ખુશહાલ સમાગમ માટે આટલી બાબતોને અનુસરો…

અન્ય

જો તમે બંને પાર્ટનર ‘સેફ સે*ક્સ‘માં માનતાં હો, પરંતુ કોઈ કારણસર તમારા પાર્ટનરની પાસે કોન્ડોમ ન હોય કે તે ખરીદવાનું ભૂલી ગયો હોય તો તેનાથી અંતર ન બનાવી લેશો

શું તમારી સે*ક્સલાઈફ બોરિંગ કે નિરસ થતી જઈ રહી છે? જો તમારો જવાબ ‘હા‘ હોય તો તેમાં પ્રેમના નવા રંગો ભરવા માટે પાર્ટનરનો મૂડ બનવાની રાહ જોવાને બદલે પોતે જ શરૂઆત કરો, પછી જુઓ તમારો આ બદલાયેલો અંદાજ પાર્ટનરને તમારો દીવાનો બનાવી દેશે.

પહેલ કરો

આખો દિવસ કામ કરીને તમારો પાર્ટનર ઘરે આવ્યો હોય અને તે આરામના મૂડમાં હોય, પરંતુ તમારું મન કંઈક અલગ ઇચ્છતું હોય તો એવા સમયે ચૂપચાપ બેસી રહીને પાર્ટનરનો મૂડ બને તેની રાહ જોવાને બદલે પોતે પહેલ કરો. તેનાથી લાભ એ થશે કે અચાનક જ તમારો બદલાયેલો સે*ક્સી અંદાજ જોઈને પાર્ટનર તેનો બધો થાક ભૂલી જશે અને તમારી ઇચ્છા પૂરી કરશે.

પોતાને સારી રીતે પ્રેઝન્ટ કરો

વિખરાયેલા વાળ, પરસેવે નહાતું શરીર અને થાકેલો ચહેરો પાર્ટનરનો મૂડ ઓફ કરી દે છે. ખાસ કરીને પરસેવાની દુર્ગંધ તો રોમાન્સનો માહોલ બને તે પહેલાં જ તેને નષ્ટ કરી દે છે. બની શકે કે પોતાના પર ધ્યાન ન આપવાની તમારી આદત જ પાર્ટનરને તમારી પાસે આવતા રોકી રહી હોય! તેથી થોડું પોતાના પર ધ્યાન આપો. બેડ પર જતા પહેલાં ચહેરો ધોવો કે નાહીને ફ્રેશ થવું તથા કપડાં બદલી નાખવાં સ્વચ્છ રહેવું.

આફ્ટર પ્લેનો કોન્સેપ્ટ

હંમેશાં એવું જોવા મળતું હોય છે કે સ્ત્રીઓ સે*ક્સ માણ્યા પછી આફ્ટર–પ્લેની ઊણપ અનુભવે છે. સે*ક્સ પછી કિસ કરવી, સ્તન મર્દન કરવું, છેડછાડ કરવી, એકબીજાને આલિંગનમાં જકડી રાખવાં કે જે કંઈ પણ તમે કરવા ઇચ્છો છો તે સારું તો લાગે છે, પરંતુ પુરુષોને આફ્ટર–પ્લેનો કોન્સેપ્ટ સામાન્ય રીતે ઓછો અનુકૂળ આવતો હોય છે. આમ પણ જ્યારે ઊંઘ આવવા લાગી હોય ત્યારે કોઈના આલિંગનમાં જકડાયેલા રહેવું એ ઊંઘ ઉડાડી નાખનારો વિચાર લાગે. તેથી શક્ય હોય તેટલો ફોર–પ્લેનો આનંદ ઉઠાવો અને આફ્ટર–પ્લે બાબતે કૂલ થઈ જાઓ.

પાર્ટનરને ગિફ્ટનું પ્રેશર ન કરશો

રોમાન્સના નામે તમે સમયાંતરે પતિદેવ પાસે ગિફ્ટની ડિમાન્ડ તો નથી કરતાંને? પતિ, ખાસ કરીને લગ્નની શરૂઆતનાં વર્ષોમાં સમયાંતરે ચોકલેટ્સ, ટેડીબેર, ડોલ્સ વગેરે જેવી ગિફ્ટ આપે છે, કારણ કે આ દિવસોમાં ગિફ્ટની લેણદેણનો આઈડિયા વધારે રોમેન્ટિક લાગે છે, પરંતુ આ ત્યાં સુધી જ સારું લાગે છે જ્યાં સુધી તે સરપ્રાઈઝની જેમ હોય. વારંવાર સામેથી ગિફ્ટ માંગવાની તમારી આદત પાર્ટનરને ઈરિટેટ પણ કરી શકે છે. આ સિવાય હંમેશાં તમારી ડિમાન્ડ પૂરી કરવાના ચક્કરમાં તેમનું ફોકસ તમારા પરથી હટીને ગિફ્ટ પર વધારે રહેશે. જો તમે તમારા સંબંધમાં હૂંફ વધારવા કે જાળવી રાખવા ઇચ્છતા હો તો પાર્ટનરને પ્રેમ એ રીતે જતાવા દો જે રીતે તે ઇચ્છે.

વધારે પડતી રોકટોક ન કરશો

તમે અનેક જગ્યાએ વાંચ્યું કે સાંભળ્યું હશે કે સે*ક્સની શરૂઆત ધીમેધીમે થવી જોઈએ. તમે ઇચ્છતા હોવ કે પાર્ટનરની નજર તમારા પર એવી રીતે પડે કે તમે ધીરેધીરે પીગળતા હોવ એવું અનુભવો, પરંતુ ઘરે પાછા ફરીને ગરમી, ટ્રેન–બસનું ટ્રાવેલિંગ કે હેવી ટ્રાફિકમાં ફસાઈને આવ્યો હોય ત્યારે એટલા પેશન્સની આશા ન રાખશો. તે સોક્સ કાઢવા સુધીનો ઇન્તેજાર ન કરી શકે તો શું થઈ ગયું. તેને રોકવાને બદલે તેનો સાથ આપો અને તે ખાસ રોમેન્ટિક પળોને એન્જોય કરો. આ સિવાય સે*ક્સ દરમિયાન જ્યારે પાર્ટનર છેડછાડ કે મસ્તી કરે ત્યારે તેને રોકટોક ન કરશો. તેનાથી પાર્ટનરનો અને છેવટે તમારો મૂડ ઓફ થઈ શકે છે. માટે જે થતું હોય તેમ થવા દેશો તો વધારે આનંદ આવશે.

સમયાંતરે વેક્સિંગ કરો

જો તમે તમારા બોડી પરથી વણજોઈતા વાળ દૂર કરવાનું જરૂરી ન સમજતા હોવ અને અત્યાર સુધી તમારા પાર્ટનરે તમને આ બાબતે કશું જ ન કહ્યું હોય તો સમજી લો કે તે ખરેખર જેન્ટલમેન છે અને તે તમને ખૂબ જ પ્રેમ કરે છે તેથી આ બાબતે કંઈ વાત કરી નથી. જોકે, વેક્સિંગ પ્રત્યેની તમારી ઉદાસીનતા તમારા પાર્ટનરને સે*ક્સ દરમિયાન કંઈક નવું કરતા રોકે તેવું બની શકે છે. યાદ રાખો કે ક્લીન, બ્યુટીફૂલ બોડી પાર્ટનરને નવા એક્સપેરિમેન્ટ કરવા માટે પ્રેરિત કરે છે, પરંતુ જો તમે હાઈજિનનું ધ્યાન નહીં રાખો તો પાર્ટનર કંઈ નવું કરવાનું વિચારી જ નહીં શકે અને તમારી સે*ક્સ લાઈફ એક જ ઘરેડમાં ચાલ્યા કરશે. તેથી હવે વેક્સિંગ, હેર રિમૂવિંગ ક્રીમ્સ કે શેવિંગ સાથે મિત્રતા વધારો અને સે*ક્સલાઈફને એન્જોય કરો.

પાર્ટનર અવાજની ભાષા ન પણ સમજે

સે*ક્સ દરમિયાન ઘણી સ્ત્રીઓ અવાજ કરે છે. વાસ્તવમાં આવું કરીને તે પોતાના પાર્ટનરને એ સમજાવવા માંગે છે કે તેને પાર્ટનરનો સાથ પસંદ છે, તે સે*ક્સનો આનંદ માણી રહી છે, પરંતુ મોટાભાગના પુરુષો માટે આ બધી બાબતોને આટલી બારીકાઈથી સમજાવવી મુશ્કેલ હોય છે. તેથી પાર્ટનર તમારા અવાજની ભાષા ન સમજે તો દુઃખી ન થશો, પરંતુ તેનો નેચર સમજીને તેને સાથ આપો.

હંમેશાં તૈયાર રહો

જો તમે બંને પાર્ટનર ‘સેફ સે*ક્સ‘માં માનતાં હો, પરંતુ કોઈ કારણસર તમારા પાર્ટનરની પાસે કોન્ડોમ ન હોય કે તે ખરીદવાનું ભૂલી ગયો હોય તો તેનાથી અંતર ન બનાવી લેશો. આ બાબત માટે તમે પણ તૈયાર રહી શકો છો. એટલે કે પાર્ટનર ખરીદીને લાવ્યો હોય તે કોન્ડોમનું પેકેટ સંભાળીને રાખો અને પાર્ટનરને તમારી સ્માર્ટ અદાઓથી સરપ્રાઈઝ કરો. પછી જુઓ તે કેવો ખૂલીને આ પળનો આનંદ ઉઠાવે છે.

દિલથી જવાન રહો

લગ્નનાં થોડાં વર્ષો પછી સ્ત્રીઓ સે*ક્સ પ્રત્યે ઉદાસીન થઈ જાય છે. મોટાભાગે તેનું કારણ પરિવારની વધતી જવાબદારીઓ હોય છે, પરંતુ એ ઘણે અંશે સ્ત્રીઓ પર નિર્ભર કરે છે કે તે પોતાની સે*ક્સલાઈફને કેટલી ખુશનુમા બનાવવા ઇચ્છે છે. તમે આખો દિવસ તમારી દિનચર્યામાં બહુ વ્યસ્ત હોવ તો પણ તમે ઇચ્છો તો થોડો સમય ફાળવીને તમારી સે*ક્સલાઈફને રિચાર્જ કરવા માટે નવા આઈડિયાઝ અને તક શોધી શકો છો. જેમ કે, એવું જરૂરી નથી કે સે*ક્સની શરૂઆત બેડરૂમમાં જ થાય, મૂડ બનાવવા માટે બાલ્કનીથી લઈને ટીવી જોતાં જોતાં લિવિંગ રૂમ, કિચન અથવા ડાઈનિંગ ટેબલની પસંદગી પણ તમે કરી શકો છો.

સમયની રાહ ન જોશો

એવી ઘણી તક આવે છે જ્યારે બંને પાર્ટનર ઇચ્છવા છતાં પણ પાસે આવી શકતાં નથી. ક્યારેક ઓફિસ જવાની ઉતાવળ હોય છે તો ક્યારેક બાળકોના સ્કૂલેથી ઘરે પાછા ફરવાનો સમય થઈ જાય છે, પરંતુ એવું કોઈએ કહ્યું છે કે તમે એકબીજા સાથે 10 મિનિટ રહો અને કંઈ ન કરશો. હંમેશાં સે*ક્સની શરૂઆત સ્લો જ હોય તેવું જરૂરી નથી. ક્યારેક ક્યારેક ઝટપટ કરેલું કામ પણ દિલને ખુશ કરવા માટે પૂરતું હોય છે. ક્યારેક ક્યારેક પોતાની સ્ટાઈલથી કંઈ હટકે કરવાની મજા જ અલગ હોય છે અને તેની ઝલક તમારા ચહેરા પર આખો દિવસ મંદ–મંદ હાસ્યના રૂપમાં દેખાતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *