ઓનલાઈન ખરીદો અને ઘરે ડિલિવરી આપવામાં આવશે Ola Electric બાઈક, CEO જણાવી આ વાત..

ખબરે

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ટૂંક સમયમાં ભારતીય બજારમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. લોન્ચિંગ પહેલા જ તેને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કંપની એવો પણ દાવો કરી રહી છે કે તેને તેના સેગમેન્ટની ઘણી શ્રેષ્ઠ સુવિધાઓ મળવાની છે. ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એક પછી એક સ્કૂટરની વિગતો શેર કરી રહ્યા છે. સ્કૂટરના કલર ઓપ્શન અને ટોપ સ્પીડ પર અગાઉ સંકેત આપ્યા બાદ, હવે તેણે તેના વેચાણ વિકલ્પોની વિગતો શેર કરી છે.

ઓલા સ્કૂટર ઓનલાઇન મળશે?

કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ઓલા ઇલેક્ટ્રિકને ટેસ્લા મોડેલની જેમ વેચવામાં આવશે, જેમાં કોઈ વેપારી ભાગીદાર નથી અને તેના બદલે ઓનલાઇન બુકિંગ લેશે. દરમિયાન, શુક્રવારે સાંજે ભાવિશ અગ્રવાલે ટ્વિટર પર તેમના અનુયાયીઓને પૂછ્યું કે તેઓ સ્કૂટર કેવી રીતે ખરીદવા માંગે છે? આ માટે, તેઓએ બે વિકલ્પો આપ્યા છે – ઓનલાઇન અને હોમ ડિલિવરી, અને ભૌતિક સ્ટોર. અત્યાર સુધીમાં 14 હજારથી વધુ લોકોએ મતદાન કર્યું છે અને લગભગ 60 ટકા લોકોએ ઓનલાઈન વિકલ્પ પસંદ કર્યો છે.

આ રંગોમાં મળશે સ્કૂટર

ભાવિશ અગ્રવાલ અનુસાર ગ્રાહક આ સ્કૂટરને પેસ્ટલ રેડ, પેસ્ટલ યેલો, પેસ્ટલ બ્લૂ, મેટાલિક સિલ્વર, મેટાલિક ગોલ્ડ, મેટાલિક પિંક, મેટ બ્લેક, મેટ બ્લૂ, મેટ ગ્રે કલર ઓપ્શનની સાથે તેને ખરીદી શકશે. આ પહેલા તેને પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે, ‘ભારતની ઇલેક્ટ્રિક વ્હીકલ  ક્રાન્તિ માટે એક શાનદાર શરૂઆત. 100,000+ ક્રાંતિકારીઓનો ખૂબ જ આભાર જે અમારી સાથે જોડાયા અને પોતાનું સ્કૂટર બુક કરાવ્યું.’

મિનીટમાં 50 ટકા સુધી થશે ચાર્જ

Ola અનુસાર આ ઇલેક્ટ્રિક સ્કૂટર માટે એક મજબૂત ચાર્જિંગ નેટવર્ક જોઇતુ હોય છે, અને કંપનીનો દાવો છે કે અમારુ હાઇપર ચાર્જર નેટવર્ક સૌથી મોટુ ચાર્જિંગ નેટવર્ક હશે. જેમાં ટૂ-વ્હીલર્સ ચાર્જ કરી શકાશે. આ ચાર્જિંગ નેટવર્ક દેશભરના 400 શહેરોમાં હશે. જેમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ થઇ શકશે. આમાં 100000 ચાર્જિંગ પૉઇન્ટ આપવામાં આવશે. આ ચાર્જિંગ નેટવર્ક એટલુ દમદાર હશે કે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર 18 મિનીટમાં 50 ટકા સુધી ચાર્જ કરી શકાશે. ત્યારબાદ 75 કિલોમીટર સુધીની રેન્જ આપશે. કંપનીએ હજુ આની કિમત વિશે કોઇ ખુલાસો કર્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *