બૉલીવુડ ની આ અભિનેત્રી એ કુલદીપ યાદવ ને કર્યો ક્લીન બોલ્ડ, બન્ને જવા માંગે છે ડેટ પર..

મનોરંજન

ફિલ્મ જગત અને રમત જગતનો સંબંધ ઘણો જૂનો રહ્યો છે. ભારતીય ક્રિકેટરોનું દિલ અભિનેત્રીઓ પર આવી જવું એક સામાન્ય વાત છે. થોડા થોડા દિવસે ફિલ્મ અને રમત જગત માંથી કોઈ ને કોઈ અપડેટ આવતા જ રહે છે. ઉદાહરણ માટે આપણે વધારે દૂર જવાની જરૂર નથી. કારણ કે એનું સૌથી મોટું ઉદાહરણ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા છે, જે હંમેશા પોતાના પ્રેમને કારણે સમાચારમાં રહે છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન જીવન તો હંમેશા ચર્ચામાં રહે જ છે, પણ આ દિવસોમાં કુલદીપ યાદવની ચર્ચા ઘણી જોર પકડી રહી છે. કુલદીપ યાદવ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી સિરીઝમાં ઘણો મહત્વનો રોલ ભજવી રહ્યા છે, પણ સોશિયલ મીડિયા પર એમની પ્રોફેશનલ લાઈફ નહિ પણ અંગત જીવનની ચર્ચા થઈ રહી છે. જી હા, હાલ માં જ કુલદીપ યાદવે એક ઇન્ટરવ્યૂમાં પોતાના ક્રશનું નામ જાહેર કર્યુ હતું, જેનાથી ચારેય તરફ ખળભળાટ મચી ગયો છે.

જેક્લીનના દીવાના છે કુલદીપ :

ભારતના સૌથી ખતરનાક બોલર કુલદીપ યાદવ હંમેશા પોતાની બોલિંગથી ખેલાડીઓને ક્લીન બોલ્ડ કરે છે, પણ પોતે જેકલીનની સુંદરતાની સામે ક્લીન બોલ્ડ થઈ ગયા છે. જી હા, કુલદીપ યાદવે જે છોકરીને પોતાની ક્રશ જણાવી એ બીજી કોઈ નહિ પણ જેકલીન છે. કુલદીપે પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે જેકલીનને ઘણી પસંદ કરે છે, અને એમની બધી ફિલ્મો જોય છે. એની સાથે જ કુલદીપ યાદવ જેકલીનની સુંદરતા અને એની એક્ટિંગથી ઘાયલ છે.

જેક્લીનને ડેટ પર લઈ જવા માંગે છે :

કુલદીપ યાદવ દરેકને મેદાનમાં દિવસમાં જ તારા દેખાડી દે છે, પણ પોતે જેક્લીનના પ્રેમમાં આઉટ થઈ ગયા છે. જણાવી દઈએ કે કુલદીપ યાદવ અત્યારે ફક્ત ૨૪ વર્ષના છે અને જેકલીન ૩૪ વર્ષની છે. એવામાં બંને વચ્ચે ૧૦ વર્ષનું અંતર છે. જો કે બધાની ચિંતા કર્યા સિવાય કુલદીપ યાદવે સાફ સાફ કહી દીધું છે કે તે જેક્લીનને એકવાર ડેટ પર લઈ જવા માંગે છે, અને ત્યારબાદ તે પોતાની વાતને આગળ વધારશે.

શું હશે જેક્લીનનો જવાબ?

મીડિયા રિપોર્ટનું માનીએ તો આ દિવસોમાં જેક્લીનનું અફેયર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ચાલી રહ્યું છે. એવામાં જેકલીન અત્યારે સિંગલ નથી અને તે કદાચ જ કુલદીપની વાત પર ધ્યાન આપશે. જો કે જેકલીન ફક્ત કુલદીપની ક્રશ છે, એવામાં જયારે કુલદીપ યાદવની આ વાત પર તે શું જવાબ આપે છે, એ તો સમય જ જણાવશે. પણ જો જેકલીને હા કહી દીધી તો ફિલ્મ અને રમત જગત વચ્ચે અન્ય એક નવો સંબંધ જોડાય જશે. પણ એવું થવું ઘણું મુશ્કેલ દેખાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.