કેરી ફક્ત ફળોનો રાજા જ નથી પણ છે ગુણોનો અખૂટ ભંડાર, જાણો કેરી ખાવાના ફાયદા…

હેલ્થ

કેરી એક સીઝનલ ફ્રૂટ છે જે ગરમીની સિઝનમાં જોવા મળે છે. કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે. કેરી ફળોનો રાજા જ નહીં, પરંતુ ગુણોનો ભંડાર પણ છે. ભારતમાં તમને કેરીના ઘણા પ્રકાર મળી જશે.વાસ્તવમાં કેરી એક રસદાર અને સ્વાદિષ્ટ ફળ છે. જેને લગભગ દરેક ખાવાનું પસંદ કરે છે. કેરીમાં મેગ્નેશિયમ ,પોટેશિયમ, પ્રોટીન, વિટામિન અને ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે. અને આ જ કારણ છે કે ગરમીમાં લોકોને કેરી ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણકે કેરીમાં ઔષધીય ગુણો પણ જોવા મળે છે. તેને ખાઈને તમે ઘણી સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓથી બચી શકો છો.

કેરી ખાવાના ફાયદા

ડાયાબિટીસ

કેરી ડાયાબિટીસના રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કેરીમાં એન્ટોસાઈનિડીન્સ નામનું ટેનિન છે જે ડાયાબિટીસના ઇલાજ માટે મદદ કરે છે.

પાચન

કેરીના સેવનથી પાચનક્રિયાને સારી કરી શકાય છે. કેરીમાં ડાયટરી ફાઇબર જોવા મળે છે.આ ઉપરાંત તેમાં સાઇટ્રીક એસિડ અને ટરટેરિક એસિડ હોય છે. જે તમને પેટ અને શરીરમાં રહેલા ઍસિડ ને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.

કબજિયાત

ગરમીની સિઝનમાં કેરી ખાઈને ગેસ અને કબજિયાત ની પરેશાનીઓથી બચી શકાય છે. જ્યારે પણ ગેસ થાય છે ત્યારે કેરીનું સેવન જરૂર કરો. કારણકે કેરી પેટ સંબંધિત દરેક પરેશાની ને સારું કરે છે.

ઇમ્યુનિટી

કોરોનાના કારણે ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે પણ ખાઈ શકાય છે. કેરી ખાવાથી શરીરની ઈમ્યુન સિસ્ટમ મજબૂત બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *