હું ૩૯ વર્ષની પરિણીત મહિલા છું. પતિ ની ગેરહાજરી માં તેનો મિત્ર ઘરે આવી અને મારી સાથે…

અન્ય

પ્રશ્ન: મારી ઉંમર ૪૫ વર્ષની છે અને મારું માસિક હવે અનિયમિત થઈ ગયું છે. થોડા અઠવાડિયાં પહેલાં છાતી અને પીઠમાં ડાબી બાજુ દુખાવો થયો હતો. ડોક્ટરે જોયા પછી ઈ.સી.જી. કરાવ્યો હતો અને કહ્યું હતું કે આઇ.એચ.ડી. સાથે એલ.બી.બી.બી. પણ છે.ત્યારથી આના માટે દવાઓ પણ લઈ રહી છું, પરંતુ આઈ.એચ.ડી. અને એલ.બી.બી.બી.નો શું અર્થ થાય છે અને તે કેવી રીતે દૂર કરી શકાય છે તે વિશે હું જાણતી નથી. શું માસિકની અનિયમિતતા સાથે તો આનો કોઈ સંબંધ નથી ને ? એક સ્ત્રી (કલોલ)

ઉત્તર: આઈ.એચ.ડી. ઇસ્કેમિક હાર્ટ ડિસિઝ અને એલ.બી.બી.બી. લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોક નામની હૃદયરોગ દર્શાવનારી ટેક્નિક છે. જેનો માસિક સાથે કોઈ સંબંધ નથી. ઇસ્કેમિક હાર્ટ ડિસિઝ હૃદયના સ્નાયુઓને પોષણ આપનારી કોરોનરી ધમનીઓમાં સંકોચન થવાથી ઉદ્ભવે છે. આનાથી એન્જાઈનાનો દુખાવો થઈ શકે છે અને બેદરકારી રાખવાથી હૃદયરોગનો હુમલો પણ આવી શકે છે.આ રોગથી છુટકારો મેળવવા માટે ઉચિત એ રહેશે કે તમે કોઈ હૃદયરોગ નિષ્ણાતની દેખરેખ હેઠળ તમારું સંપૂર્ણ ચેકઅપ કરાવો જેથી રોગની ગંભીરતા બરાબર સમજી શકાય. યોગ્ય સારવાર માટે તમારે તમારી લાઇફ સ્ટાઇલ બદલવા પર પણ ધ્યાન આપવું જોઈએ. ખાવાપીવામાં જરૂરી ફેરફાર, હૃદયની અવસ્થા ધ્યાનમાં રાખીને શારીરિક કસરત, તાણ ઘટાડવા માટે યોગ્ય મનોરંજન તથા બી.પી. અને બ્લડ શુગર પર સતત ધ્યાન આપવું લાભદાયક બને.લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોક એ હૃદયના સ્નાયુઓમાં રહેલી સ્વાભાવિક લય પ્રક્રિયામાં ઊભો થયેલો વિશેષ અવરોધ છે. આ ઘણા કારણસર ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ એક શક્યતા એવી પણ છે કે આઇ.એચ.ડી.નો જ ભાગ હોય અને કોઈ પણ સમયે હૃદયના સ્નાયુઓને ઈજા પહોંચાડવાથી ઉત્પન્ન થયો હોય. રજો નિવૃત્તિનો સમય નજીક આવે ત્યારે ઇસ્કેમિક હૃદયરોગ થવાની શક્યતા વધી જાય છે. તેથી તમારા માટે એ ખૂબ જરૂરી છે કે તમે તમારા રોગ પ્રત્યે સજાગ રહો અને તેને વકરવા ન દો. ઉપરાંત તમારા ડોક્ટરને રોગ વિશે જરૂરી સવાલ પૂછવાની ટેવ પાડો જેથી તમે તમારા સ્વાસ્થ્યની વધુ કાળજી લઈ શકો.

