જો તમારા પરિવાર માં કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિ હોય તો જાણો કઇ રીતે લેવી એની કાળજી.

હેલ્થ

જો તમે ઘરે રહીને એક કોરોના પોઝિટિવ દર્દીની કાળજી લઇ રહ્યા છો, તો આ સલાહને માનો અને પોતાની સાથે જ અન્યોને પ્રોટેક્ટ કરો. જાણો જ્યારે કોઇ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો દેખાય છે કે પછી જે કોરોના સંક્રમિત થયો છે તેની સારવાર કઇ રીતે કરવી.

જે વ્યક્તિ બીમાર છે તેના ડૉક્ટરે લખેલા સૂચનોનું પાલન કરો. ઓક્સિમીટર દ્વારા વારે વારે તેમનું ઓક્સિજન લેવલ તપાસો. ઓક્સિજન લેવલ 94થી વધુ હોવું જરૂરી છે.

દર્દીને તાવ માટે જે દવા આપવામાં આવી છે તે અસર કરી રહી છે કે નહીં તે તપાસો. એ સુનિશ્ચિત કરો કે જે વ્યક્તિ સંક્રમિત છે તે પૂરતા પ્રમાણમાં પાણી અને જ્યૂસ પી રહ્યા છે. સાથે તેમને પૂરતો આરામ કરવાનું કહો.

જ્યારે દર્દીને કફ આવે કે પછી છીંક આવે તો તેઓ કોણી કે ડિસ્પોસેબલ ટિશ્યૂ વડે મોઢું કવર કરે. ત્યાર પછી ટિશ્યૂનો તરત નિકાલ કરે. સુનિશ્ચિત કરો કે માંદો વ્યક્તિ માસ્ક પહેરે જો તેની સાથે અન્ય વ્યક્તિ પણ તે રૂમમાં હોય.

તમારા ડૉક્ટરનો ફોન નંબર સાથે જ રાખો. દર્દીમાં જો કોઇ ઈમરજન્સી વોર્નિંગ સાઇન દેખાય તો તરત હોસ્પિટલ લઇ જાઓ. જો દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે, તેને છાંતીમાં સતત દુખાવો થઇ રહ્યો હોય, તેની ચામડી સૂકી પડી જાય કે હોઠ સૂકાઇ જાય તો તરત ઈમરજન્સી સેવાને બોલાવો.

કોરોના સંક્રમિત વ્યક્તિ અલગ રૂમ અને બાથરૂમ વાપરે તે હિતાવહ છે. જો શક્ય હોય તો સંક્રમિત વ્યક્તિ તેનો જ રૂમ વાપરે અને બીજાથી દૂર રહે. સંક્રમિત વ્યક્તિથી 6 ફૂટનું અંતર જાળવો.

જો તમારે સંક્રમિત વ્યક્તિ સાથે રૂમ કે પછી જગ્યા શેર કરવી પડે તો ધ્યાન રાખો કે ત્યાંની બારીઓ અને વેન્ટીલેશન પૂરતા પ્રમાણમાં હોય. કારણ વિના લોકો મળવા ન આવે તેનું ધ્યાન રાખો.

જે લોકો સંક્રમિત વ્યક્તિની સારવાર કરી રહ્યા હોય તેમણે ઘરે રહેવું હિતાવહ છે. ગ્લવ્સ જરૂર પહેરો જો સંક્રમિત વ્યક્તિના બ્લડ, બોડી ફ્લૂઈડ જેમકે લાળ, વોમિટ કે યૂરિનના સંપર્કમાં આવ્યા હોઉં. ત્યાર બાદ તે ગ્લવ્સનો તરત નિકાલ કરો અને હાથને તરત સાફ કરો.

અલગ જગ્યા પર જમવાનું પસંદ કરો. સંક્રમિત વ્યક્તિની થાળી કે ગ્લાસને ગ્લવ્સ વડે હેન્ડલ કરો. સાબુની મદદથી ગરમ પાણીમાં તેને ધુઓ કે પછી ડીશવોશરનો ઉપયોગ કરો. ગ્લવ્સ કાઢ્યા પછી તરત હાથની સફાઇ કરો.

સંક્રમિત વ્યક્તિના વાસણો, ટુવાલ, ચાદર બાથરૂમ કે ઈલેક્ટ્રોનિક વસ્તુઓ શેર કરો નહીં. સમયાંતરે તેને સાફ કરો.

જો દર્દી સાજા થઇ ગયા હોય છતાં તેમનામાં થોડા દિવસ સુધી વાયરલ લોડ હોવાથી શક્યતા છે. એટલે ઓછામાં ઓછું એક અઠવાડિયા સુધી દર્દીના સીધા સંપર્કથી દૂર રહો તે હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *