(1) શ્વાસ લેવામાં તકલીફ : શ્વાસ લેવામાં તકલીફ પડે કે છાતીમાં ઈન્ફેક્શન કે દર્દ થાય તો આ ખતરાનો સંકેત હોઈ શકે છે. કોરોના વાયરસ એક રેસ્પિરેટરી ઈન્ફેક્શન છે અને વાયરસ શરીરમાં અપર ટ્રેક્ટમાં હેલ્ધી સેલ્સ પર હૂમલો કરે છે. પરિણામે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તેને જીવનું જોખમ રહે છે.
(2) ઓક્સીજન લેવલ : કોરોના સંક્રમિત થાો તો ઓક્સીજન લેવલ પર નજર રાખવી જરૂરી છે. કોરોના પોઝિટિવ દર્દીના ફેફસાના એરબેગમાં ફ્લૂડ ભરાઈ જાય છે અને શરીરમાં ઓક્સીજન લેવલની ખામી આવે છે. આમ જોવા મળે તો દર્દીને તરત જ હોસ્પિટલમાં શિફ્ટ કરી લેવા જોઈએ.
(3) બેભાન થવું કે બ્રેન ફંક્શનમાં તકલીફ : અનેક એવા કેસ સામે આવ્યા છે જેમાં કોરોના સંક્રમિત દર્દીના બ્રેન ફંક્શનમાં અને નર્વસ સિસ્ટમને પ્રભાવિત થયા હોવાનું સામે આવ્યું છે. અનેક દર્દીમાં કન્ફ્યુઝન, આળસ, બેચેની અને બેહોશીના લક્ષણો જોવા મળે છે. એક્સપર્ટ કહે છે કે જો કોઈ દર્દીને સરળતાથી કામ કરવામાં ફરિયાદ આવી રહી છે તો કે પછી બોલવામાં મુશ્કેલી આવે છે તો તેને તરત હોસ્પિટલમાં એડમિટ કરી લેવો જોઈએ.
(4) છાતીમાં દર્દ : છાતીમાં કોઈ પણ પ્રકારનું દર્દ થાય તો તેને ભૂલથી પણ ઈગ્નોર ન કરશો. સાર્સ- કોવ2ના અનેક કેસમાં ફેફસાની મ્યૂકોસલ લાઈનિંગ પર એટેક કરાય છે અને માટે છાતીના આ ભાગમાં દર્દીને દર્દ અને બળતરા પણ અનુભવાય છે. આવી ફરિયાદ હોય તો તમારે દર્દીને તરત હોસ્પિટલ લઈ જવા જોઈએ.
(5) હોઠ ભૂરા પડી જવા : કોરોના પોઝિટવ વ્યક્તિના હોઠ અને ચહેરા પર ભૂરાશ આવે છે. આ સમયે શરીરમાં ઓક્સીજન લેવલ પ્રભાવિત થવાના સંકેત તમે મેળવી શકો છો. તેને હાઈપોક્સિયા કહેવાય છે. તેમાં ટિશ્યૂને ઓક્સીજન મળતો નથી અને તેના કારણે બોડી સારી રીતે ફંક્શન કરી શકતી નથી.
જાણો શું છે સામાન્ય લક્ષણો
તાવ આવવો, ખાંસી થવી, ગળામાં ખારાશનો અનુભવ, નાક વહેવું, શરીર દુઃખવું, સાંધામાં દુઃખાવો થવો, સ્મેલ અને સ્વાદ ગાયબ થઈ જવા. આ પ્રકારના લક્ષણો દર્દીમાં હોય તો તેમને હોમ ક્વોરન્ટાઈન થવાની સલાહ અપાય છે. જો સ્થિતિ ગંભીર લાગે તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
ક્યારે હોસ્પિટલ ન જવું : જો તમને કોરોનાના સામાન્ય લક્ષણ હોય તો તમે હોસ્પિટલના બદલે ઘરે જ હોમ ક્વોરન્ટાઈન થઈ શકો છો. આ સિવાય તમને સામાન્ય તાવ, ડાયરિયા, થાક કે કોઈ અન્ય લક્ષણો હોય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી.
ઘરમાં રાખો ખાસ સાવધાની : ઘરમાં ક્વોરન્ટાઈન થતા પેશન્ટની સાથે ઘરમાં રહેતા તમામે માસ્ક પહેરવું અને સાથે કોરોનાના સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું ખાસ પાલન કરવું, સાથે સેનેટાઈઝિંગ અને હાથ ધોવાની પ્રક્રિયાને પ્રાધાન્ય આપવું.