નીતા અંબાણીએ આ એક શર્ત પર મુકેશ અંબાણી સાથે કર્યાં હતા લગ્ન, રસપ્રદ છે બંને ની પ્રેમ કહાની..

અજબ-ગજબ

મૂકેશ અંબાણી નીતા સાથે પ્રેમમાં પડી ગયો હતા. પણ નીતાને લગ્ન માટે સમજાવવું મુકેશ માટે આસાન નહોતું એ લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ કામ હતું. મુકેશ અને નીતા અંબાણી આજના યુવાનોમાં પ્રેમ અને સફળ સંબંધોના ઉત્તમ ઉદાહરણો છે. ચાલો અમે તમને જણાવીએ કે કેવી રીતે મુકેશ અંબાણીને નીતાને હા પાડી

બંનેએ એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કર્યા

મુકેશ અંબાણીએ નીતાને તેની ગાડી સિગ્નલ પર રોકીને પ્રસ્તાવ મૂક્યો. પરંતુ મુકેશના પિતા ધીરુભાઇ અંબાણી નીતાને પુત્રવધૂ તરીકે પહેલેથી જ પસંદ કરી ચૂક્યાં હતાં. ધીરુભાઇએ નીતાને તેની ઓફિસમાં બોલાવી અને નીતાને મુકેશ અંબાણીને મળવાનું ગોઠવ્યું હતુ. જે બાદ બંનેએ એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કર્યા.

નીતાને પુત્ર મુકેશ માટે પસંદ કરી પોતાની ભાવી પુત્રવધુ તરીકે પસંદગીની મહોર મારી દીધી હતી

નીતા અંબાણીને મ્યુઝિક અને ડાન્સ માટે પહેલેથી જ ખુબ લગાવ છે. 20 વર્ષની ઉંમરે તેઓ નવરાત્રી નિમિત્તે મુંબઇના બિરલા માતોશ્રીમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરફોર્મ કરવાના હતા. ધીરુભાઇ અંબાણી અને માતા કોકિલાબેન પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેમને નીતા અને તેનું નૃત્ય ખૂબ ગમ્યું અને મનમાં તેમણે નીતાને પુત્ર મુકેશ માટે પસંદ કરી પોતાની ભાવી પુત્રવધુ તરીકે પસંદગીની મહોર મારી દીધી હતી.

“તમે ધીરૂભાઇ અંબાણી છો, તેથી હું એલિઝાબેથ ટેલર છું

બીજા જ દિવસે ધીરુભાઈ નીતાના ઘરે ફોન કર્યો અને નીતાએ ફોન ઉપાડ્યો. સામેથી અવાજ આવ્યો – “હું ધીરુભાઈ અંબાણી બોલું છું.” આ સાંભળીને નીતાએ ખોટો નંબર કહીને ફોનને ડિસ્કનેક્ટ કરી દીધો, બાદમાં ફોન ફરીથી રણક્યો, નીતાએ ફોન ઉપાડ્યો. સામેથી એવો જ અવાજ આવ્યો – “હું ધીરુભાઈ અંબાણી બોલું છું, શું હું નીતા સાથે વાત કરી શકું?” આ તરફ નીતાએ કહ્યું – “તમે ધીરૂભાઇ અંબાણી છો, તેથી હું એલિઝાબેથ ટેલર છું.” આટલું કહીને તેણે ફોન ડિસ્કનેક્ટ કરી દીધો.

નીતાએ ફોન કર્યો અને કહ્યું- “જય શ્રી કૃષ્ણ

પછી ધીરુભાઈ અંબાણીએ ત્રીજી વખત ફરીથી ફોન કર્યો, પરંતુ આ વખતે ફોન નીતાએ નહીં પણ તેના પિતાએ લીધો અને વાત કર્યા પછી નીતાને કહ્યું – “નમ્રતાથી વાત કરો, કારણ કે ધીરુભાઈ અંબાણી ખરેખર ફોન પર છે.” પછી નીતાએ ફોન કર્યો અને કહ્યું- “જય શ્રી કૃષ્ણ.” ધીરુભાઇએ કહ્યું – “હું તમને મારી ઓફિસમાં આવવાનું આમંત્રણ આપું છું” અને નીતાએ સારૂ કહીને ફોન મૂકી દીધો.

શું તમે મુકેશને મળવાનું પસંદ કરો છો?

ફોન પર વાતચીત કર્યા પછી ધીરુભાઇએ નીતાને ઓફિસ આવવાનું આમંત્રણ આપ્યું હતુ. આ દરમિયાન તેમણે નીતાને પૂછ્યું હતું, શું તમે મુકેશને મળવાનું પસંદ કરો છો? ધીરુભાઈએ નીતાને પણ પૂછ્યું, “તમે શું કરો છો?” તો જવાબ હતો – “હું અભ્યાસ કરું છું.” ત્યારે ધીરુભાઈએ બીજો સવાલ પૂછ્યો – “તમારી રુચિમાં શું છે?” નીતાએ જવાબ આપ્યો- “નૃત્ય અને સ્વીંમીંગ મને પસંદ છે.

હાથ લંબાવીને કહ્યું, “હાય! હું મુકેશ છું”

ધીરુભાઈનો હવે પછીનો પ્રશ્ન હતો – “તમે મારા છોકરા મુકેશને મળવાનું પસંદ કરશો?” જે બાદ નીતા મુકેશને મળવા ગઈ હતી. આ દરમિયાન સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલા એક શખ્સે દરવાજો ખોલ્યો. તેણે નીતા તરફ હાથ લંબાવીને કહ્યું, “હાય! હું મુકેશ છું”. નીતાના જણાવ્યા મુજબ, તેમને વિશ્વાસ જ નહોતો થતો કે આટલો મોટો માણસ તેમની સામે ઉભો હતો. મુકેશ સાથે છઠ્ઠી કે સાતમી બેઠક પછી પણ તે પોતાને તંદ્રા અવસ્થામાં અનુભવતા હતા. તેઓએ વિચાર્યું હતું કે તેઓ અભ્યાસ પૂર્ણ થયા પછી જ આગળનો નિર્ણય લેશે.

મુકેશે નીતાને ફિલ્મી શૈલીમાં પૂછ્યું, “તું મારી સાથે લગ્ન કરીશ?

નીતા સાથે મુલાકાત અને પ્રેમમાં પડ્યા પછી, એકવાર નીતા અને મુકેશ પેડર રોડથી કારમાં મુંબઇથી નીકળ્યા હતા. તે સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ હતો અને માર્ગ ટ્રાફિક વધારે હતો. પછી કાર સિગ્નલ પર અટકી ગઈ, આ દરમિયાન મુકેશે નીતાને ફિલ્મી શૈલીમાં પૂછ્યું, “તું મારી સાથે લગ્ન કરીશ?” મુકેશે આ વાતની સાથે જ નીતા શર્માઈ ગઈ અને તેનો ચહેરો નીચે લઈ ગઈ. જે બાદ તેણે મુકેશને વાહન ચલાવવા કહ્યું.

હા .. હું કરીશ .. હું કરીશ

સિગ્નલ ખોલ્યું હતું અને પાછળ વાહનોની લાંબી કતારો હતી. પરંતુ મુકેશે કહ્યું, “તમે જવાબ નહીં આપો ત્યાં સુધી હું ગાડી ચલાવીશ નહીં.” મુકેશની જીદ આગળ નીતાને નમવું પડ્યું અને તેણે જવાબ આપ્યો, “હા .. હું કરીશ .. હું કરીશ.” જે બાદ મુકેશે કાર આગળ ચલાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *