બજાજના ઈલેક્ટ્રિક સ્કૂટર ચેતકનું બુકિંગ થયું શરૂ, કિંમત જાણી ને તમે પણ ખરીદી લેશો…

અન્ય

જોકે, કંપનીએ તેનું બુકિંગ બંધ કરી દીધું હતું. પરંતુ હવે ટૂંકા સમય માટે બુકિંગ ફરી શરૂ કરવામાં આવ્યું છે. પૂજા અને બેંગ્લોરમાં અધિકૃત ડીલરો પાસેથી બજાજ ચેતકને ઓનલાઇન બુકિંગ કરી શકાશે. આ સાથે કંપનીની વેબસાઇટ પર બે હજાર રૂપિયા આપીને એડવાન્સ બુકિંગ કરી શકાશે. જો તમે બુકિંગ કેન્સલ કરાવશો તો તમને 1000 રૂપિયા જ પાછા મળશે. ભારત પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો અને મંદીના કારણે ઈલેક્ટ્રિક વાહનોનો યુગ આવ્યો છે, ત્યારે દેશની દિગ્ગજ ઓટો કંપની Bajaj Autoએ પોતાનું પ્રથમ ઈલેક્ટ્રિક સ્કૂટરનું બુકિંગ ફરી શરૂ કરી દીધું છે. આ સ્કૂટરના પ્રીમિયમ મોડલની કિંમત 1.20 લાખ રૂપિયા એક્સ શોરૂમ દિલ્હી છે. જ્યારે બજાજ ચેતક અર્બન મોડલની કિંમત હવે 1.15 લાખ રૂપિયા છે.

બજાજના આ ઇલેક્ટ્રિક સ્કૂટર 3kWh ક્ષમતા અને 4080 KW ઇલેક્ટ્રિક મોટરના બેટરી પેકનો ઉપયોગ કર્યો છે. આ સ્કૂટરમાં ટચ સેન્સિટિવ સ્વિચ, સ્માર્ટફોન કનેક્ટિવિટી, કી-લોસ સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ, ડિઝાઇનર એલોય વ્હીલ્સ સાથે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ પણ છે. સલામતીને ધ્યાનમાં રાખીને આગળના ટાયરમાં ડિસ્ક બ્રેક્સ અને પાછળના ટાયરમાં ડ્રમ બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સ્કૂટરને સારી રીતે હેન્ડલ કરવા માટે તેમાં કમ્બાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ (સીબીએસ) પણ છે. આ સાથે આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ઈન્ડિકેટર માઉન્ટ થયેલ ફ્રન્ટ એપ્રન, ફ્લેટ સીટ, પિલિયન ગ્રેબ રેલ, અંડર-સીટ સ્ટોરેજ ડબ્બો અને રાઉન્ડ હેડલાઇટ પણ મળે છે. કંપનીના જણાવ્યા મુજબ આ સ્કૂટર 5 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે અને તેની ડ્રાઇવિંગ રેન્જ 95 કિલોમીટર સુધીની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *