રોજ આ રીતે થોડાં અખરોટ ખાઈ લો, પાચનથી લઈ કેન્સર અને હાર્ટ ડિસીઝ જેવા રોગોથી હમેશા બચીને રહેશો

હેલ્થ

અખરોટ સ્વાસ્થ્યની દ્રષ્ટીએ ઘણાં જ લાભદાયક માનવામાં આવે છે. અખરોટમાં ફાઇબર, વિટામિન બી, મેગ્નેશિયમ, અને એન્ટી ઓક્સિડેન્ટ્સની અધિક માત્રા હોય છે. જે વાળ અને ત્વચાને નિખારે છે. અખરોટમાં ઓમેગા ફેટી એસિડ હોય છે અને તે અસ્થમા, અર્થરાઇટિસ, ત્વચાની સમસ્યાઓ, એક્ઝિમા અને સોરિયાસિસ જેવી બિમારીઓ સામે રક્ષણ આપે છે. અખરોટના ઘણા ફાયદા છે ત્યારે આજે અમે તમને જણાવીશું કે અખરોટને શા માટે અને કેવી રીતે ખાવા જોઈએ.

Advertisement

આ રીતે ખાઈ શકો

15 ગ્રામ અખરોટ લઈ તેને દૂધમાં ઉકાળો, ઉકાળ્યા બાદ દળેલી સાકર મેળવો (ખાંડ ન નાખવી), ત્યારબાદ બે-ચાર દાણા કેસર ઉમેરી ઉકાળો, પછી નવશેકું થાય ત્યારે સેવન કરો.

અખરોટ ખાવાના ફાયદા

અખરોટને સામાન્ય રીતે બ્રેઈન ફૂડ પણ કહેવાય છે જે મગજના કોષોને સતેજ રાખે છે. અખરોટમાં રહેલું મ્લાટોનિન નામનું તત્વ વ્યક્તિને અનિદ્રાની સમસ્યાથી પણ બચાવે છે અને સારી ઊંઘ આવે છે. આમ અખરોટ નિયમિત ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે તે ઘણું આશીર્વાદરૂપ છે.

એજિંગ રોકે છે

અખરોટમાં ભરપૂર માત્રામાં વિટામિન બી હોવાથી તે સ્કિન માટે પણ ખૂબ જ સારું છે. વિટામિન બી સ્ટ્રેસ અને મૂડ સ્વિંગ્સમાં ખૂબ જ મદદરૂપ પુરવાર થાય છે. સ્ટ્રેસને કારણે સ્કિન પર કરચલી પડે છે, જેને કારણે ઊંમર મોટી દેખાય છે. અખરોટમાં વિટામિન બી અને ઈ હોવાથી એજિંગ પ્રોસેસને સ્લો કરી દે છે.

વાળ માટે લાભકારી

અખરોટમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. અખરોટમાંથી મળતા એન્ટીઓક્સિડન્ટ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અખરોટમાં બાયોટિન (વિટામિન B7) હોય છે જ વાળની મજબૂતી વધારે છે, હેરફોલ ઘટાડે છે અને વાળનો ગ્રોથ ઝડપી બનાવે છે.

ડાયાબિટીસ

અખરોટ ખાવાથી ટાઈપ 2 ડાયાબિટિસનું જોખમ ઓછું થાય છે. શુગરના દર્દીઓ માટે આ ડ્રાયફ્રૂટ ખૂબ જ ફાયદાકારક છે. અખરોટમાં રહેલી ફેટ્સ ઈન્સ્યુલિન માટે ઘણી ફાયદાકારક હોય છે.

પાચન માટે વરદાન

જો તમને પેટને લઈને સમસ્યા રહેતી હોય તો પણ અખરોટ ખૂબ જ ફાદાકારક છે. આંતરડાને હેલ્ધી રાખવા માટે ફાઈબર ખૂબ જ જરૂરી છે. જેથી અખરોટમાં ફાઈબર અને પ્રોટીન મળી રહે છે. અખરોટ ખાવાથી પાચનતંત્રને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને આંતરડા સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

કેન્સર માટે લાભકારી

અખરોટમમાં એન્ટીઓક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં રહેલા ઓમેગા 3, ફિનોલિક તત્વો, સેલેનિયમ જેવા મિનરલ્સ કેન્સર થતું અટકાવે છે. સાથે જ કેન્સર જેવા ગંભીર રોગ સામે રક્ષણ પણ કરે છે.

હાર્ટ માટે

અઠવાડિયામાં ત્રણ વાર અખરોટ ખાવાથી તમે લાંબું અને સ્વસ્થ જીવન જીવી શકો છો. અખરોટના અનેક ફાયદા છે. અખરોટમાં રહેલાં તત્વો હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.