સરગવાની શીંગમાં હોય છે અનેક ગુણનો ભંડાર, નિયમિત સેવન કરવાથી થાય છે આ ફાયદા..

હેલ્થ

ઘણાં લોકો સરગવો જોઇને જ મોઢુ બગાડતાં હોય છે પરંતુ આજે અમે તમને સરગવાની શીંગના એટલા ફાયદા જણાવીશું કે જેને જાણીને આ મોઢુ બગાડતાં લોકો પણ આજથી જ સરગવો ખાવાનું શરૂ કરી દેશે. લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે.

સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન, ફુલ, શીંગ, અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. સરગવો મધુર, તીખો, કડવો, તુરો, ઉષ્ણ, તીક્ષ્ણ, રુચીકર, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર, પચવામાં હલકો, હૃદય માટે હીતકર, ચાંદાં, કૃમી, આમ, ગુમડાં, બરોળ, સોજા, ખંજવાળ, મેદરોગ, ગલકંડ, અપચી, ઉપદંશ તથા નેત્રરોગમાં હીતકારી છે.

ભારતમાં અંદાજે 38000 હેકટરમાં સરગવાનું વાવેતર થાય છે જેમાંથી ૧૩ લાખ ટન ઉત્પાદન મળે છે. ભારતમાં સરગવાની ખેતી મુખ્યત્વે દક્ષિણના રાજયો જેવા કે તામિલનાડુ, કર્ણાટક, કેરળ અને આંધ્રપ્રદેશમાં કરવામાં આવે છે. ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત અને અન્ય રાજયોમાં સરગવાનું છૂટું છવાયું વાવેતર થાય છે.

ઘણાં લોકો સરગવો જોઇને જ મોઢુ બગાડતાં હોય છે પરંતુ આજે અમે તમને સરગવાની શીંગના એટલા ફાયદા જણાવીશું કે જેને જાણીને આ મોઢુ બગાડતાં લોકો પણ આજથી જ સરગવો ખાવાનું શરૂ કરી દેશે. લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે.

1- વિટામીન ‘C’ : સરગવાની સીંગમાં વિટામિન સી ભરપુર માત્રામાં સમાયેલું હોય છે. વિટામીન C રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે ખાસ કરીને શરદી-ઊધરસમાં ફાયદાકારક છે. તેમજ શરદીને કારણે નાક-કાન બંદ થઇ ગયા હોય તો, સરગવાની સીંગને પાણીમાં ઉકાળી તે પાણીની વરાળનો શેક લેવો.

2- હાડકા મજબૂત કરશે : સરગવાની સીંગમાં કેલ્શિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.

3- સ્પ’ર્મ કાઉન્ટ વધારશે : સરગવામાં વિટામિન ઉપરાંત ઝિંક, કેલ્શિયમ અને આર્યન સમાયેલા છે. જે સ્વાસ્થ્યમ માટે લાભકારી છે. પુરુષોમાં સ્પ’ર્મ બનવાની પ્રક્રિયામાં ઝિંકની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. સરગવાનું સેવન કેલશિયમ અને રક્તની કમી થવા દેતું નથી.

4- કેન્સર માટે ઉપયોગી
સરગવાની સીંગમાં એન્ટી ઓક્લિડન્ટ કેમ્પફ્રિઓલ, ક્યુરીસેટિન અને રેહામન્ટિન જેવા એન્ટી કેન્સર તત્વો હોય છે. તે સ્કિન, લીવર, ફેંફસા અને ગર્ભાશયના જેવા કેન્સરથી સુરક્ષા કરે છે.

5- થાઈરોઈડ : થાઇરોડના રોગીઓએ તો સરગવાની સીંગ અવશ્ય ખાવી જોઇેએ. જેની થાઇરોઇડ ગ્લેન્ડ અધિક સક્રિય હોય તે સરગવાની સીંગ ખાય તો થાઇરોડનો સ્ત્રાવ ઓછો થાય છે.

6- હેર ટોનિક : સરગવામાં સમાયેલ ઝિંક, વિટામિન અને એમિનો એસિડ મળીને કેરાટિન નામનું તત્વ બનાવે છે. જે બાળકના ગ્રોથ માટે બહુ આવશ્યક છે. સરગવાની સીંગના બિયામાં એક ખાસ તેલ સમાયેલું હોય છે જેને બેન ઓઇલ કહેવામાં આવે છે. આ તેલ વાળને લાંબા, ઘાટા કરે છે. તેમજ વાળ ખરવાની તકલીફ પણ દૂર કરે છે. તેથી સરગવાની સિંગનું શાક, સૂપ અને તેના પાંદડા તેમજ પાવડરનું સેવન લાભદાયી છે.

7-કોશિકાઓ માટે ગુણકારી : સરગવામાં સમાયેલા એન્ટી ઓક્સિડન્ટ શરીરની કોસિકાઓને સુધારે છે. સરગવામાં સમાયેલો એમિનો એસિડ નવા ટિશ્યૂસ બનાવે છે, જે શરીરના વિકાસ માટે ઉપયોગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *