કોરોના થી બચવા માટે આ રીતે બનાવો ઉકાળો, ક્યારેય નહિ થાય શરદી, ઉધરસ, તાવ, માથાનો દુખાવો…

હેલ્થ

લોકડાઉન ખુલ્યા બાદ કોરોના બોમ્બ પણ ફુટવા તૈયાર બેઠો છે. લોકડાઉનમાં ઢીલ અપાયા બાદ, ભારતમાં કોરોના દર્દીની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, ત્યારે આવા સમયે પોતાને કોરોનાથી બચાવી રાખવા ખુબ જ મુશ્કેલ થઈ ગયું છે. આ કપરા સંકટમાં કેટલાક લોકો મધથી લઈને ગિલોય અને અશ્વગંધાની મદદથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરી રહ્યા છે. તો કેટલાક લોકો આ બધી વસ્તુઓ પર નાણાં ખર્ચ કરતા પણ વિચારી રહ્યા છે. તો આજે અમને તમને રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરે ઉકાળો બનાવવાની એક સરળ રીત જણાવી રહ્યા છે. આ ઉકાળો રોગપ્રતિકારક શક્તિ તો વધારશે જ સાથે તમારા શરીરને કોરોના સામે લડવા વધુ સારી રીતે સક્ષમ થઈ જશે.

ઉકાળો બનાવવાની રીત

4થી 5 તુલસીના પત્તા

1/2 નાની ચમચી ઈલાયચી પાવડર

1/4 નાની ચમચી કાળા મરીનો પાવડર

1 ઈંચ આદુ

3થી 4 સુકી દ્રાક્ષ

તમારી પાસે આમાંથી જે પણ ઉપલબ્ધ છે. તમે તેનો ઉપયોગ કરી ઉકાળે બનાવી શકો છો.

આવી રીતે બનાવો ઉકાળો અથવા ચા

એક નોન સ્ટીક પેક અથવા કોઈપણ ચા બનાવતા વાસણમાં બે ગ્લાસ પાણી નાખો. ત્યારબાદ આ પાણીમાં તુલસી, ઈલાયચી પાઉડર, કાળા મરી, આદુ અને સુકી દ્રાક્ષ મિક્ચરમાં મિક્ષ કરી પાઉડર બનાવી નાખો અને 15 મિનિટ સુધી ઉકળવા દો… ત્યારબાદ તેને ઠંડી થવા મુકી દો અને પછી તે ગાળીને પી લો… આમાં તમે સ્વાદ માટે ગોળ અને લીંબુનો રસ પણ મિશ્રણ કરી શકો છો.

આ ઉકાળો અથવા ચાના ઘણા ફાયદા

આ ઉકાળો અથવા ચા પાચન સુધારવાની સાથે સાથે શરીરની ગંદકી પણ દૂર કરે છે. કાળા મરી કફ દૂર કરવા માટે ઉપયોગી છે. તો તુલસી-આદુ અને ઈલાયચી પાવડરમાં બળતરા વિરોધી ફાયદાઓ છે. જ્યારે તુલસીમાં એન્ટિ-માઇક્રોબલેન્સના ફાયદાઓ છે, જે શ્વાસથી જોડાયેલા ચેપને દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી છે. દિવસમાં બે વાર આ મિશ્રણ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે અને તમને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. તમે આ ઉકાળો ઠંડી અને તાવમાં પણ પી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *