હું 21 વર્ષની છું, મેં એક પરિણીત પુરુષ સાથે ખુબજ મજા કરી છે, પરંતુ હવે..

અન્ય

પ્રશ્ન: હું ૪૮ વર્ષનો પરિણીત પુરુષ છું. અમને બે સંતાન છે. મારી પત્ની દેખાવમાં સારી અને શિક્ષિત છે. અમારા લગ્નને વીસ વરસ થયા છે પરંતુ મને મારો પત્નીમાં જોઈએ એવું આકર્ષણ દેખાતું નથી. તેની એકપણ વાત મને એના તરફ ખેંચતી નથી. અમારી પસંદગી પણ એકબીજાથી સાવ વિરુદ્ધ છે. હું તેના પ્રત્યે કેવી રીતે આકર્ષિત થઈ શકું છું.

ઉત્તર : લગ્નનાં ૨૦ વર્ષ પછી હવે તમને તમારી પત્નીમાં આકર્ષણ લાગતું નથી. જ્યારે તમારી પત્ની તમને પ્રેમ કરે છે. એના પ્રત્યે આકર્ષણ હોત નથી તો તમે ૨૦ વર્ષ તેની સાથે કેવી રીતે કાઢી શક્યા હોત. જીવન પ્રત્યે જોવાની તમારે દ્રષ્ટિ બદલવી પડશે. તેના તરફ આકર્ષિત થવાના માર્ગો તમારે જ શોધવાના છે કોઈ તમને એ બાબતે આંગળી ચીંધીને કહી શકે તેમ નથી. ફિલ્મી વિચારોમાંથી બહાર નીકળો અને વાસ્તવિક્તા સમજો.

પ્રશ્ન : હું ૧૮ વર્ષની છું. મારી જ ઉંમરના એક છોકરા સાથે મને પ્રેમ છે. જોકે તેને મારા મનની વાત જણાવતા હું ગભરાઉ છું. આ માટે હિંમત એકઠી કરી શકતી નથી. આ ઉપરાંત મારી યાદશક્તિ પણ નબળી છે. યોગ્ય સલાહ આપવા વિનંતી. – એક યુવતી (નડિયાદ)

ઉત્તર: પ્રેમ માટે તમારી ઉંમર હજુ ઘણી નાની છે. અને એ છોકરો તમને પ્રેમ કરે છે કે નહીં એ પણ તમે જાણતા નથી. તો આ એક તરફી પ્રેમનો અર્થ શું છે? પ્રેમને ભૂલીને તમે ભણવામાં ધ્યાન આપશો તો આપોઆપ તમારી યાદશક્તિ સુધારશે. હમણા ભણવા કરતા તમારા મનમાં પ્રેમના જ વિચારો ચાલતા હોય તો ભણવામાં ધ્યાન ક્યાંથી રહે? મન ભટકતું હોય તો વાંચેલું યાદ ક્યાંથી રહે? આથી ભ્રમિત થયેલા તમારા મનને યોગ્ય માર્ગે વાળશો તો તમને તમારી બધી જ સમસ્યાઓનું નિરાકરણ મળી જશે.

પ્રશ્ન : હું ૨૧ વર્ષની છું. મને એક પરિણીત પુરુષ સાથે પ્રેમ છે. હું તેના વગર રહી શકતી નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. અમારો સંબંધ સ્વીકારવા હું મારા માતા-પિતાને કેવી રીતે સમજાવું? શું અમારા સંબંધનું કોઈ ભવિષ્ય હોઈ શકે છે?- એક યુવતી (મુંબઈ)

ઉત્તર: તમારા માતા-પિતાને સમજાવવાને બદલે તમારે જ સમજવાની જરૂર છે. આ યુવક પરિણીત છે. આથી આ સંબંધમાં મને કોઈ ભવિષ્ય દેખાતું નથી. તેની પત્ની સાથે છૂટાછેડા લઈ તે તમારી સાથે પરણવા તૈયાર છે? આ માટે તે તૈયાર હોય નહીં તો તે માત્ર તમારી લાગણીઓ સાથે રમીને તેની શારીરિક ભૂખ સંતોષી રહ્યો છે. અને કોઈપણ મા-બાપ તેમની પુત્રીના આવા સંબંધનો સ્વીકાર કરવા તૈયાર થાય નહીં એ પણ સ્વાભાવિક છે. આથી જે પગલા ભરો એ સમજી-વિચારીને તેના લાભ અને ગેરલાભનો વિચાર કર્યા પછી જ ભરજો.

પ્રશ્ન: હું ૨૨ વરસની છું. ૨૫ વર્ષના મારા એક મિત્રે મારી સમક્ષ પ્રેમનો એકરાર કર્યો હતો. પરંતુ હું તેનો એ પ્રસ્તાવ સ્વીકારી શકું તેમ નહોવાથી અમે સારા મિત્રો તરીકે સંબંધ ચાલુ રાખ્યો છે. પરંતુ હવે તે મારી એક ખાસ બહેનપણી જોડે ઘણી વાત કરે છે. તે એના પ્રેમમાં નથી એ હું જાણું છું. પરંતુ તે મારાથી દૂર સરી જતો હોય એવું મને લાગે છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.- – એક યુવતી (અમદાવાદ)

ઉત્તર: મને લાગે છે કે તમારામાં ઈર્ષાભાવ જાગૃત થયો છે. શું તમે તેને મનોમન પ્રેમ કરવા લાગ્યા છો? આ પ્રશ્નનો ઉત્તર હામાં હોય અને તમારે એની સાથે પ્રેમ સંબંધ બાંધવો હોય તો સમય ન ગુમાવતા તેની સમક્ષ પ્રેમનો એકરાર કરી લો. અને હા, તમે એના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો છે તો તેને પણ તેની જિંદગીમાં આગળ વધવાનો અધિકાર છે અને તે એનો ઉપયોગ કરી રહ્યો છે. આથી તમે ઈર્ષા છોડી દો. કયા કારણસર તમે એની પ્રેમ પ્રસ્તાવ સ્વીકારી શક્યા નથી. એ તમે જણાવ્યું નથી.

પ્રશ્ન: હું ૩૨ વર્ષનો છું અને મારી પત્ની ૩૦ વર્ષની છે. મારી પત્નીનો સ્વભાવ સારો છે પરંતુ તેને સેક્સમાં રૂચિ નથી. તો સેક્સ પ્રત્યે તેને આકર્ષિત કરવા માટે શું કરવું જોઈએ? – એક ભાઈ (વલસાડ)

ઉત્તર: તમારી પત્નીને સેક્સમાં અરૂચિ કેમ છે એનું કારણ જાણવાનો પ્રયત્ન કરો. તેની માનસિક સ્થિતિ તેમજ જરૂરિયાતો જાણો. માનસિક તણાવને કારણે પણ આમ થઈ શકે છે? કામનો બોજો વધુ હોવાને કારણે થાકી જવાને કારણે પણ સેક્સ લાઈફ પર અસર પડી શકે છે.

આપણા સમાજમાં હજૂ પણ સેક્સને ખરાબ નજરે જોવામાં આવે છે. અને તેના મનમાં આ વિચાર દ્રઢ થઈ ગયો હોય તો પણ તે સેક્સથી દૂર રહેવાનો પ્રયત્ન કરી શકે છે. આ પાછળના કારણો જાણવાનો પ્રયાસ કરો એમ સફળતા મળે નહીં તો કોઈ મનોચિકિત્સક કે સેક્સોલોજીસ્ટની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *