મેષ રાશિ : આજે વિચારોમાં ખૂબ જ વધારે રચનાત્મકતા રહેશે. નવા નવા વિચારો તમારા મગજમાં આવશે અને તેનો અમલ કરવો તમારા માટે ફાયદાકારક રહેશે. સાથે જ તમે સકારાત્મક અને ઉર્જાવાન પણ અનુભવશો. સંબંધીઓ સાથે મધુરતા બની રહેશે. થોડો સમય બાળકો સાથે પસાર કરવો તેમજ તેની ગતિવિધિઓ ઉપર ધ્યાન આપવું. ક્યારેક ક્યારેક તમારા ગુસ્સા અને જીદ જેવા સ્વભાવને લીધે બીજા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકો છો. પરંતુ તમે તમારી સમજદારીથી પરિસ્થિતિઓને અનુકૂળ કરી શકો છો. ભાગીદારી સાથે જોડાયેલા વેપારમાં લાભદાયક સ્થિતિ બની રહે છે. કોઈ અટકેલું પેમેન્ટ વગેરે ભેગુ કરવા માટે સમય અનુકૂળ છે. મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી રહી શકે છે. પતિ પત્ની સાથેના સંબંધોમાં મધુરતા રહેશે. લગ્ન યોગ્ય લોકો માટે સારો પ્રસ્તાવ આવવાની સંભાવના છે. પતિ પત્ની સાથેના સબંધોમાં મધુરતા રહેશે. લગ્ન યોગ્ય લોકોને લગ્ન માટે સારો પ્રસ્તાવ આવવાની સંભાવના છે.
વૃષભ રાશિ : આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે સારી બનાવવા માટેના તમારા પ્રયત્નો સફળ રહેશે. કોઈ લાભદાયક નજીકની યાત્રા થવાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓને વિદેશ જવાની આશા રહી શકે છે. તમારા વ્યક્તિગત કામ ઉપર વધારે ધ્યાન આપવાને કારણે પરિવાર અને સંબંધીઓની નારાજગી સહન કરવી પડશે. સંબંધોને મજબૂત બનાવી રાખવાની જરૂર છે. બીજાની બાબતમાં વધારે ગૂંચવાવાના પ્રયત્નો ન કરવા. આજનો વધારે પડતો સમય માર્કેટિંગ તેમજ બહારની ગતિવિધિઓને પુરો કરવામાં પસાર થશે, જો ભાગીદારી સાથે જોડાયેલા વ્યવસાયની શરૂઆત કરી રહ્યા હોય તો આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ અનુકૂળ રહેશે, અને તમારો નિર્ણય મહત્વનો રહેશે. જીવનસાથી તેમજ પરિવારના સભ્ય સાથે સહયોગાત્મક વ્યવહાર તમને તણાવમુક્ત રાખશે. બીજા સાથેના સંબંધોમાં મધુરતા રહેશે.
મિથુન રાશિ : આજે પઠન-પાઠન તેમજ મહત્વની જાણકારીઓ મેળવવામાં સમય પસાર થશે. તમે કોઈપણ પરિસ્થિતિમાં સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ રહેશો. યુવાનોને પોતાની પહેલી આવક મળવાથી ખૂબજ ખુશીનો અનુભવ થશે. કેટલાક કામ બનતા બનતા વચ્ચે અટકી શકે છે પરંતુ તેનું કારણ તમારી ઓછી એકાગ્રતા છે. બીજાની બાબતોમાં વધારે ધ્યાન ન આપીને તમારે તમારા કામ પ્રત્યે એકાગ્રચિત રહેવું. જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી ન થવા દેવી. કાર્યક્ષેત્રમાં કેટલાક ઉતાર ચઢાવ આવતા રહેશે. આ સમયે કોઈપણ કામમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. તમારા પ્રતિસ્પર્ધી સાથે જોડાયેલી બાબતોમાં ખૂબ જ વધારે મુશ્કેલીઓ આવશે. નોકરી કરતા લોકોને પોતાના ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલી મહત્વની જવાબદારી મળશે. દાંપત્ય જીવન સારું રહેશે. લગ્ન બહારના પ્રેમ સંબંધોથી દૂર રહેવું.
કર્ક રાશિ : સન્માનિત વ્યક્તિઓનો સાથ મળવાથી ઘણું બધું શીખવા મળશે. તેની સલાહ અને માર્ગદર્શન મેળવવું જરૂરી છે. તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. કેટલીક મૂલ્યવાન વસ્તુઓની ખરીદી સંભવ છે. અભિમાન અને વધારે પડતા આત્મવિશ્વાસને લીધે તમે તમારું જ નુકસાન કરી શકો છો, તમારી આ નકારાત્મક ટેવમાં સુધારો લાવવાની જરૂર છે. સસરાપક્ષ સાથેના સંબંધો મધુર બનાવી રાખવા. આર્થિક સ્થિતિમાં મંદી રહી શકે છે પરંતુ સમય મુજબ પરિસ્થિતિઓ અનુકૂળ બનતી જશે. કાર્યક્ષેત્રમાં ખૂબ જ વધારે પ્રતિ સ્પર્ધાનો સામનો કરવો પડશે. તમે તમારી કાર્યપ્રણાલીને વધારે સારી બનાવવામાં સક્ષમ રહેશો. આયાત નિકાસ સાથે જોડાયેલ કોઈ પણ કામમાં વધારે રોકાણ ન કરવું. ઘર તેમજ વ્યવસાય બંને જગ્યાએ એક યોગ્ય સામંજસ્ય બની રહેશે. જીવનસાથીના આરોગ્યનું ધ્યાન રાખવું.
સિંહ રાશિ : બાળકો સાથે જોડાયેલ કોઇ સમસ્યાનો ઉકેલ મળવાથી તમે રાહત અનુભવશો. આજુબાજુની સામાજિક ગતિવિધિઓમાં તમારૂ ખાસ યોગદાન રહેશે. યુવાનોને પોતાના અભ્યાસને અનુરૂપ કોઈ નોકરીનો પ્રસ્તાવ આવી શકે છે. આળસને તમારા ઉપર હાવી ન થવા દેવી તેને કારણે તમારા ઘણા બધા કામ અટકી શકે છે. વાતચીત તેમજ વ્યવહાર કરતા સમયે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો. પૈસાની ઉધારી સાથે જોડાયેલા લેવડદેવડ કરવાથી નુકસાન થઈ શકે છે. કાર્ય સ્થળ ઉપર કોઈ નવા કામ શરૂ ન કરો તો વધારે સારું રહેશે કારણકે અત્યારે સમય વધારે અનુકૂળ નથી. વધારે સારું રહેશે કે જેવી પરિસ્થિતિ ચાલી રહી હોય તમે તેના ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખો. નોકરી કરતા લોકો ઉપર કામનું ભારણ વધારે રહેશે. દાંપત્યજીવન સુખદ બની રહેશે. પ્રેમ સંબંધોમાં સુધારો રહેશે.
કન્યા રાશિ : દિવસની શરૂઆતમાં કામ વધારે રહેવાને કારણે ખૂબ જ વધારે વ્યસ્તતા બની રહેશે. મિલકત ખરીદ વેચાણ સાથે જોડાયેલ યોજના બની રહી હોય તો તેના ઉપર તરત જ અમલ કરવો. થોડો સમય આધ્યાત્મિક કામમાં પસાર કરવો જરૂરી છે. ઘરમાં કોઈ વાતને લઈને કલેશની સ્થિતિ ઉત્પન્ન ન થવા દેવી. એટલા માટે નાની-મોટી વાતોને અવગણવી. પૈસાની લેવડદેવડ સાથે જોડાયેલ કોઈ ભૂલ થવાથી નુકસાન થઈ શકે છે જેની નકારાત્મક અસર તમારા સંબંધો ઉપર પડશે. કાર્યક્ષેત્રમાં વ્યાપારિક મંદિને કારણે તણાવ રહી શકે છે. પરંતુ તમારે તમારી કાર્યપ્રણાલીમાં પરિવર્તન લાવવું તેનાથી સ્થિતિમાં સુધારો થશે. તમારો વ્યાપારિક દ્રષ્ટિકોણ તમારી પ્રગતિમાં સહાયક બનશે. પતિ-પત્ની પોતાની વ્યસ્તતાને કારણે એકબીજાને સમય નહીં આપી શકે પરંતુ ઘરના વડીલોના સહયોગથી વ્યવસ્થા ઉચિત બની રહેશે.
તુલા રાશિ : ઘર અને સમાજમાં તમારી કોઈ ગતિવિધિ અને કાબિલિયતની પ્રશંસા થશે. તમારે તમારા પ્રયત્નોને લઈને મનમાં સંતોષ બનાવી રાખવો. ઘરના સભ્યો સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જવાનો પ્રોગ્રામ બનશે. કેટલાક એવા ખર્ચા સામે આવશે જેનાથી મુક્તિ મેળવવી મુશ્કેલ રહેશે. બીજાના ઝગડા અને વાદવિવાદમાં ન પડો તો વધારે સારું. મહિલાઓને પોતાના સસરાપક્ષ તરફથી કોઈ ફરિયાદ રહી શકે છે. આ સમયે સૂઝબૂઝથી પરિસ્થિતિઓને સંભાળવાના પ્રયત્નો કરવા. કારોબારમાં નવા નવા પ્રયત્નોને અપનાવવા જરૂરી છે. વર્તમાન સ્થિતિને લીધે કેટલીક મુશ્કેલીઓ સામે આવશે. કામકાજમાં ગુપ્તા રાખવી જરૂરી છે નહીંતર કોઈ તેનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. પ્રેમી-પ્રેમિકા વચ્ચે ચાલી રહેલી ગેરસમજણ દુર થશે તેમજ આપસી સંબંધોમાં ફરીથી મધુરતા આવશે.
વૃષીક રાશિ : આજુબાજુની બિનજરૂરી ગતિવિધિઓમાં તમારો સમય બરબાદ ન કરવો. થોડો સમય આત્મમનન તથા આત્મામંથનમા લગાવવો જરૂરી છે. તેનાથી તમે ખૂબ જ શાંતિનો અનુભવ કરશો અને તણાવમાંથી રાહત મેળવી શકશો. લોકો સાથે મુલાકાત કરવામાં તેમજ સામાજિક સક્રિયતા વધારવામાં ધ્યાન આપવું. વધારે પડતા સમજવા વિચારવાથી કેટલીક ઉપલબ્ધિઓ હાથમાંથી નીકળી શકે છે. વધારે સારું રહેશે કે જલ્દી નિર્ણય લેવાના પ્રયત્નો કરો. વ્યવસાયિક તણાવને લીધે ઘરની વ્યવસ્થા ઉપર વધારે ધ્યાન નહીં આપી શકો. વ્યવસાયને આગળ વધારવા માટે કેટલીક યોજનાઓ ઉપર વિચાર કરવાની જરૂર છે. માર્કેટિંગ સાથે જોડાયેલા સંપર્કને વધારવામાં વ્યસ્તતા બની રહેશે. ભાગીદારી સાથે જોડાયેલ વ્યવસાયિક ગતિવિધિઓ સારી રીતે ચાલતી રહેશે. દાંપત્યજીવન ખુશનુમા રહેશે. પ્રેમ સંબંધોમાં પણ રોમાન્ટિક વાતાવરણ રહેશે.
ધન રાશિ : પાછલા કેટલાક સમયથી ચાલી આવી રહેલી કોઈ ચિંતા અને તણાવ માંથી આજે તમને રાહત મળશે. કોઈ મહત્વપૂર્ણ કામનો પાયો નાખવા માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. વધારે પડતી આવકના યોગ બની રહેશે. કેટલાક વિરોધીઓ સક્રિય થઇને તમારા કામમાં અડચણ ઉભી કરી શકે છે. બિનજરૂરી ખર્ચા કરવાથી બચવું. કામમાં ચાલી રહેલા બિનજરૂરી અડચણોને કારણે તમારો મૂડ ખરાબ થઈ શકે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધો મધુર બનાવીને રાખવાએ તમારી જવાબદારી રહેશે. વ્યવસાયિક પ્રતિસ્પર્ધાનો નકારાત્મક પ્રભાવ તમારા કામ ઉપર પડી શકે છે. કોઈપણ એમ.એલ.એ અથવા તો રાજનેતા સાથે તમારી મુલાકાત ફાયદાકારક રહેશે અને સમસ્યાનું સમાધાન પણ મળશે. સરકારી સેવા કરતા લોકોનો પોતાના ક્ષેત્રમાં દબદબો બની રહેશે. પરિવારના લોકો સાથે ધાર્મિક ગતિવિધિમાં સમય પસાર થશે તેમ જ ઘરમાં સુખદ અને સકારાત્મક વાતાવરણ બની રહેશે.
મકર રાશિ : દિવસ મિશ્ર ફળદાયક લાગી રહ્યો છે. થોડા સમયથી મનમાં ચાલી રહેલ કોઈ મૂંઝવણ દૂર થશે. તમારા માટે કંઈક નવું કરવાની ઈચ્છા વધારે પ્રબળ બનશે. સંબંધીઓ સાથે મુલાકાત થવાથી કોઈ ગૂંચવાયેલ વાતનું સમાધાન મળશે. પરંતુ ઉતાવળમાં લેવામાં આવેલા નિર્ણય ખોટો પણ હોઈ શકે છે એટલા માટે ધીરજ અને સંયમ બનાવી રાખવો. બાળકોની વાતોને શાંતિપૂર્ણ રીતે સમજવાના પ્રયત્નો કરવા. સરકારી કામમાં કોઈપણ પ્રકારની આળસ ન કરવી. યુવાનોને રોજગારના સારા ચાન્સ મળવાથી રાહત મળશે. આત્મવિશ્વાસ વધશે. પરંતુ કાર્યક્ષેત્રમાં આ સમયે વધારે મહેનત કરવાની જરૂર છે. થોડું આર્થિક નુકસાન થવાની આશંકા લાગી રહી છે, માટે વધારે સારું રહેશે કે રૂપિયા પૈસા સાથે જોડાયેલ લેવડ-દેવડ ન કરો. જીવનસાથીનો સહયોગ તમને હિંમત આપશે. ઘરમાં પ્રેમ અને સકારાત્મક ઉર્જા વાળુ વાતાવરણ રહેશે.
કુંભ રાશિ : કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મુલાકાત કરવાના ચાન્સ મળશે. જેનાથી તમારી જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવશે. ધાર્મિક ક્રિયા કલાપોમાં થોડો સમય પસાર કરવાથી તન અને મન પ્રફુલ્લિત રહેશે. પરંતુ વિરોધીઓ સામે પોતાની જાતને નબળી ન અનુભવશો. તમારું મનોબળ બનાવી રાખવું. આર્થિક રોકાણ સાથે જોડાયેલ ગતિવિધિઓને અત્યારે સ્થગિત રાખવામાં જ તમારી ભલાઈ છે. વિદ્યાર્થીઓને ઘરની કોઈ સમસ્યાને કારણે અભ્યાસમાં અડચણોનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયમાં ધન સાથે જોડાયેલ બાબતો અને યોજનાઓને કાર્યનું રૂપ આપવા માટે ઉત્તમ સમય છે. આ સમયે કાર્યક્ષેત્રમાં સકારાત્મક ગતિથી કામ બની રહેશે. વ્યવસાયિક સ્થાન પરિવર્તનની કોઈ યોજના બની રહી હોય તો અત્યારે તેને સ્થગિત રાખવી. ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે. પ્રેમી પ્રેમિકાને એકબીજા સાથે ડેટિંગના સારા અવસર મળી શકે છે.
મીન રાશિ : આજે માનસિક અને શારીરિક રીતે તમે પોતાની જાતને તણાવમુક્ત અનુભવશો. આ સમયે તમારા લક્ષ્ય અને કામ બંનેને પ્રાથમિકતા આપવી. ઘરના રખરખાવ તેમજ સુધારા સાથે જોડાયેલા કામમાં પરિવારના લોકો સાથે સુખદ સમય પસાર થશે. ખર્ચા વધારે રહેવાને કારણે મન ચિંતિત રહેશે. કોઈ મિત્રની સલાહ તમારા માટે નકારાત્મક સાબિત થઇ શકે છે માટે વધારે સારું રહેશે કે તમે તમારી ક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો. આ સમયે જોખમ વાળા કામમાં બિલકુલ રસ ન લેવો. વ્યવસાયમાં કોઈપણ પ્રકારની ભાગીદારી કરવા માટે સમય અનુકૂળ છે. આ સમયે ભાગ્યનો સહયોગ મળશે. નોકરી કરતા લોકોને સ્થાનાંતરણ સાથે જોડાયેલ કોઈ ખુશ ખબર મળી શકે છે. અધિકારીઓ સાથેના સંબંધો મધુર રહેશે. પતિ-પત્નીના સંબંધોમાં નજીકતા રહેશે. યુવાનોએ બિનજરૂરી પ્રેમ સંબંધોમાં સમય બરબાદ ન કરવો.