હું 25 વર્ષની નવ પરિણીત છું. છેલ્લા છ મહિનાથી નિયમિત સમાગમ કરીએ છીએ પરંતુ પતિથી ખાસ આંનદ નથી મળતો..

અન્ય

હું ૧૮ વરસની છું. માસિક નજીક આવે ત્યારે મારો સ્વભાવ ચીડચીડો બને છે. બહારગામ જવાનું હોય ત્યારે આ સમસ્યા વધુ વકરે છે. મારું માસિક પણ અનિયમિત હોવાથી હું પ્રવાસની પૂર્વ યોજના પણ બનાવી શકતી નથી. માસિક લંબાવી શકાય એવી કોઈ પદ્ધતિ છે ખરી?

પ્રોજેસ્ટોરોન ગોળીઓ લઈને તમે તમારું માસિક લંબાવી શકો છો. આ બાબતે તમારા ડૉક્ટરનો સંપર્ક કરી યોગ્ય દવા લો. આ દવા માસિક આવે એના પહેલા છ-સાત દિવસ પૂર્વે શરૂ કરવી પડે છે. અને પ્રવાસ પૂરો થાય ત્યાં સુધી ચાલુ રાખવી પડે છે. ગોળી બંધ કર્યાંના સાત દિવસ પછી માસિક આવે છે. આ ઉપરાંત તમારે તમારા અનિયમિત માસિકની સમસ્યા માટે ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે.

મારા બન્ને પગમાં સતત દુ:ખાવો રહે છે. ખાસ કરીને રાત્રે આ દુ:ખાવો અસહ્ય હોય છે. આ કારણે મને બેચેનીનો અનુભવ થાય છે. અને આખી રાત આમતેમ પગ ફેરવીને પસાર કરું છું. યોગ્ય માર્ગદર્શન આપશો. એક બહેન નડિયાદ

તમને ‘રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ’ હોવાની શક્યતા છે. આ સમસ્યાથી પીડાતા લોકોને પગમાં તીવ્ર ઉત્તેજના થાય છે અને પગ આમ-તેમ ફેરવે નહીં ત્યાં સુધી રાહત મળતી નથી. કેટલાક આ સમસ્યા પર જળ ચિકિત્સાનો ઉપાય અજમાવે છે. બન્ને પણ વારા ફરતી ઠંડા અને ગરમ પાણીમાં નાખી પગ સુધી પહોંચતા રક્ત અને વાયુ સંબંધી આપૂર્તિને સુધારી શકાય છે. આ ચિકિત્સાથી થોડો આરામ મળે છે. આ ઉપરાંત ડૉક્ટરની સલાહ લઈ વિટામીનની દવાઓ લઈ શકાય છે. આ સમસ્યા મોટે ભાગે મધ્યમ વયની મહિલાઓમાં ચિંતા, ટેન્શન, લો-બ્લડ પ્રેશર તેમજ ખરાબ રક્ત જેવા કારણોને લીધે જોવા મળે છે. તમે સંતુલિત આહાર લેવાનું રાખો. તેમજ નિયમિત વ્યાયામ કરી માનસિક તાણથી દૂર રહો.

મેં સે*ક્સના ઉપકરણો વિશે ઘણું સાંભળ્યું છે. એ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? એક બહેન ગુજરાત

સે*ક્સ ઉપકરણો સે*ક્સ ટોયસ નામે પણ ઓળખાય છે. વર્ષોથી તેનો ઉપયોગ થાય છે. છેલ્લા કેટલાક વરસમાં તેનું મશીનીકરણ થઈ ગયું છે. સિન્થેટીક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી માન્ય લિંગ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સ્ટીમ્યુલેટર વાઈબ્રેટર્સ તેમજ સે*ક્સ ઉપકરણો પણ મોજુદ છે. પરંતુ આવા ઉપકરણો વાપરવા કરતા પ્રાકૃતિક રૂપે સે*ક્સ માણવું યોગ્ય છે. એકલા હો તો તમે હસ્તમૈ-થુનનો સહારો લઈ શકો છો. સે*ક્સ ટોયસનો ઉપયોગ ડૉક્ટરની યોગ્ય સલાહ લીધા પછી જ કરવો જોઈએ.

હું ૪૧ વરસની છું. મારા લગ્નને ૧૩ વર્ષ થયા છે. અમારા ત્રણ સંતાન છે. મારી યોનિમાં સતત ખંજવાળ આવે છે. ડૉક્ટરોએ ઇન્ફેકશન હોવાનું કહ્યું હતું. સં-ભોગ દરમિયાન મારા પતિના લિંગની ઉપરી ચામડી છોલાઈ જાય છે. જેને કારણે તેમને દરદ થાય છે. કંડોમ વાપરવાથી પણ આ તકલીફ રહે છે. શું મારી યોનિના ઇન્ફેકશનને કારણે તેમને આમ થતું હશે? એક મહિલા મુંબઈ

તમને ઇન્ફેકશન થયું હોવાની શક્યતા છે. આ સમસ્યાનો સમયસર ઇલાજ થાય નહીં તો આ સમસ્યા વકરી શકે છે. આ દરમિયાન શારીરિક સંબંધ સ્થાપિત કરવામાં આવે તો તમારા પતિને આ ઇન્ફેકશનનો ચેપ લાગી શકે છે.પરંતુ તમારા પતિની સમસ્યા સે*ક્સ સંબંધી હોય એમ લાગતું નથી. આ માટે તેમણે સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ લેવાની જરૂર છે તેમજ તમારે કોઈ ગાયનેકોલોજીસ્ટની સલાહ લઈ ઇલાજ કરાવવાની જરૂરી છે. ઇલાજ પૂર્ણ થયા પછી ડૉક્ટરની સલાહ લીધા પછી જ યૌન સંબંધ ચાલુ કરવાની સલાહ છે.

હું ૩૮ વર્ષની છું. મારા લગ્નને ૧૭ વર્ષ થયા હોવા છતાં પણ મને સંતાન સુખ લાભ્યું નથી અમારા બંનેના રિપોર્ટ નોર્મલ આવ્યા છે. અમારામાં કોઈ ખામી નથી. અમે ઘણા ઉપાયો કર્યા પરંતુ અમને સંતાન થતા નથી. મારી બહેનપણીની સલાહ માની મેં મારા પતિ સિવાય અન્ય પુરુષો સાથે શરીર સુખ માણવાનું શરૂ કર્યું છે. પરંતુ હજુ સુધી એનું પરિણામ મળ્યું નથી. ઇચ્છા ન હોવા છતાં પણ સંતાનની આશાએ હું પર પુરુષો સાથે સંબંધ રાખું છું. મારી બહેનપણી આવા પ્રયોગમાં સફળ થઈ હોવાથી મને પણ આશા જન્મી છે. શું આ કારણે એઇડ્સ થવાની શક્યતા છે ખરી? શું આમાં મને સફળતા મળશે ખરી? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. – એક મહિલા (અમદાવાદ)

શું તમે કોઈ નિષ્ણાત ગા’યનેકોલો’જિ’સ્ટ પાસે આ માટે જરૂરી એવી બધી તપાસ કરાવી છે? સંતાનની આશા સૌને હોય છે પણ આ માટે આવો અનૈતિક માર્ગ અપનાવવો યોગ્ય નથી. તમારા નસીબમાં સંતાન નહીં હોય તો તમે ગમે તેટલા પુરુષો સાથે સંબંધ બાંધશો તો પણ તમને સંતાન થશે નહીં અને તમારામાં જ કોઈ ખામી હશે તો આ પ્રયોગ પણ સફળ થશે નહીં. આમ કરી તમે તમારા પતિનો વિશ્વાસઘાત કરી રહ્યા છો. અને કાલ ઊઠીને કોઈ બીજા પુરુષ દ્વારા તમને સંતાન થશે અને તમારા પતિને તમારા પર શક જશે અને આ સંતાન તેમનું નથી એ વાત સાબિત થશે તો તમારું અને તમારા બાળકનું ભવિષ્ય અંધકારમય બની જશે અને લગ્નેતર સંબંધ બાંધવાને કારણે એઇડ્સનું પણ જોખમ છે. આ ઉપરાતં આમ કરવાથી તમારા ચારિત્ર પર લાંછન લાગવાની શક્યતા છે. આથી આ પ્રયોગ છોડી કોઈ સારા ડોક્ટરની સલાહ લો અને ઉપચાર કરાવો આજે તો વિજ્ઞાાને ઘણી પ્રગતિ કરી છે. ટેસ્ટ ટયૂબ બેબી જેવી પદ્ધતિ વિશે ડોક્ટર સાથે ચર્ચા કરો. આમ કરવા છતાં પણ સફળતા ન મળે તો કોઈ બાળક દત્તક લો પરંતુ પર પુરુષો સાથે સંબંધ બાંધવાનું બંધ કરો અને તમારા પતિને વફાદાર રહો.

હું ૨૧ વર્ષનો છું. મને એક છોકરી સાથે પ્રેમ છે. અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. પરંતુ તે મારાથી ચાર વર્ષ મોટી છે તે નાજુક હોવાથી આ તફાવત જણાતો નથી. અમને વાંધો નથી પણ સમાજમાં કે લગ્ન જીવનમાં વાંધો આવી શકે ખરો? મારા પ્રશ્નનો જવાબ આપવા વિનંતી. – એક યુવક

ચાર વર્ષનો તફાવત બહુ ન કહેવાય. તમને બંનેને વાંધો ન હોય અને તમે બંને એકબીજાને અનુકૂળ થઈ શકતા હો તો લગ્ન કરવામાં વાંધો નથી. સાત-આઠ વર્ષ કે એકાદ દાયકા જેટલો તફાવત હોય તો પાછળથી લગ્નજીવનમાં તકલીફ થવાની શક્યતા છે. પરંતુ તમારી વચ્ચેનો તફવાત આટલો ન હોવાથી કોઈ વાંધો આવે તેમ નથી. તમારા લગ્નજીવન કે સે*ક્સલાઇફમાં પણ આ કારણે તકલીફ થવાની શક્યતા નથી. પત્ની મોટી હોય એવા ઘણા કિસ્સા મળી આવશે. લગ્નજીવનની સફળતા માટે પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને સમાધાન કરવાની વૃત્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમારા બંનેના પરિવારને વાંધો નહીં હોય તો લગ્ન કરવામાં વાંધો નથી. પરંતુ મારી સલાહ છે કે તમારી ઉંમર ઘણી નાની છે. આથી થોડા વર્ષ રાહ જુઓ. આ પછી તમને લાગે કે તમે લગ્નની જવાબદારી ઉપાડી શકવા આર્થિક રીતે પગભર છો અને આ યુવતી જ તમારે માટે યોગ્ય છે તો આગળ વધો.

હું પરિણીત યુવક છું. સં-ભોગ સમયે મને તરત જ વીર્ય સ્ખલન થાય છે. આથી સં-ભોગમાં આનંદ મળતો નથી યોગ્ય ઉપાય દર્શાવવા વિનંતી.- એક પુરુષ (મોરબી)

તમારી સમસ્યા સામાન્ય છે. આ પ્રકારની સમસ્યાથી ઘણા લોકો પીડાય છે. આથી ચિંતા કરવાની જરૂર નથી. વાત્સાયનના કામસૂત્રમાં શીધ્ર પતનની તકલીફ કહી છે. આમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા મદદરૂપ થઈ શકે છે એમ પ્રખ્યાત સે*ક્સોલોજિસ્ટનું કહેવું છે. આ ઉપરાંત આ તકલીફથી પીડાતા લોકોએ પહેલાં તેમની પત્નીને સંતોષ આપી દીધા પછી સમાગમ કરવો. અગત્યની વસ્તુ સંતોષ છે સં-ભોગ નહીં એ વાત ધ્યાનમાં રાખવી.

હું ૨૫ વરસની નવ પરિણીત છું. છેલ્લા છ મહિનાથી અને નિયમિત સે*ક્સ કરીએ છીએ પરંતુ મને ચરમ સુખનો અનુભવ થતો નથી. આ વિશે વિસ્તુત માહિતી આપવા વિનંતી. એક યુવતી સુરત

ઘણી મહિલાઓને આ સમસ્યા સતાવે છે, પરંતુ ચરમ સુખને સમજવું તેમજ તેને સમજાવવાનું કામ મુશ્કેલ છે. સં-ભોગ દરમિયાન ઘણી મહિલાઓને આ અનુભવ થાય છે, પરંતુ ઘણી મહિલાઓને આ અનુભવ થતો નથી, પરંતુ આનો સંબંધ સફળ સે*ક્સ સાથે નથી. ક્યારેક વધુ સમય સુધી હસ્ત મૈ-થુન કરવાથી પણ આ અનુભવ થાય છે. દર વખતે સે*ક્સ દરમિયાન આ અનુભવ થવો આવશ્યક નથી. આ એક એવી અનુભૂતિ છે જે સમયે અને પ્રેક્ટિસથી જ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *