ગુજરાત ભારતનું સમૃદ્ધ રાજ્ય…

અન્ય

ભારત એક પ્રાચીન દેશ છે, જેને દુનિયાનો સૌથી શક્તિશાળી અને એક ધનવાન દેશ માનવામાં આવે છે. ભારત એક વિકાસશીલ દેશ છે, જેમાં બધા રાજ્યોની આવક અલગ-અલગ છે. આજે અમે તમને ભારતના 5 સૌથી સમૃદ્ધ રાજ્યો વિશે જણાવવા જઇ રહ્યાં છે.

દિલ્હી ભારતની રાજધાની છે, જેને ભારતનું સૌથી અમીર રાજ્ય માનવામાં આવે છે. દિલ્હીના દરેક વ્યક્તિની વાર્ષિક આવક 3 લાખથી પણ વધુ છે, જે અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ છે. દિલ્હીની કુલ વસ્તી લગભગ 2 કરોડ 90 લાખ છે.

ગોવા ભારતનુ સૌથી નાનું રાજ્ય છે, જેને કારણે આ એક અમીર રાજ્ય છે. ગોવાના લોકોની વાર્ષિક આવક લગભગ 2 લાખ 70 હજાર રૂપિયાથી વધુ છે. આ પૂર્વ ભારતનું સૌથી ધનવાન રાજ્ય છે. ગોવામાં રહેતા લોકોની કુલ વસ્તી લગભગ 18 લાખની આસપાસ છે.

ચંદીગઢ ભારતનો એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અહીંના લોકોની વાર્ષિક આવક લગભગ 2 લાખ 60 હજારથી પણ વધુ છે. ચંદીગઢને ભારતના બે મહત્વપૂર્ણ રાજ્ય હરિયાણા અને પંજાબની રાજધાની પણ બનાવવામાં આવી છે. અહીંની કુલ વસ્તી આશરે 10 લાખ છે.

સિક્કીમ ભારતના સૌથી સુંદર રાજ્યોમાંથી એક છે. અહીંનુ ટૂરીઝમ સેક્ટર આખા ભારતમાં ખાસ્સુ જાણીતુ છે. સિક્કિમમાં રહેતા લોકોની વાર્ષિક આવક લગભગ 2 લાખ 25 હજારથી વધુ છે. સિક્કિમની કુલ વસ્તી લગભગ 6 લાખથી પણ વધુ છે.

પુંડ્ડૂચેરી ભારતનો એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જે એક અમીર પ્રદેશના રૂપમાં ઓળખાય છે. અહીના લોકોની વાર્ષિક આવક લગભગ 1 લાખ 90 હજારથી પણ વધુ છે. પુંડ્ડૂચેરીના લોકોની વધુ આવક મત્સ્ય ઉદ્યોગ અને ટૂરીઝમ સેક્ટરથી જ આવે છે.

ગુજરાતમાં પ્રાગ-ઐતિહાસિક યુગની શોધ સર્વ પ્રથમ ઈ. સ. 1893માં રૉબર્ટ બ્રુસ ફુટ દ્વારા થઈ હતી. પ્રાગ-ઐતિહાસિક યુગ પછી આદ્ય-ઐતિહાસિક કાલ આવે છે. આ કાલનાં ઓજારો મોટે ભાગે તામ્ર અને પાષાણનાં બનેલાં હોવાથી તેને તામ્ર-પાષાણ કાલ પણ કહે છે. આ કાલમાં લેખન કલાની શરૂઆત થઈ હતી પરંતુ તે લખાણ ઉકલી શકાયું નથી. તે લખાણ ઉકેલવાના અનેક પ્રયત્નો થયા છે પરંતુ તે સર્વમાન્ય રહ્યા નથી.

ગુજરાતના અશ્મયુગોના મુખ્યત્વે બે વિભાગ પડે છે : તેમાં પ્રથમ પ્રાચીનાશ્મયુગ અને બીજો અન્ત્યાશ્મયુગ છે. ગુજરાતમાં નવાશ્મયુગનાં વિશિષ્ટ સ્થાનો નથી. ભારતના ઘણા ભાગોમાં પ્રાચીનાશ્મયુગ વિદ્યમાન હતો. તેના અવશેષો ભારતમાં આશરે દોઢથી બે લાખ વર્ષ કરતાં પ્રાચીન ગણાતા હતા; પરંતુ પ્રાપ્ત માહિતી પ્રમાણે તે 14થી 20 લાખ વર્ષ જેટલા પ્રાચીન ગણાય છે.

પ્રાચીનાશ્મયુગમાં પતરી, ગાભ આદિ પથ્થરનાં ઓજારો ગુજરાતની નદીઓની ભેખડોમાં દટાયેલાં લાંબા વખતથી જાણીતાં હતાં; પરંતુ આ ઓજારો છોટાઉદેપુર તથા રાજપીપળા વિસ્તારમાંની ટેકરીઓ પરથી મળ્યાં છે. પ્રમાણોના આધારે જે પહાડી વિસ્તારમાં પાણીની છત હતી ત્યાંથી માનવવસવાટનાં ચિહનો પ્રાપ્ત થવા માંડ્યાં છે.

મોટેભાગે પથ્થર ફોડીને તેના અશ્મકુઠાર, અશ્મછરા તથા અન્ય સાધનો બનાવવામાં આવતાં હતાં. તે ક્વાર્ટ્ઝ, ક્વાર્ટ્ઝાઇટ, રાયોલાઇટ જેવા પથ્થરોમાંથી મુખ્યત્વે બનાવવામાં આવતાં, કારણ કે આ પથ્થરો ફોડવાથી તેની પર સારી ધાર તૈયાર થઈ શકે છે. આ ઓજારોની સાથે યુરોપમાં જેમ મારેલાં પશુઓનાં અસ્થિઓ મળે છે તેવા ભારતમાં મોટેભાગે તે મળતાં નથી; આ પરિસ્થિતિને લીધે ભારતમાં પ્રાચીનાશ્મયુગમાં, માનવ મોટેભાગે વનસ્પતિજન્ય આહાર મેળવતો હોવાની વિભાવના પેદા થાય છે. ગુજરાતના વનપ્રદેશની વનસ્પતિના અધ્યયનથી આ પ્રદેશમાં આખું વર્ષ વનસ્પતિજન્ય ફળ, ફૂલ, પાંદડાં, મૂળ ઇત્યાદિ આહાર મળી રહે તેવી પરિસ્થિતિ હોવાનું સ્પષ્ટ થવાથી અહીંના માનવીના આહારમાં વનસ્પતિનો ફાળો ઘણો મોટો હોય તેમ લાગે છે.

આ પ્રાચીનાશ્મયુગનાં ઓજારોમાંથી ક્રમશ: પ્રમાણમાં નાનાં ઓજારો બનાવનાર લોકોનાં મધ્ય તથા અંતિમ પ્રાચીનાશ્મયુગનાં ઓજારો સાબરકાંઠા, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત આદિ ભાગોમાંથી મળવાની શરૂઆત થઈ છે. તેમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારનાં ઓજારો ચર્ટ જેવા પથ્થરોનાં બનાવેલાં છે, જ્યારે બીજાં સ્થળોએ તે પથ્થરની જૂની પરંપરા પ્રમાણે પથ્થરોનો ઉપયોગ કરતા દેખાય છે. આ યુગનાં ઓજારો પૈકી સમાંતર બાજુવાળી પતરીઓ કાઢવાની પદ્ધતિનો વિકાસ થયો હતો તેથી તેના અનુગામી કાળનાં ઓજારો બનાવવાની કારીગરી વિકસી ચૂકી હતી.

આ યુગનાં ઓજારોનાં સ્થળોનું અધ્યયન ગુજરાતમાં કાલનિર્ણય માટે આવશ્યક છે; પરંતુ તેના કાલનિર્ણય માટે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી મળતી સમયરેખા તેને આશરે 25,000 વર્ષથી 10,000થી 11,000 વર્ષ જેટલા પ્રાચીન સમયનાં ગણાવે છે તે સૂચક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *