લગ્ન ના થોડા જ દિવસ પતિ એ કાઠી મૂકી હતી પણ હિંમત ન હરતા ખૂબજ મહેનત કરી આજે IPS બની ગયા છે

અજબ-ગજબ

દરેક વ્યક્તિ જાણે છે કે આજના સમયમાં ઘણી મહિલાઓ પુરુષો કરતા પણ વધારે સફળ થતી જોવા મળે છે.તે દરેક કામમાં હવે આગળ પડતી જોવા મળી રહી છે.સામાન્ય રીતે એવું પણ કહી શકાય છે કે મહિલાઓ હવે પુરુષોની બરાબરીનું કામ કરવા લાગી છે.જયારે મહિલાના લગ્ન થાય છે ત્યારે તે હમેશા પતિની સલાહકાર બનીને સાથ આપે છે.

આજે તમને અહી એક એવી મહિલા વિષે જણાવવા જઈ રહ્યા છીએ.જે આજે એક આઇએએસ બની છે.તેમનું નામ કોમલ છે જેણે પોતાના દમ પર યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી.દરેક વ્યક્તિ જાણે છે કે આ પરીક્ષા પાસ કરવી સરળ હોતી નથી.તેના માટે ઘણા સંગર્ષ કરવા પડતા હોય છે.ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આઇએએસ બનાય છે.જયારે આ મહિલા પણ આવા જ અનેક સંઘર્ષો કરીને મોટી અધિકારી બની હતી.

તમને જણાવી દઈએ કે આ મહિલા અધિકારી ગુજરાતના અમરેલી જિલ્લાના એક ગામની રહેવાસી છે.એવું કહેવામાં આવે છે કે કોમલના લગ્ન 26 વર્ષની ઉંમરમાં જ થઇ ગયા હતા.લગ્ન બાદ એક યુવતીના જે સપના હોય છે તેવા જ સપના આ મહિલાના પણ હતા.પરંતુ તેના સપના પુરા કોઈ કારણસર પૂરા થઇ શક્યા નહી.એવું જાણવા મળ્યું છે કે તેમના લગ્ન સબંધો થોડા જ મહિનાઓમાં તૂટી ગયા હતા.

આ પછી કોમલનો પતિ બહારના દેશમાં કામના અર્થે ગયો હતો,જે આજે પણ પાછો તેમની પાસે આવ્યો નથી.દરેક મહિલા માટે તેનો પતિ તેનો સંપૂર્ણ ટેકો હોય છે.જયારે પતિ છોડીને જતો રહે ત્યારે દરેક મહિલા અંદરથી તૂટી જતી હોય છે.આવું જ આ મહિલા સાથે થયું.પરંતુ કોમલ હિંમત હારી ન હતી.આ પછી પોતે જીવનમાં કાંઇ કરવાની ઇચ્છા સાથે યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી નાખી હતી.

તમને જણાવી દઈએ કે કોમલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે દરેક વિચારે છે કે લગ્ન પછી તે આપણને પરિપૂર્ણ બનાવી દે છે.પરંતુ દરેક સાથે શક્ય આવું થતું નથી.જયારે પતિ છોડીને ચાલી ગયો ત્યારે મને સમજાયું કે જીવનમાં એક લગ્નજીવન બધુ જ નથી.તેનું જીવન તેનાથી પણ આગળ છે.આ પછી તેણે યુપીએસસીની તૈયારીઓ અંગે વિચાર કર્યો.

તે હવે જાણી ગઇ હતી કે એક યુવતી માટે કરિયર સૌથી વધુ જરૂરી છે.કોમલે તૈયારીઓ શરૂ કરી દીધી છે.તમને જણાવી દઈએ કે આ મહિલા વર્તમાનમાં સંરક્ષણ મંત્રાલયમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે તૈનાત છે.જયારે કોમલનો અભિયાસ પણ ગુજરાતી મીડ઼િયમમાં થયો હતો.આમ હોવા છતાં તે યુપીએસસી પરીક્ષા પાસ કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા પિતાએ મને લાઇફમાં આગળ વધવાનું શીખવ્યું.જ્યારે હું નાની હતી ત્યારે પિતા કહેતા હતા કે તું મોટી થઇને આઇએએસ બનજે પરંતુ તે સમયે હું એટલું જાણતી ન હતી.આખરે જયારે હું તૂટી ગઈ હતી ત્યારે મારા પિતાએ મને હિંમત આપી હતી.તેમણે ગેજ્યુએશન કર્યું.એવું પણ કહેવામાં આવે છે કે લગ્ન પહેલા તે સ્કૂલમાં ભણાવા જતી હતી.

વધુમાં જણાવ્યું હતું કે મારા પતિ ઇચ્છતા નહોતા કે હું જીપીએસસી ઇન્ટરવ્યૂ આપું કારણ કે તે મને ન્યૂઝિલેન્ડ લઇ જવા ઇચ્છતા હતા.મેં પણ સ્થિતિ સાથે સમાધાન કરી જીપીએસપીનું ઇન્ટરવ્યૂ આપ્યુંન હતું.પરંતુ અંતે પતિ મને છોડીને ગયા અને હું આ મહેનત કરી અને આજે કે સારી પોસ્ટ પ્રાપ્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *