ભારતમાં કાર ખરીદીવાનું સપનું બઘા માસણનું હોય છે. જ્યાં મિડલ કલાસ માણસ વર્ષોની મહેનત પછી લોન પર કાર લે છે. અમીર લોકો પાસે તો મોંઘી કારોનું કલેકશન હોય છે. ઇન્ડિયન ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલી પણ કારના શોખીન છે. તેની પાસે ઘણી મોંઘી કારનું કલેકશન છે. પરંતુ હાલ સોશયલ મીડીયા પર તેની સૌથી પહેલી ઓડી કારની ચર્ચા થઈ રહી છે. ક્રિકેટરે ખરીદેલી પહેલી કાર ઘણા વર્ષોથી મહારાષ્ટના એક પોલીસ સ્ટેશનમાં કાટ ખાઈ રહી છે. તેનાથી લોકોમાં ઉત્સુતા થવા લાગી કે કોહલીએ કયો ગુનો કર્યો હતો કે તેની કાર પોલીસ સ્ટેશનમાં પડી છે.
ભારતના કેપ્ટન વિરાટ કોહલીની સૌથી પહેલી ઓડી કારની તસવીર આ દિવસોમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મહારાષ્ટ્રના એક સ્ટેશનમાં ધુળ ખાઈ રહી છે. ઘણાં સમય પહેલાની કોહલીની કરોડોની આ કાર ત્યાં પડી છે.
કારની આ તસવીર સામે આવ્યા પછી લોકોના મનમાં સવાલ આવી રહ્યા છે કે છેવટે કોહલીની કરોડોની કાર સ્ટેશનમાં કેમ પડી છે? અને છેવટે કેમ આ ક્રિક્ટરને કારને ત્યાંથી બહાર નિકાળવાની કોશિશ ના કરી છે?
2016માં કોહલીને એક બ્રોકર દ્રારા આ કારને સાગર ઠક્કર નામના વ્યક્તિને વેચી દીધી હતી. ત્યાર પછી આ કારનો માલિક સાગર ઠક્કર જ છે. તેની જ પાસે પોલીસને આ કારને જપ્ત કરી અને સ્ટેશનમાં લઈ આવ્યા.
સાગર ઠક્કર એક ગોટાળાનો ગુનેગાર છે. તેના કારણે કારને પોલીસને પોતાની કબ્જામાં લઈ લીધી છે. એ તો સારું છે કે કોહલીને કાર વેચતાં સમયે પૂરું પેપર વર્ક સારી રીતે કર્યુ હતુ. આ કારણથી કેસમાં તેને કોઈ પરેશાની ના આવી.
ઠક્કરને કોહલીની આ કાર અઢી કરોડમાં ખરીદી હતી. આ કારણે હવે આ કાર સાથે કોહલીનો કોઈ સંબંધ નથી. કોહલીની પાસે આ કાર સિવાય ઘણી બધી કારોનું કલેક્શન છે. વાત જ્યાં સુધી ઓડીની કરે તો કોહલી ઓડીનો બ્રાન્ડ એમ્બેસ્ડર છે.
તમને જણાવીએ કે આ ઓડી કાર કોહલીની સૌથી પહેલી કાર હતી. પરંતુ તેણે આને 2016માં વેચી દીધી હતી. જે કાર સ્ટેશનમાં ઉભી છે, તે 2012ની ઓડીRછે. જ્યારે કોહલી પાસે ઓડીR8આવી ગઈ તો તેણે પહેલીવાળીને વેચી દીધી હતી.
જ્યારે પણ કોઈ નવું મોડલ લોન્ચ કરે છે, તો તે કાર કોહલીને ગિફ્ટમાં આપવામાં છે. એટલે કોહલીને ઓડીની કોઈ કાર ખરીદવાની જરુર નથી. ત્યાં સુધી જ્યાં સુધી તે આની બ્રાન્ડનો એમ્બસેન્ડર છે.