બદામમાં અઢળક ગુણ રહેલા છે જે આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બદામમાં ફાઇબર, પ્રોટીન, ફેટ, વિટામિન E, મેગ્નેશિયમ હોય છે. આ સિવાય તેમાં કોપર, વિટામિન B2 તથા ફોસ્ફરસ પણ હોય છે. પરંતુ ઘણાં લોકો એવા છે જેમને બદામ ખાવાથી ગંભીર નુકસાન થાય છે. ચાલો જાણીએ.
આજકાલ ઘણાં લોકોને બીપીની સમસ્યા હોય છે. તો આવા લોકોએ બદામ ન ખાવી જોઈએ. કારણ કે હાઈ બીપીના દર્દીઓએ બીપી કંટ્રોલ કરવા માટે દવાઓ લેવી પડે છે. એવામાં બદામનું સે-વન તેમના માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
બદામમાં ઓક્સલેટ હોય છે. જે લોકો પિત્તાશયમાં કે કિડનીમાં પથરીની સમસ્યાથી પરેશાન છે તેમણે બદામ ખાવી નહીં, કારણ કે તેમાં રહેલાં ઓક્સલેટથી આડઅસર થઈ શકે છે.
ઘણા લોકોને પાચનની સમસ્યા હોય છે. જો તમને પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો બદામ ખાવાનું બંધ કરી દો. કારણ કે બદામ પ્રોટીન અને વિટામિનથી ભરપૂર હોય છે. જેના કારણે તમને તેને પચાવવામાં વધુ તકલીફ થઈ શકે છે. આ સિવાય જે લોકોને એસિડિટીની સમસ્યા હોય છે તેને તે ન ખાવા જોઈએ, તેમણે પણ બદામ ન ખાવી. તેમાં ફાઈબર વધુ હોય છે, જેના કારણે ગેસની સમસ્યા થઈ શકે છે.
જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમણે બદામ ન ખાવી જોઈએ. કારણ કે બદામમાં કેલરી અને ફેટ હોય છે. જેથી તેનું રોજ સેવન કરવાથી તમારું વજન ઘટવાની જગ્યાએ વધી શકે છે.