મળશે જ પણ દુનિયાભરના ખતરનાક હથિયારો સાથે પણ જોવા મળશે.

તે હાલમાં વેપન ડીલર્સ માટે મોડલિંગ કરી રહી છે.ઓરિનને આર્મી જોઈને કરવાનો શોખ હતો. ઈઝરાયલની સેનામાં ભરતી થયા બાદ તેને બેચેની ઓછી ન થઈતે યુદ્ધના મેદાનમાં દુશ્મનો સામે લડવા ઈચ્છતી હતી પણ સેનાએ તેને બેક ઓફિસનું કામ આપી દીધું.

એક વર્ષ બાદ આર્મી ઓપરેશન્સમાં હાથ અજમાવવાની તક આપી.આ દરમિયાન ઓરિને આર્મી યુનિફોર્મની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી. તેણે અંદાજો પણ ન હતો ને આ તસવીરોથી તેના જીવનમાં નવો વળાંક આવી ગયો.

આર્મ ડીલર્સને ઓરિનની આ તસવીરો એટલી બધી ગમી કે તેમણે ઓરિનને હથિયારો સાથે મોડલિંગની ઓફર આપી દીધી.ઓરિને ઓફર સ્વીકારીને સેનામાંથી રાજીનામું આપી દીધું અને મોડલિંગની દુનિયામાં આવી ગઈ.હવે તો ઓરિન મોડેલિંગ ની દુનિયામાં સારું નામ ધરાવે છે અને લોકોમાં ઘણી લોકચાહના ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *