ઑક્સીજન લેવલ વધારવા માટે 100% અસરકારક છે આ ઘરેલું ઉપચાર,આયુર્વેદિક ડોકટરે આપ્યો

હેલ્થ

હાલમાં કોરોના મહામારી વકરી રહી છે, તેમજ જેના પરિણામેં ઠેર ઠેર હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે. જ્યાં ત્યાં લોકોને એમ્બ્યુલન્સમાં કે દાદરા ઉપર રાખીને કે હોસ્પિટલમાં નીચે સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ઘરે બેઠા જ કોરોના સામે રક્ષણ મેળવી શકાય અને આપણું ઓક્સીજન લેવલ વધારી શકાય તેવા ઉપાયો શોધવા જોઈએ .

અમે આ લેખમાં ઘરે બેઠા જ ઓક્સીજન લેવલ કેવી રીતે વધારી શકાય તેના ઉપાયો બતાવીશું. આપણા આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે આ પદ્ધતિ અપનાવીને ઓક્સીજન લેવલ વધારી શકાય છે.

આ આપણા આજની સ્થિતિએ જોતા કોરોનાની સ્થિતિ વકરેલી છે, જેના પરિણામે પૂરતા ઓક્સીજન લેવલ ઘટતા મુશ્કેલી સર્જાઈ શકે છે. આ માટે આજના નિષ્ણાત આયુર્વેદિક ડોકટરો દ્વારા જે સલાહ આપવામાં આવે છે. જે અહીયા ઉપયોગમાં લેવામાં આવે છે. રાજકોટના ખ્યાતનામ ડોક્ટર ગૌરાંગ જોશી દ્વારા ઓક્સીજન લેવલ આ અછતના સમયે ઘરે જ કેવી રીતે વધારી શકાય તે જણાવવામાં આવ્યું છે.

ઘરેલું ઉપચાર દ્વારા ઓક્સીજન લેવલ વધારવા માટે કપૂરની ગોળી, 1 ચમચી રાઈ, અડધી ચમચી મીઠું, તેમાં અજમો અને તુલસીના પાન તેમજ લવિંગ આ વસ્તુને ભેગી કરીને તેને ખાંડીને પોટલી બનાવી તેનાથી શ્વાસ લેવાથી નાક અને શ્વાસ નળી સાફ થાય છે. જેથી ઓક્સિજન લેવલ વધે છે અને ઊંચું જાય છે. આ તમારું ઘટેલું ઓક્સીજન લેવલ 88-89 હશે તે આ ઉપાય કરવાથી તમારું સામાન્ય ઓક્સીજન હશે તે પ્રમાણે 96-97 થઈ જાય છે.

ઑક્સીજન લેવલ વધારવું : આજની સ્થિતિમાં કોરોનામાં 30 થી 35 વર્ષના દર્દીઓ પણ ગંભીર બનવા લાગ્યા છે અને તેમનું ઓક્સીજન લેવલ ઘટવાની સમસ્યા થઇ છે. હાલના સમાચારોમાં 40 ટકા દર્દીઓનું ઓક્સીજન લેવલ ઓછુ થવાના અહેવાલો આવે છે. જયારે બીજી બાજુ ઇન્જેક્શનની પણ ખેંચ વર્તાય છે, ગંભીર સ્થિતિના દર્દીને જ ઓક્સીજન અપાય છે. માટે હવે લોકો આયુર્વેદના સહારે પ્રયોગો કરવા લાગ્યા છે.

અમે જે બીજો બતાવીએ છીએ જેને આયુર્વેદમાં નસ્ય પ્રયોગ કે નાસ પદ્ધતિ કહેવામાં આવે છે, જેમાં નાક વાટે ઔષધિઓની ગરમ વરાળ લેવામાં આવે છે અને જેનાથી નાક, શ્વાસ નળી અને ફેફસાનો કફ બહાર નીકળી જતા શ્વસન ક્રિયા ઝડપથી થાય છે અને ઓક્સીજન લેવલ વધે છે.

આ પદ્ધતિમાં તમારે એક અજમાના પાંદડા લેવાના છે, રાઈ, સાથે સુંઠ અને લવિંગ, મીઠું અને ફુદીનાના વગેરે લઈને તેની એક બે ગ્લાસ પાણીમાં ગરમ કરો. જ્યારે તેમાંથી વરાળ નીકળે ત્યારે તે વરાળ મો અને નાક વડે લો. જેનાથી ગળામાંથી અને નાકમાંથી અડચણ રૂપ કફ બહાર નીકળી જાય છે અને શ્વાસ સરળતાથી લઈ શકીએ છીએ જેથી ઓક્સિજન લેવલ વધે છે.

આ સિવાય અનેક ઉપાયો જેનાથી ઓક્સીજન લેવલ વધારી શકાય છે. જેમાં આપણે કુદરતી રીતે કસરતો કરીને ફેફસાની સફાઈ કરી શકીએ છીએ. ફેફસાની સફાઈ કરવામાં પતંજલિના યોગશાસ્ત્રમાં પણ ઉપાય બતાવવામાં આવ્યા છે, જેમાં અનુલોમ, વિલોમ, કપાલ ભાતી, પ્રાણાયામ જેવા પ્રયોગો કરવાથી ફેફસાની સફાઈ થાય છે. જેનાથી ફેફસામાં રહેલા કફને બહાર કાઢવામાં સરળતા રહે છે. જે શ્વાસ લેવાથી પુરતો ઓક્સીજન મેળવી શકીએ છીએ.જેનાથી ઓક્સીજન લેવલ વધે છે.

ઑક્સીજન : પ્રોનિંગ થેરાપી દ્વારા પણ ઓક્સીજન લેવલ વધારી શકાય છે. જેમાં આપણે દર્દીને ઉંધા સુવડાવવામાં આવે છે, થોડો સમય સુધી ઉંધા સુવ્દાવવાથી દર્દીનું પેટ અને ફેફસા દબાણમાં આવે છે જેનાથી કફ છૂટો પડે છે અને બાદમાં પડખે સુવડાવવાથી તે પદ્ધતિ કાર્ય કરે છે. આ પ્રયોગો થોડા થોડા અંતરે ચાલુ રાખવાથી શ્વાસોચ્છવાસની ક્રિયા ઉત્તમ બનતા ઓક્સીજન લેવલ વધે છે.

આ સિવાય પુષ્કળ માત્રામાં પાણી પીવું. પાણીમાં ઓક્સીજન હોય છે, પાણી પીવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને શરીરમાં સ્ફૂર્તિ વધે છે. શરીરમાં ભરપુર માત્રામાં પાણી પીતા રહેવાથી ફેફસા સહીત બધા જ અંગો કાર્યરત થાય છે. જેનાં લીધે ઓક્સીજન લેવલ વધે છે.

આ સિવાય ફેફસાની સફાઈ માટે અને ઓક્સીજન લેવલ વધારવા માટે વ્યાયામ અને કસરત જરૂરી છે, માટે ખુલ્લા સ્થળે ફરો અને દોડો. આ પદ્ધતિને એરોબિક એકસરસાઈઝ કહેવાય છે. દરરોજ સવારે દિનચર્યામાં આ કસરતમાં સામેલ કરો તો પણ ફેફ્સાની સફાઈ કરી શકાય છે, જેમાં ફરવા જવું, દોડવું, સાઇકલ ચલાવવી, તરવું-સ્વીમીંગ કરવું, ડાંસ અને બોક્સિંગ જેવી કસરતો કરીને ફેફસાની સફાઈ રાખી શકાય છે.

કુદરતી શ્વાસ પણ શરીરમાં જરૂરી છે. જંગલ અને વૃક્ષો વધારે હોય તેવા સ્થળે રહેલાનું પસંદ કરો. સાથે બારીબારણા ખુલ્લા રાખવા ઘરમાં પુરતો હવા ઉજાશ મળી રહે છે તો આપોઆપ ઓક્સીજન લેવલ સુધરી શકશે.

કુદરતી રીતે હવાને શુદ્ધ કરે તેવા છોડ વાવો, તુલસી, પીપળો, બામ્બુ જેવા છોડ સૌથી વધારે ઓક્સીજન આપે છે. જયારે નાના નાના છોડ પણ ઘરમાં રાખી શકાય છે જે તમારી આજુબાજુ હવાને શુદ્ધ કરશે. ઘરમાં રાખવામાં આવતા છોડ ખુબ જ ઉપયોગી થાય છે.

આ સિવાય આદુ, હળદર, ગાજર, લસણ ફુદીનો, મેથી, બીટ અને હાથલા થોરના ફીંડલા વગેરે મિક્સ કરીને તેને મિક્સરમાં નાખીને તેનો રસ પી લેવાથી ફેફસાની સફાઈ બરાબર થાય છે. ફેફસામાં રહેલા કફને આ ઔષધિઓમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણો દુર કરે છે. જેનાથી અશુધ્ધિઓ દુર થાય છે. સાથે લોહી અને હિમેગ્લોબીન પણ વધે છે. જેથી શ્વાસ બરાબર અને પુરતો લઇ શકીએ છીએ જેનાથી ઓક્સીજન લેવલ વધે છે.

લીંબુ ફેફસાની સફાઈ માટે ખુબ ઉપયોગી છે. લીંબુમાં વિટામીન-સી ના લીધે લીંબુમાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ હોય છે. જે શરીરમાં મેટાબોલીઝમને મજબુત કરે છે. આપણે વ્યસન અને બીડીના ધુમાડાની સફાઈ પણ આ લીંબુથી થાય છે. માટે સફાઈ લીંબુનો રસ પીવો જોઈએ. જેના લીધે ફેફસાની સફાઈ થતા ઓક્સીજન લેવલ વધે છે.

રાજકોટના આયુર્વેદ નિષ્ણાત ડૉ. ગૌરાંગ જોશીના જણાવ્યા અનુસાર આ તમામ ઉપાયો કોરોના સમયે ઓક્સીજન લેવલ વધારવા આ ઉપાયો ઉપયોગી છે. આ સહીત તેમણે લીંબુથી કોરોના દુર કરવાના ઉપાયો બતાવ્યા પ્રમાણે નાકમાં લીંબુના ટીપા નાખવાથી તે મોઢામાં આવે છે ત્યારે તેને થુંકી નાખવા. આ ઉપાય કરવાથી છીંકો આવે છે અને જેના લીધે કફ બહાર નીકળી જશે, જેના પરિણામે વાઇરસ નીકળી જશે.

લીંબુ, મીઠું અને હળદર પાણીમાં ગરમ કરીને તેનાથી કોગળા કરતા ગળું સાફ થાય છે. બાદમાં હળદર વાળું દૂધ પીવું. આના લીધે વાઈરસ આજુબાજુનો વાઇરસ નાશ પામશે. આ ઘરગથ્થુ ઉપચાર આપણા આયુર્વેદમાં વર્ષોથી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *