ચાલુ મેચ માં એવું તો શું થયું કે ધનશ્રી વર્મા તેના આંસુ ના રોકી શકી…

મનોરંજન

ચહલે લીધી સિઝનની પહેલી વિકેટ : વિરાટ કોહલીની કપ્તાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમી રહેલા ચહલે રવિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ મેચમાં 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી હતી. જેમાં યુજવેન્દ્ર ચહલે સિઝનની પહેલી વિકેટ લીધી હતી.

ઇમોશનલ થઇ ગઇ ધનશ્રી વર્મા : યુજવેન્દ્ર ચહલે જેવી પહેલી વિકેટ લીધી સ્ટેડિયમમાં રહેલી તેની વાઇફ ધનશ્રી વર્મા ઇમોશનલ થઇ ગઇ અને તેની આંખમાં આંસુ આવી ગયા હતા. ધનશ્રી પોતાના આંસુઓ પર કાબૂ ન રાખી શકી. ચહલને આ સિઝનમાં વિકેટ લેવા માટે 3 મેચની રાહ જોવી પડી છે કારણકે છેલ્લી 2 મેચમાં તેને સફળતા નહોતી મળી શકી.

ધનશ્રીની તસવીર વાયરલ : કેકેઆર વિરુદ્ધ રમતા ચહલે 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે ઓપનર નીતીશ રાણા અને અનુભવી બેટ્સમેન દિનેશ કાર્તિકને પેવેલિયન મોકલી દીધા હતા. ચહલે જેવી નીતીશ રાણાની વિકેટ લીધી કે સ્ટેડિયમમાં બેઠેલી ધનશ્રી ભાવૂક થઇ ગઇ હતી. ધનશ્રીની આ તસવીર સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *