શું રોજ સહવાસ માણવાથી સ્ત્રીઓનું શરીર વધી જાય છે ?

અન્ય

મેં દસમા ધોરણની પરીક્ષા આપી છે. અમારા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મારી સારી મૈત્રી થઈ છે. અમે છાનામાના મળીએ છીએ તેનો ભાઈ અમને સાથે જોઈ ગયો હતો. તેણે તેના મમ્મી-પપ્પાને કહી દીધું હતું. હવે તેને તેઓ ઘરની બહાર એકલી મોકલતા નથી. તે ઘણી ઉદાસ લાગે છે. તેની આ દશા માટે હું મારી જાતને દોષ આપું છું. તેને મદદ કરવા મારે શું કરવું જોઈએ?

તેને મદદ કરવાની તમારી ઇચ્છા હોય તો તેનાથી દૂર રહો. તેના મમ્મી-પપ્પાએ આ યોગ્ય જ કર્યું છે. હમણા તમારા બન્ને ઉંમર ઘણી નાની છે. આ ઉંમરે નાદાનીમાં લેવાઈ ગયેલું પગલું પસ્તાવાનું કારણ બની શકે છે. આ ઉંમર ભણવાની છે. રોમાન્સ કરવાની નહીં. આથી હમણા આ બધી ચિંતા છોડી ભણી-ગણી સારી કારકિર્દી બનાવી પગભર થવાનો વિચાર કરો. તમે છોકરીઓ સાથે મૈત્રી જરૂર બાંધી શકો છો. પરંતુ આ બાબતે ગંભીર બનવાની જરૂર નથી તમે એ છોકરીથી દૂર રહેશો તો ધીરે ધીરે એના પરિવારજનો તેમનો જાપ્તો હળવો કરતા જશે.

હું ૨૦ વરસની છું. ૨૫ વર્ષના એક યુવક સાથે મારા વેવિશાળ થયા છે. અમારા લગ્નને હજુ બે વર્ષ છે. પરંતુ મારા મમ્મી-પપ્પા મને એને મળવા દેતા નથી. તેમજ ફોન પર વાતો પણ કરવા દેતા નથી. મારે શું કરવું એ સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

અફકોર્સ તમારે એને મળવાની જરૂર છે. બન્ને મળશો તો તમારી વચ્ચે પરિચય વધશે અને એકબીજાની પસંદ-નાપસંદ વિશે જાણવા મળશે. જે ભવિષ્યમાં તમને ઘણી સહાયરૂપ બનશે. તમે આ વાત તમારા મમ્મી-પપ્પાને સમજાવો. અથવા તો તમારા ભાવિ પતિ સાથે વાત કરી તેમના માતા-પિતા દ્વારા તમારા મમ્મી-પપ્પાને સમજાવવાનો પ્રયાસ કરજો.

બે વરસના ગાળામાં તમે એકબીજાને સારી રીતે સમજી શકશો. કોઈ ઉપાય શોધો. હવે જમાનો ઘણો બદલાઈ ગયો છે અને લગ્નપૂર્વે બન્ને મળે એ વાત હવે સામાન્ય બની ગઈ છે. તમારા મમ્મી-પપ્પાને તમારાથી સમજાવી શકાય હોય નહીં તો ઘરના કોઈ વડીલની મદદ લો.

હું ૨૬ વર્ષની છું. મારી સમસ્યા એ છે કે મારા સ્તનોનો વિકાસ થયો નથી. આ કારણે મને બહાર જતા ઘણી શરમ આવે છે. શું મારી સમસ્યાનો કોઈ ઇલાજ છે ખરો? શું હું મારા પતિને સંતોષ આપી શકીશ?

આ કારણે તમારે હીનભાવના અનુભવવાની જરૂર નથી. તમે પેડેડ બ્રા પહેરી શકો છો. આની કોઈ દવા નથી. કોસ્મેટિક સર્જરી એક વિકલ્પ છે. પરંતુ એની સલાહ બધા ડોક્ટર આપતા નથી. આથી આ પૂર્વે તમારે કોઈ નિષ્ણાત ડોકટરની સલાહ લેવી જરૂરી છે. રહ્યો પ્રશ્ન પતિને સંતોષ આપવાનો તો જણાવવાનું કે સેકસોલોજીસ્ટોને મતે નાના સ્તનોને કારણે વધુ સંતોષ મળે છે. આથી ચિંતા છોડી દો. તમારો આત્મવિશ્વાસ ગુમાવો નહીં. તેમજ નિસંકોચ બહાર હરો ફરો. નિષ્ણાતની સલાહ લઈ બ્રેસ્ટને લગતી એકસરસાઈઝ કરવાથી થોડો ઘણો ફાયદો થઈ શકે છે. સેક્સની રોચકતા સાથે આને કોઈ સંબંધ પડતો નથી.

હું ૨૬ વર્ષની પરીણિત યુવતી છું. મારા લગ્ન થયે એક વર્ષ થયું છે. પતિ રોજ સહયાસની ઇચ્છા રાખે છે જે મને પસંદ નથી. આ કારણે મારું વજન વધતું હોય એમ મને લાગે છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.

વધુ સહવાસને કારણે વજન વધે એ તમારો ભ્રમ છે. આ બન્ને વચ્ચે કોઈ સંબંધ નથી. સેક્સ બાબતે પતિ-પત્ની બન્નેની ઇચ્છાને મહત્ત્વ આપવું જરૂરી છે. આથી તમારે તમારા પતિ સાથે આ બાબતની ચર્ચા કરી કોઈ મધ્યમ માર્ગ શોધવાની જરૂર છે. જેમાં બન્નેની ઇચ્છાને માન આપવામાં આવે. સુખી લગ્ન જીવન માટે એકબીજાની પસંદ-નાપસંદનો ખ્યાલ રાખવો જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *