મેષ રાશિ
કોઈપણ લક્ષ્યને તમારા પરિશ્રમ દ્વારા મેળવવામાં સક્ષમ રહેશો. તેમજ ઉર્જા અને આત્મવિશ્વાસથી દિવસ પસાર થશે. કોઈપણ શુભચિંતક ના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાનરૂપ સાબિત થશે. તમારા નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે સંબંધોમાં ખટાશ ન આવવા દેવી. ક્યારેક ક્યારેક તમારા માટે અનુકૂળ કામ બનવાથી તમે સહજતા અનુભવશો. તમારા મનની સ્થિતિને કાબૂમાં રાખવી. ખર્ચા કરતાં સમયે તમારા બજેટને ધ્યાનમાં રાખવું જરૂરી છે. કામના ક્ષેત્રે તમારી ઇચ્છા મુજબનો કોઈ ઓર્ડર મળી શકે છે. પરંતુ કમિશન સાથે જોડાયેલા કામમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે. નોકરી કરતા લોકોને પોતાના યોગ્ય કાર્ય ને લીધે પ્રગતિ મળવાની સંભાવના છે. પતિ-પત્નીમાં આપતી સામંજસ્ય મધુર બની રહેશે. લગ્ન બહારના સંબંધોનો ખુલાસો થઈ શકે છે એટલા માટે એવી ગતિવિધિઓથી દૂર રહેવું.
વૃષભ રાશિ
કોઈ મિત્રની મદદથી છેલ્લા કેટલાક સમયથી ચાલી આવી રહેલી મુશ્કેલીઓ માંથી રાહત મળશે. તમારે દિનચર્યા અને જીવનશૈલીમાં સકારાત્મક પરિણામ જોવા મળશે. આ સમયે કોઈપણ પ્રકારની યાત્રાને સ્થગિત રાખવી તમારા માટે સારું રહેશે. બાળકોની ગતિવિધિઓમાં બેદરકારી ન રાખવી, તેની સાથે થોડો સમય પસાર કરવો જરૂરી છે. બજેટ કરતાં વધારે ખર્ચ ન કરવા. વધારે સારું રહેશે કે પારિવારિક બાબતોમાં તમારૂ યોગદાન આપો. પારિવારિક વાતાવરણ સુખદ બની રહેશે. ઘરમાં કોઈ માંગલિક કામ સંબંધી યોજના બનશે.
મિથુન રાશિ
પોતાની વ્યક્તિગત બાબતોનો બીજા કોઈ સામે ખુલાસો ન કરવો. કોઈપણ કામને ગુપ્ત રીતે કરવાથી તમને સારી સફળતા મળશે. તમારી સકારાત્મક ગતિવિધિઓ તમારી સામે આવાથી માન સન્માન વધશે. બિનજરૂરી ખર્ચાને કાબૂમાં રાખવાથી તમારે આર્થિક સ્થિતિ સુધરી શકે છે. પરંતુ તમારી મહત્વની વસ્તુઓ તેમજ દસ્તાવેજોને સારી રીતે સંભાળીને રાખવા. કોઈપણ પ્રકારનું નુકશાન થવાથી તેની અસર તમારી શાંતિ પર અને તમારી ઊંઘ પર પડશે. બહરના ક્ષેત્રો સાથે જોડાયેલા કામમાં ખૂબજ સારી સફળતા મળશે. માર્કેટિંગ સાથે જોડાયેલ કામમાં તમારે વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સરકારી બાબતોને ઉકેલવા માટે આ સમય યોગ્ય છે. આપસી સામંજસ્ય બનાવી રાખવું જરૂરી છે. એકબીજાની ભાવનાઓની કદર કરવી. પતિ-પત્નીના સંબંધો મધુર રહેશે.
કર્ક રાશિ
ઘર પરિવાર તથા સંબંધીઓ સાથે ખુશનુમા સમય પસાર થશે. તમે તમારે વ્યવહાર અને કુશળતા તેમજ સૂઝબૂઝ દ્વારા આર્થિક બાબતોમાં સફળતા મેળવવા માટે સક્ષમ રહેશો. ઘરના સભ્યો સાથે ઓનલાઇન શોપિંગ કરવામાં ખુશી અનુભવશો. ખૂબ વધારે પ્રેક્ટીકલ થવાથી સંબંધોમાં ખટાશ આવી શકે છે. પોતાના સ્વભાવમાં ભાવુકતા અને કોમળતા બનાવેલી રાખવી. ઘરના કોઇ સભ્યના આરોગ્યને લઇને ચિંતા રહી શકે છે. કાર્ય પ્રણાલીમાં બદલાવ લાવવાની જરૂર છે. અને આ પ્રકારની ગતિવિધિઓ માંજ આજે તમારો સમય પસાર થઇ શકશે. નોકરી કરતા લોકોએ અત્યારે વર્તમાનમાં ધ્યાન આપવાની જરૂર છે. કોઈપણ પ્રકારનું પરિવર્તન લાવવાની ચેષ્ટા ન કરવી. જીવનસાથી તેમજ ઘર પરિવાર પ્રત્યે તમારો સહયોગ અને સમર્પણની ભાવનાથી વાતાવરણ ખુશનુમા બની રહેશે. આપસી સંબંધોમાં મધુરતા વધશે.
સિંહ રાશિ
ગ્રહની સ્થિતિઓ તમારા ભાગ્યને પ્રબળ કરી રહી છે. સંતાનોની કારકિર્દી સાથે જોડાયેલી સમસ્યાનો ઉકેલ આવશે. આધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી તમને માનસિક અને આધ્યાત્મિક શાંતિ મળશે. કોઈ નજીકના સંબંધી સાથે વ્યક્તિગત બાબતોને લઈને વાદ વિવાદ વધી શકે છે. ધીરજ બનાવી રાખવી. રોકાણ સાથે જોડાયેલી નીતિઓ પર ફરીથી વિચાર કરવો. આ સમયે આળસને તમારા ઉપર હાવી ન થવા દેવી. કોઈ દૂરના ક્ષેત્રોમાંથી મહત્વનો ઓર્ડર મળવાની સંભાવના છે. અને તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે. ઓફિસમાં કોઈ સહયોગીની સાથે વાદ વિવાદની સ્થિતિ બની રહી છે. જીવનસાથી તેમજ પરિવારના સભ્યોનો ભાવનાત્મક સહયોગ મળશે. સંતાનોની કોઈ મુશ્કેલીનો ઉકેલ લાવવામાં તમે સફળ રહેશો.
કન્યા રાશિ
કોઈ સમાજસેવાની સંસ્થા સાથે જોડાવાથી તથા સહયોગ કરવાથી તમને શાંતિ મળશે. કોઈ નજીકના સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજણ દુર થશે તેમજ આપસી સંબંધોમાં સુધારો આવશે. અટકેલા પૈસા પાછા મળવાની પ્રબળ સંભાવના છે. ગુસ્સા અને આક્રોશ જેવા નકારાત્મક સ્વભાવ પર નિયંત્રણ રાખવું. સમય અનુસાર વ્યવહારમાં પરિવર્તન લાવવું જરૂરી છે. યુવાન લોકો તેની કારકિર્દી સાથે જોડાયેલા કામમાં અડચણો આવવાથી નિરાશ રહેશે. પરંતુ સમય રહેતાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે. કામના સ્થળે કેટલીક બાબતો ગૂંચવાઈ શકે છે. પોતાની કાર્ય પ્રણાલી ઉપર ફરીથી વિચાર કરવો. સહયોગીની સલાહ ઉપર ધ્યાન આપવું. નોકરી કરતા લોકોને અચાનક કોઈ શુભ સૂચના મળી શકે છે, પ્રમોશન થવાની સંભાવના છે. પતિ-પત્નીના સંબંધો ખુશનુમા રહેશે. ઘર તેમજ પરિવારનું વાતાવરણ સુખદ અને સૌહાર્દપૂર્ણ બની રહેશે.
તુલા રાશિ
વધારે પડતી વ્યસ્તતાને કારણે ઘર માટે વધારે સમય નહીં કાઢી શકો. પરંતુ પોતાના મહત્ત્વના કામ પૂરા કરવાથી પ્રસન્નતા અને શાંતિ મળશે. આ સમયે રોકાણ કરવાથી ભવિષ્યમાં લાભ મળશે. ઘરમાં કોઈ સંબંધીનું આગમન થઇ શકે છે. બિનજરૂરી ગતિવિધિઓમાં તમારો વધારે સમય પસાર ન કરવો. આ સમયે કોઈપણ પ્રકારની ઉધારી પણ ન કરવી. માતાના આરોગ્યને લઇને ચિંતા રહી શકે છે. કોઇપણ યાત્રા કરવી ઉચિત નહીં રહે. આજે કામના ક્ષેત્રે કોઈ મહત્ત્વના નિર્ણય સ્થગિત રાખવા. કારણ કે બીજાના કામમાં વ્યસ્તતાને લીધે તમે તમારા કામ પ્રત્યે વધારે ધ્યાન નહીં આપી શકો. કર્મચારીઓના સહયોગથી વ્યવસાયિક કામ નહીં અટકે. પત્ની પતિ પત્ની વચ્ચે ઘરની કોઈ સમસ્યાને લઈને તણાવ રહી શકે છે. પરંતુ આપસી સામંજસ્ય દ્વારા તેને ઉકેલવાના પ્રયત્નોમાં સક્ષમ રહેશો.
વૃષીક રાશિ
આ સમયે ગ્રહોની સ્થિતિ ઉત્તમ બનેલી છે. વિપરીત પરિસ્થિતિઓમાં પણ તમે સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. પ્રભાવશાળી લોકો સાથે મિત્રતાના સંબંધ બનશે. કોઈપણ નિર્ણય ભાવનાઓમાં આવીને ન લેવો, આવું કરવાથી તમને નિશ્ચિત જ સફળતા મળશે. યુવાનોએ આ સમયે વધારે પ્રતિસ્પર્ધાના સામનો કરવો પડશે, પરંતુ હિંમત બનાવી રાખવી. બીજાની સલાહની અપેક્ષા એ તમારી યોજનાઓને પ્રાથમિકતા આપવી, કારણ કે તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો વધારે સફળ રહેશે. વ્યવસાયમાં કેટલાક સમયથી ચાલી આવી રહેલી સમસ્યાઓમાંથી રાહત મળશે. તમારે ચિંતા કર્યા વગર તમારા કામમાં ધ્યાન આપવાની જરૂર છે. પરંતુ કોઈપણ નવું કામ શરૂ કરતા પહેલા તેના વિશે સારી રીતે જાણકારી મેળવી લેવી. નોકરી કરતા લોકોને કામનું ભારણ વધારે રહેશે. પારિવારિક વાતાવરણ સુખદ બની રહેશે. પ્રેમ સંબંધોમાં પણ મર્યાદા અને આનંદ રહેશે.
ધન રાશિ
તમારા કામ યોજનાબદ્ધ રીતે કરવાથી તેમજ કામમાં એકાગ્રચિત રહેવાથી સફળતા મળશે. નજીકના સંબંધીઓ સાથે ચાલી રહેલી ગેરસમજણ દુર થશે. તેમજ આપસી સંબંધોમાં ફરીથી મધુરતા આવશે. કોઈ વ્યક્તિગત વાતને લીધે પરિવારમાં તણાવ રહી શકે છે. વધારે સારું રહેશે કે તમે ધીરજ અને શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓનો ઉકેલ મેળવો. થોડો સમય ધાર્મિક અને આધ્યાત્મિક સ્થળ પર પસાર કરવાથી તમને માનસિક શાંતિ મળશે. યુવાનોને તેની કારકિર્દી સાથે જોડાયેલા શુભ સમાચાર મળશે. ફેક્ટરી, ઇન્ડસ્ટ્રી વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમાં નવા કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ નથી, એટલા માટે વર્તમાન સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખવું. ઓફિસમાં ચાલી રહેલી કોઈપણ પ્રકારની રાજનીતિથી તમે ચિંતિત રહેશો. પતિ-પત્ની વચ્ચે બાળકોને લઈને કોઈ વાતને લીધે નોક જોક થઇ શકે છે. તમારા વ્યસ્ત સમયમાંથી કેટલોક સમય પરિવાર માટે કાઢવો જરૂરી છે.
મકર રાશિ
રોજબરોજની વ્યસ્ત દિનચર્યા માંથી શાંતિ મેળવવા માટે થોડો સમય તમારે તમારા રસ વાળા કામ માટે કાઢવો જરૂરી છે. જેનાથી તમે તમારી અંદર નવી ઉર્જાનો અનુભવ કરશો. કોઈપણ મુશ્કેલી આવવા પર તમે કોઈપણ પ્રકારે તમારું કામ કાઢવામાં સક્ષમ રહેશો. બીજાની વાતોમાં આવીને પોતાનું નુકસાન ન કરવું, પોતાની જાત ઉપર ભરોસો રાખવો. કોઈપણ પ્રકારના કાનૂની વિવાદમાં ન ફસાવું. ખાસ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું. વ્યવસાયમાં નવા પ્રસ્તાવ જોવા મળશે. તમને તમારી મહેનતનું પરિણામ મળશે. પાર્ટનરશીપ સાથે જોડાયેલા વ્યવસાયમાં સાવધાન રહેવાની જરૂર છે. નોકરીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવાથી મોટી નુકસાની ભોગવવી પડશે. વધારે કામ રહેવાને લીધે ઘર પરિવાર માટે સમય નહીં આપી શકો. યુવાનોએ પોતાના પ્રેમ સંબંધોમાં બીજાની ભાવનાઓનું સન્માન કરવું જરૂરી છે.
કુંભ રાશિ
પરિવારના કોઈ મહત્ત્વના મુદ્દા ઉપર તમારી સલાહને ખાસ મહત્વ આપવામાં આવશે. મહિલાઓ માટે આજનો દિવસ ખાસ રીતે શુભ રહેશે, તેમજ એ લોકો પરિસ્થિતિનો મુકાબલો હિંમત અને સાહસથી કરશે. જમીન ખરીદવા સાથે જોડાયેલા કામ કરતા સમયે કાગડિયા સારી રીતે ચેક કરી લેવા. આ સમયે વિદ્યાર્થીઓ તેમજ યુવાનોને પોતાની કારકિર્દી પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂર છે. જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી ન થવા દેવી. આર્થિક બાબતોમાં મનન અને ચિંતન કરવાની જરૂર છે. વ્યવસાયિક કાર્ય પ્રણાલીમાં કેટલાક પરિવર્તન કરવાની જરૂર છે. જો કોઈ વિભાગીય કાર્યવાહી ચાલી રહી હોય તો તેનું પરિણામ તમારા પક્ષમાં આવવાની સંભાવના છે. પતિ-પત્ની વચ્ચેના આપસી સંબંધોમાં મધુરતા રહેશે. વિપરિત લિંગના લોકો સાથે મુલાકાત થવાથી જૂની યાદ તાજી થશે. તમારું મન પ્રફુલ્લિત રહેશે.
મીન રાશિ
વધારે વ્યસ્ત હતા હોવા છતાં તમે તમારા પરિવારના લોકો તેમજ સંબંધીઓ માટે વધારે સમય કાઢશો તો આપસી સંબંધોમાં મધુરતા બની રહેશે અને વાતાવરણ ખુશુમા રહેશે. સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં તમારુ વધારે યોગદાન રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે જોડાયેલા કામમાં મન લગાવવું. બીજાની બાબતોમાં વધારે દખલગીરી ન કરવી, તેને લીધે માન હાનિ થવાની સંભાવના રહેશે. કોઇપણ મહત્વનું કામ કરવામાં આળસ તેમજ વધારે વિચાર ન કરવા. વ્યવસાયની કાર્યપ્રણાલી સામાન્ય રહેશે. સોશિયલ મીડિયા અને સંપર્ક સૂત્રને વધારે મજબૂત બનાવવા માટે તમારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ઓફિસના સ્થળ તેમજ કામ કરવાની રીતમાં બદલાવ આવવાની શક્યતા રહેશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. વિપરીત લિંગના લોકો સાથે મુલાકાત કરતા સમયે સમયમર્યાદાનું ધ્યાન રાખવું.