પ્રશ્ન: શું મુખમૈથુનથી સ્ત્રી કે પુરુષના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે? અમારાં લગ્નજીવનમાં તે જાતીય સુખનો એક ભાગ બની ગયું છે. આથી મને ખૂબ ડર લાગે છે.
એક પુરુષ (સુરત)

ઉત્તર: જો પતિ-પત્ની વ્યક્તિગત સ્વચ્છતા જાળવે અને આ માટે બન્ને સ્વીકૃતિ હોય, તો મુખમૈથુન કરવામાં કોઈ વાંધો નથી.

પ્રશ્ન: હું ૧૮ વર્ષની નિરોગી યુવતી છું. મને એક વાતની ચિંતા છે કે, મારી બીજી બહેનપણીઓની જેમ મને માસિકસ્ત્રાવના સમય દરમિયાન દુખાવો થતો નથી. સ્ત્રાવ પણ ખાસ થતો નથી. ‘જોકે દર મહિને માસિક સ્ત્રાવ નિયમિત થાય છે. મારી બા સાથે તે અંગે ચર્ચા કરી તો તેમનું કહેવું છે કે, દુખાવો ન થવો એ સારું લક્ષણ છે, પરંતુ મને એવું લાગે છે કે મારામાં કંઈક ખામી છે. લગ્ન પછી મને કોઈ મુશ્કેલી તો નહીં થાયને?

ઉત્તર: તમારા બાએ તમને સાચી જાણકારી આપી છે. માસિક સ્ત્રાવ વખતે પીડા ન થવી, એ કોઈ સમસ્યા નથી, પીડા થાય તો જ માસિક સ્ત્રાવ યોગ્ય રીતે આવે છે એવું નથી. તમને પીડા નથી થતી, તે સારું છે.

પ્રશ્ન: હું ૩૯ વર્ષની પરિણીત મહિલા છું. હું અને મારા પતિ અમારી બંનેની નોકરીના કારણે જુદાં જુદાં શહેરમાં રહીએ છીએ. તેઓ માત્ર મહિને બે મહિને જ આવી શકે છે. આ દરમિયાન એક દિવસ એક ભયંકર દુર્ઘટના બની ગઈ. જેની મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી.એમની ગેરહાજરીમાં એમના એક મિત્ર અમારા ઘરે આવ્યા અને મારી સાથે બળજબરી કરી. હું ત્યારથી ઘણી દુ:ખી છું. મારા મનમાં વારંવાર બે પ્રકારની શંકા ઉદ્ભવે છે. પહેલી એ કે ક્યાંક આ દુર્ઘટનાના કારણે મને એઇડ્સ ન થઈ જાય અને બીજી એ કે શું મારે આ અંગે મારા પતિને તમામ વાત જણાવી દેવી જોઈએ.મને ડર લાગે છે કે ક્યાંક મારા પતિને આ વાત જણાવી દેવાથી મારું ઘર તૂટી ન જાય. જોકે હું શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છું અને આ ઘટના બન્યાંને લગભગ એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. એક પરિણીતા (ગાંધીનગર)

જવાબ: આ પ્રકારની એકવારની દુર્ઘટનાથી એચ.આઈ.વી.નો ચેપ લાગવાની આશંકા ઘણી ઓછી છે. તેમ છતાં તમારી શંકાનું સમાધાન કરવાનો એક રસ્તો એ છે કે તમે કોઈ મોટા સરકારી દવાખાનામાં અથવા પ્રાઇવેટ ક્લિનિક લેબોરેટરીમાં જઈને એચ.આઈ.વી. માટે બ્લડ ટેસ્ટ કરાવી લો. આ તપાસ સંપૂર્ણપણે ગુપ્ત રીતે કરવામાં આવે છે. એનું પરિણામ તમે એજ દિવસે અથવા બીજા દિવસે મેળવી શકો છો. આ સાથે તમારે તમારી સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવા પડશે, જેથી બીજીવાર આવી દુર્ઘટના ન બને. જો તમારા પતિની અને બાળકોની ગેરહાજરીમાં કોઈ પારકો પુરુષ તમારા ઘેર આવે તો એનું સ્વાગત કરવાના બદલે બહારથી જ વિદાય કરી દો. દુર્ઘટનાને એટલો સમય પસાર થઈ ગયો છે કે એને એક ખરાબ સ્વપ્ન માનીને ભૂલી જવામાં જ બધાની ભલાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *