કેળા ફક્ત તમારા આરોગ્ય માટે જ સ્વાસ્થ્યવર્ધક નથી હોતા, પરંતુ તેનો ફેસપેક બનાવીને ચહેરા પર લગાવવાથી ત્વચામાં નિખાર લાવી શકાય છે. કેળાના અસંખ્ય પ્રકારના ફેસપેક બનાવીને ત્વચા પર ગ્લો લાવી શકાય છે.આવો જાણીએ પાંચ પ્રકારના બનાના ફેસપેક.
કેળા ફેસપેક
આ સૌથી સરળ ફેસપેક છે. તેના માટે ફક્ત તમારે કેળાને સારી રીતે મેસ કરી લેવા અને આ પેસ્ટને પોતાના ચહેરા અને ગરદનના ભાગે લગાવી દસપંદર મિનિટ પછી તેને ઠંડા પાણીથી ધોઇ કાઢો તેનાથી તમારો ચહેરો ગ્લો કરવા લાગશે.
કેળા અને તેલનું ફેસપેક
તેના માટે તમારે મસળેલા કેળામાં કોઈપણ તેલના થોડા ટીપા મિક્સ કરો. જેમ કે ઓલિવ ઓઇલ અથવા બદામનું તેલ. હવે આ પેસ્ટને દસ મિનિટ માટે ચહેરા પર લગાવો અને પછી ચહેરો ધોઈ લો.
કેળા અને મધનો ફેસપેક
જેમની સ્કિન ખૂબ જ ડ્રાય છે તેના માટે કેળા અને મધનું ફેસપેક ખૂબ જ કારગર સાબિત થશે. કારણ કે તે બંને સારા મોઈશ્ચરાઈઝર છે. આ ફેસપેક બનાવવા માટે તમારે અડધા મસળેલા કેળામાં એક ચમચી મધ ભેળવવાનું છે. હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર 15 મિનિટ લગાવીને રાખવું. તેનાથી ડ્રાય સ્કિનને ભરપૂર નરમાશ મળશે અને ત્વચા ગ્લો કરવા લાગશે.
કેળા અને દૂધ ફેસપેક
તેના માટે મેશ કરેલા કેળામાં બરાબર માત્રામાં દૂધ નાખીને પેસ્ટ બનાવવી. તે ત્વચાને કોમળ પણ બનાવશે.
કેળા અને ઓટ ફેસપેક
તેના માટે અડધા કેળામાં અડધો નાનો કપ ઓટ્સની પેસ્ટ ભેળવો. હવે તેને દસ મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો અને પછી હળવા હાથોથી સ્ક્રબ કરીને ધોઈ લો. આ ફેસપેકથી તમારા બ્લેકહેડ્સ દૂર થઈ જશે.