પાણીની તંગી નિવારવા પરિવારે ઘરની અંદર ખોદી નાખ્યો કૂવો, જાણો લોકડાઉનમાં અદ્દભૂત સાહસ ની કહાની..

અજબ-ગજબ

મહારાષ્ટ્રના દુષ્કાળ પ્રભાવિત વાશિમ જિલ્લાના જામખેડ ગામમાં રહેતા રામદાસ ફોફલેના પરિવારે ઘરની અંદર 20 ફૂટ ઊંડો કૂવો ગાળીને પીવાની પાણીની તંગી દૂર કરી છે.

Advertisement

વાશિમ જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થયેલો છે. જિલ્લામાં પીવાના પાણીની ભયંકર અછત છે અને તેમાંય છેલ્લા 22 દિવસથી મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાથી તો સ્થિતિ વિકટ બની બની હતી.

આવી સ્થિતિમાં વાશીમ જિલ્લાના જામખેડ ગામમાં રહેતા રામદાવસ ફોફલેએ લોકડાઉન દરમિયાન એક ઘરની અંદર જ એક કૂવો ગાળવાનો વિચાર આવ્યો. બસ પછી તો રામદાસ તેમની પત્ની અને 12 વર્ષના પુત્રે હામ ભીડી અને ઘરની અંદર જ કૂવો ગાળવાનું કામ શરુ કરી દીધું. તેમને તો પીવાના પાણીની તંગી દૂર કરવી હતી તેઓ જરા પણ હિમત હાર્યા વગર દરરોજ કૂવો ગાળવાના કામમાં લાગ્યાં રહ્યાં અને બરાબર 22 દિવસ બાદ તેમને કૂવો ગાળવાનું મીઠું ફળ મળ્યું.

22 દિવસની એકધારી મહેનત બાદ પરિવારે કૂવો ગાળવાનું કામ પૂરુ કર્યું અને લગભગ 20 ફૂટ ઊંડું ખોદકામ કર્યાં બાદ તેમને પીવાનું એકદમ મીઠું પાણી મળ્યું. પરંતુ કોઈ એમ ન માની લેતા કે રામદાસે પોતાના પરિવારના પીવાના પાણી માટે આ કૂવો ગાળ્યો છે..

કૂવો ભલે અમારો રહ્યો પણ પાણી બધાનું છે-રામદાસ ફોફલે : રામદાસ ફોફલેએ જણાવ્યું કે આ કૂવો કંઈ અમારા એકલા માટે નથી. વાસના લોકો પણ પાણી ભરી શકે છે. 5 ફૂટ ઊંડો કૂવો ગાળ્યા બાદ અમારા પીવાના પાણીની તો વ્યવસ્થા થઈ ગઈ હતી પરંતુ અમારે તો પડોશીઓને પણ પાણી આપવુ હતું તેથી અમે 22 દિવસમાં 20 ફૂટ ઊંડો ગાળી દીધો અને હવે તેમાંથી સારુ પાણી મળી રહ્યું છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.