મારે મારા મામાના ઘર સામે રહેતા એક યુવક જોડે પ્રેમ છે, અમે લગ્ન પહેલા બધું જ પતાવી દીધું છે. પરંતુ હવે..

અન્ય

સવાલ- મારા ગામના એક યુવક જોડ મને પ્રેમ છે અને અમે રંગ-રેલીયા મનાવી લીધા પછી એને મને કહ્યું કે હું તો ખાલી તને વાપરવા માટે જ રાખીશ, હવે હું કોને કહું.. એક યુવતી(સિલોર) જવાબ- જો પહેલી વાત કે તમે આ હિસાબે તો પ્રેમ જ ખોટી વ્યક્તિને કર્યો જે તમારા લાયક નહોતો, હવે જે થઈ ગયું છે એને હજુ પણ ભૂલી જાવ અને નવી જિંદગી ચાલુ કરો.

સવાલ: મારો ૧૭ વરસનો નાનો ભાઈ એકદમ શાંત બની ગયો છે તેને લાગે છે કે કોઈ તેને પ્રેમ કરતું નથી. ભણવામાંથી પણ તેનું ધ્યાન હટી ગયું છે. હું તેને કેવી રીતે મદદ કરી શકું?એક યુવતી (મુંબઈ). જવાબ: તેની આસપાસના લોકોમાં જ કંઈ ખોટ છે. સમાજ અમુક પ્રકારના લોકોની જ કદર કરે છે. શાંત, અને અંતર્મુખી લોકો કરતા હસમુખા અને બોલકણા લોકોની વધુ કિંમત થાય છે. તેનામાં ઉત્સાહ ઉત્પન્ન કરવાની જરૂર છે. તેને તેનું વ્યક્તિત્વ અને ટેલન્ટ ખીલવવા માટે પ્રોત્સાહિત કરો. તેનામાં આત્મવિશ્વાસ પેદા કરો. તમે અને તમારો પરિવાર એને ચાહે છે અને એની કદર કરે છે એ વાત તેને સમજાવવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તેણે ગુમાવેલો વિશ્વાસ જરૂર પાછો આવશે.

સવાલ: મારા લગ્ન થયો ૨૦ વરસ થયા છે. છેલ્લા ૧૫ વરસથી મને મારા મિત્રની પત્ની સાથે આડા સંબંધો છે. અમે સેક્સ પણ માણીએ છીએ. મારી પત્ની અને એના પતિને આની જાણ થશે તો શું થશે એનો ડ-ર અમને પરેશાન કરે છે. અમે આ સંબંધ છોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ એમા અમને સફળતા મળી નહોતી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ: સત્ય લાંબા સમય સુધી છૂપું રહેતું નથી. એકને એક દિવસ તો તે ચાડી ખાય જ છે. જો કે વર્ષો પહેલા થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જીવનસાથીની જાણ વિના આગળ વધતા લગ્નેતર સંબંધોેને કારણે લગ્નજીવન વધુ સુખી બને છે. પરંતુ આ વાત ગંભીરતાથી લેવાની જરૂર નથી.તમારા જીવનસાથીઓને જાણ થાય અને તમારા સુખી સંસારમાં આગ ચંપાય એ પૂર્વે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દો. જીવનસાથીનો વિશ્વાસઘાત કરો નહીં. આ સંબંધ તોડયા પછી શરૂઆતમાં થોડી તકલીફ થશે પરંતુ ધીરે ધીરે તમે એકબીજાને ભૂલી જશો. આટલા લાંબા સમય સુધી તમારા આ સંબંધની વાત તમારા મિત્ર કે તમારી પત્નીને થઈ નથી એની નવાઈ લાગે છે. શક્ય છે તેઓ આ જાણતા હોય અને આંખ આડા કાન કરતા હોય.

સવાલ: હું એમબીએ કરું છું. એક વર્ષથી હું મારી સાથે ભણતી એક છોેકરીને પ્રેમ કરું છું. પરંતુ શરમને કારણે આ વાત તેને કહી શકતોે નથી. હવે હું એને એટલો પ્રેમ કરું છું કે એના વિના રહી શકતો નથી મારી સમસ્યાનું સમાધાન કરતો કોઈ ઉપાય દેખાડવા વિનંતી.

જવાબ: સૌ પ્રથમ તો પ્રેમનું ચક્કર છોેડી ભણવામાં ધ્યાન આપો. બીજી વાત એ છે કે મનોમન ચાહવાથી કોઈ ફરક પડશે નહીં. તમારે એની સમક્ષ પ્રેમનો એકરાર કરવો જ પડશે. યોગ્ય એ છે કે તમે પોતે જ તેની સમક્ષ તમારી લાગણી સ્પષ્ટ કરો. પરંતુ શક્ય છે કે એ તમને પ્રેમ કરતી નહીં હોય આથી ના સાંભળવા માટે મન કઠણ કરી લો. એક પક્ષીય પ્રેમના મામલામાંમ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અને આમ પણ એ યુવતી તમને ના પાડે તો હતાશ થવાની જરૂર નથી. ભવિષ્યમાં તમને એના કરતા પણ કોઈ સારી જીવનસાથી મળશે. આથી એ ના પાડે તો ભણવામાં મન લગાડી સારી કારકિર્દી બનાવવા તરફ આગળ વધજો.

સવાલ- મારે મારા મામાના ઘર સામે રહેતા એક યુવક જોડે પ્રેમ છે, અમે લગ્ન પહેલા બધું જ પતાવી દીધું છે, મારે એના જોડે લગ્ન કરવું છે પણ મારા ઘરના લોકો એ સ્પષ્ટ ના પાડી દીધી છે, હું શુ કરું. એક યુવતી( વડોદરા)જવાબ- જો જે થઈ ગયું છે એને ભૂલવાનો પ્રયત્ન કરો, બીજું કે તમારા ઘરના લોકો તમારું ખોટું નહી વિચારતા હોઈ એટલે એમની કહેલી વાત પણ તમે માનો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *