એક રાતે શરીર સંબંધ બાંધ્યા બાદ ભાભીને પત્ની તરીકે રાખવા માગતો હતો થયું કંઈક એવું કે…

અન્ય

ઉત્તર પ્રદેશના બિઝનોરમાં સંબંધો તૂટવાની એક મોટી ઘટના સામે આવી છે. બિઝનોરમાં એક દેવરે પોતાના મોટાભાઈની પત્ની સાથે ન માત્ર શારીરિક સંબંધો બાંધ્યા. પણ તેને પત્ની તરીકે રાખવા પણ માગતો હતો. જે વાતની મોટાભાઈને ખબર પડતા તેણે પોતાના ત્રણ મિત્રો સાથે મળીને નાના ભાઈનું કાસળ કાઢી નાખ્યું. આશ્ચર્યજનક વાત એ છે કે આ વારદાતમાં પત્નીએ પણ તેના પતિનો સાથ આપ્યો. જે દેવરની સાથે શારીરિક સંબંધો બાંધી રહી હતી.

બિઝનોર પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા કામિલના મૃતદેહની તપાસ થઈ રહી હતી. જે ખેતરમાં પડેલો મળ્યો હતો. પોલીસના અનુસાર કામિલની હત્યા તેના મોટાભાઈ અને તેના મિત્રો એ કરી હતી. હત્યામાં કામિલની ભાભી પણ સામેલ હતી. જેની પોલીસે તેની પણ ધરપકડ કરી છે.

પોલીસ અધિક્ષક સંજય ત્યાગીના અનુસાર મૃતક કામિલ પોતાના મોટાભાઈની પત્નીને ખરાબ નજરથી જોતો હતો. અને એક વખત જબરદસ્તી પણ કરી ચૂક્યો હતો. તે પોતાની ભાભીને પત્નીના રૂપમાં જોવા માગતો હતો. જેના કારણે મોટાભાઈ અને તેની વચ્ચે ખટરાગ થયો. જેના કારણે નાના ભાઈનો કાંટો કાઢવા માટે મોટા ભાઈ દિલશાદે પોતાના ત્રણ મિત્રોની મદદથી તેનું ગળું ઘોંટીને હત્યા કરી નાખી.

હત્યા કર્યા પછી નજીકના ખેતરમાં તેની લાશની બાજુમાં પત્ર નાખી દીધો. તપાસ બાદ પોલીસે દિલશાદ અને તેની પત્નીની ધરપકડ કરી. હત્યામાં પત્નીએ પણ પૂરો સાથ નિભાવ્યો હતો. જ્યારે હત્યામાં સાથ દેનારા મિત્રો હજુ સુધી પકડમાં નથી આવી શક્યા. જેને પકડવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *