જો તમારા માં હશે આ ગુણ તો કોઈપણ યુવતી સમાગમ માટે થઇ જશે તૈયાર..

અન્ય

દરેક છોકરોને તે વાતમાં જરૂરથી રસ હોય છે કે છોકરીઓને કેવો છોકરો ગમે છે? યુવાનીમાં તેમને છોકરીઓ વિષે બધુ જ જાણવામાં ભારે રસ હોય છે. તેમની પસંદ-નાપસંદ, તેમની જોડે કેવી રીતે વાત કરવી, કેવી રીતે તેમની નજીક આવવું આવી તમામ વાતોના જવાબ છોકરાઓ શોધતા રહે છે. અને પોતાના અનુભવોમાંથી શીખતા રહે છે. વળી મિત્રો પણ આ મામલે અલગ અલગ અભિપ્રાયો આપતા રહે છે.

જો કે હકીકત એ છે કે છોકરીઓની પણ વ્યક્તિદીઠ પસંદ અલગ અલગ હોય છે. તેનો પરિવાર, તેનો ઉછેર, તેના શોખ પર તે વસ્તુ નિર્ભર કરે છે કે તેને કેવો છોકરો ગમે છે. દરેક છોકરીની પસંદ અલગ હોય છે પણ સામાન્ય પણે અમુક છોકરીઓને અમુક ટીપિકલ ટાઇપના છોકરા ગમતા હોય છે. ત્યારે આ કોમન લિસ્ટમાં શું શું આવે છે તે વિષે જાણો અહીં.

પૈસાદાર છોકરાઓ : કેટલીક છોકરીઓ માટે ભૌતિક સુખ સગવડ વધુ મહત્વ રાખે છે અને તે તેવા છોકરાને પસંદ કરે છે જે તેમના ફરવા, ખાવા અને શોપિંગના શોખને પૂરી કરવાનું ગજું ધરાવતો હોય.

રોમેન્ટિક છોકરા : આવી છોકરીઓને શાહરૂખ, સલમાન ખાન અને ફિલ્મ રોમાન્સ પ્રિય હોય છે. તેમના માટે રોમાન્સ જ બધુ હોય છે અને તે આવા રોમાન્ટિક આશિક ટાઇપના છોકરા પર પોતાનું દિલ નીછાવર કરવાનું વધુ પસંદ કરતી હોય છે.

સ્પોર્ટ મેન : ધણી છોકરીઓને ભલે સ્પોર્ટમાં રસ ઓછો હોય પણ રફ એન્ડ ટફ એટીટ્યૂડ ધરાવતા અને સ્પોર્ટમેન સ્પીરીટ ધરાવતા છોકરા પ્રત્યે ખાસ આકર્ષણ ધરાવતી હોય છે.

હેન્ડસમ ડ્યૂડ : ધણી છોકરીઓ માટે દેખાવ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે તેમને એવો છોકરો જોઇતો હોય છે જે તેમની બાજુમાં ઊભો હોય અને બીજી દસ છોકરીઓ તેને કિલર લૂકને જોઇને જ ઇર્ષાથી બળી મરે.

બહાદૂર : મોટા ભાગની છોકરીઓને બહાદૂર છોકરાઓ ખૂબ જ ગમે છે. જેમની વાતોમાં સચ્ચાઇ હોય અને બાવડામાં દમ હોય. જે કોઇથી ડરે નહીં અને બેખોફ હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *