મેષ રાશિ : આજે તમારી વાતો સંભળાવવાની જગ્યાએ બીજાની વાતો સાંભળવા ઉપર વધારે ધ્યાન આપવું. કલાત્મક કામ સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો છે. ધ્યાન રાખવું કે કોઈપણ સાથે બિન જરૂરી મુદ્દાઓ પર વાદ-વિવાદ ન થાય. સંભવ છે કે તમારા કામને અત્યારે મહત્વ ન મળે પરંતુ ભવિષ્યમાં આ પ્રતિભા તમારા સફળતાના દ્વાર ખોલાશે. વેપારમાં નકારાત્મક પરિસ્થિતિઓ આવી શકે છે. નાનકડી ચૂકથી ફાયદો હાથમાંથી નીકળી શકે. આરોગ્યને લઇને વધારે મરચાં અને મસાલાવાળું ભોજન કરવાથી છાતીમાં બળતરા થઈ શકે છે સાથે મહામારીને લઇને સજાગ રહેવું. ઘરના બાંધકામ સાથે જોડાયેલ બદલાવ કરવા ઈચ્છતા હોય તો વડીલોની સલાહથી કામ કરવું.
વૃષભ રાશિ : આજનો દિવસ તણાવ વાળો રહેશે. કેટલીક શારીરિક શિથિલતાનો અનુભવ થશે. એવામાં બિનજરૂરી ક્રોધ તમને નુકસાન કરાવી શકે છે. મનમાં સકારાત્મક ઉર્જા બનાવી રાખવી અને પોતાની જાતને સક્રિય રાખવી. નવી નોકરી શોધી રહેલા લોકોને કોઈ સારી ઓફર મળી શકે છે. વેપારમાં કોઈ પણ ખરીદી કરતા સમયે કાગડિયા પુરા રાખવા. સરકારી કાર્યવાહીની ઝપેટમાં આવી શકો છો. સરકારી નોકરીમાં યુવાનોને થોડી રાહ જોવી પડશે. બાળકો ઉપર અનુશાસન બનાવી રાખવું. બીમાર હોય તો સમસ્યા વધી શકે છે. મહામારીને જોતા થોડું સાવધાન રહેવું. કુટુંબનો સહયોગ મળશે. સંપત્તિના ભાગ પડવાથી લાભ મળશે.
મિથુન રાશિ : આજના દિવસે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે પરંતુ ખર્ચ અને ખરીદી બંને વધવાના આસર છે. કામના સ્થળે તમારી યોગ્યતાને સમજીને તેમને જવાબદારી સોપવામાં આવશે. ધ્યાન રાખવું કે તમારા નજીકના લોકો તમારા ઉપર બિનજરૂરી ગુસ્સો ન કરે. વેપાર ધંધો કરતા લોકોએ પોતાના ભાગીદાર ઉપર આંખ બંધ કરીને ભરોસો ન કરવો. આરોગ્ય સાથે જોડાયેલી બાબતોમાં આજે સ્વચ્છતા ઉપર ધ્યાન રાખવું પડશે. દિનચર્યામાં નિયમિત સવારે વહેલા ઊઠવાના પ્રયત્નો કરવા જોઈએ. ઘરમાં વડીલો તેમજ પિતાજી સમાન વ્યક્તિઓનો આદર કરવો. પાડોશીઓ સાથે મેલ-મિલાપ વધારવો.
કર્ક રાશિ : આજના દિવસે લક્ષ્ય મેળવવામાં થોડી માનસિક દ્રઢતા જરૂરી છે, તેમજ બીજી બાજુ ભાવુક થઈને નિર્ણય લેવાથી કંઈક ગુમાવી શકો છો. સેલ્સ અને માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે દિવસ ખૂબ જ શુભ દેખાઈ રહ્યો છે. કાર્ય યોજનાઓને લઈને નિશ્ચિતતા રાખવી. તેનાથી કાર્ય સ્થળ ઉપર તમને પ્રશંસા અને સન્માન મળશે તેમજ તમારા પરિવારની છાપ પણ સારી બનશે. તમારું મન આધ્યાત્મ તરફ જોડાવવા ઇચ્છશે, એવામાં ધાર્મિક પુસ્તકો વાંચી શકો છો અથવા તો અનુષ્ઠાનમાં હાજરી આપી શકો છો. છૂટક વેપારીઓને થોડા ઓછા લાભ મળશે. આરોગ્યમાં પરિસ્થિતિઓ ચિંતાજનક છે. પરિવારમાં વાદવિવાદ દૂર કરવા માટે કામ કરવું. મહિલાઓને મુશ્કેલ ચુનોતી ઓમાં સફળતા મળશે. પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખવું.
સિંહ રાશિ : આજનો દિવસ મિશ્ર પરિણામ લઇને આવશે. કારોબારીઓ સાથે સહયોગ બની રહેશે. રાજનીતિ અથવા તો સમાજસેવા સાથે જોડાયેલા લોકો માટે દિવસ સર્વોત્તમ છે. ઓફીસના કામકાજમાં ભાગદોડ અને તણાવ થઈ શકે છે, તેમજ થાક અને સુસ્તી પણ રહેશે. વેપારીઓને લાંબા સમયથી અટકેલા પૈસા મળી શકે છે. કોઈ પ્રોજેક્ટ બજેટની અછતને લીધે અટકેલ હોય તો આજે શુભ સમાચાર મળી શકે છે. માતાની વાતોને અવગણવી નહીં. આરોગ્યમાં બીપી અથવા તો હાઈપર ટેન્શન સાથે જોડાયેલા લોકોએ ગુસ્સાથી દુર રહેવાની જરૂર છે. સંક્રમણનો ભય રહેશે. સંતાનોના ભવિષ્યની ચિંતા રહેશે.
કન્યા રાશિ : આજના દિવસે ભયમાં આવીને કામ ન કરવું પરંતુ તમારી છૂપાયેલી પ્રતિભાને બહાર લાવીને પ્રભાવ પાડવાની જરૂર છે. કામના સ્થળે સહ કર્મચારીઓના યોગદાનનું મૂલ્યાંકન પૂરી ઈમાનદારીથી કરવું પડશે. યાત્રા પર જવું પડી રહ્યું હોય તો મહામારીને જોતાં સુરક્ષાના ઉપાયો જરૂર કરી લેવા. સંપર્ક વધારવા કેટલાક જરૂરિયાતવાળા લોકોની મદદ કરવી જોઈએ. જનરલ સ્ટોરનું કામ કરતા વેપારીઓ એ સ્ટોક વધારવાની જરૂર છે. વેરાઈટીથી વધારે ગુણવત્તા ઉપર ફોકસ કરવું. માથા અને શરીરમાં દુખાવો વધી શકે છે. આરામ ન મળી રહ્યો હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ઘરના સભ્યો ઉપર ક્રોધ ન કરવો તેમજ જે લોકો તમારાથી નારાજ હોય તેને મનાવી લેવા તેમજ ભૂલને માફ કરીને આગળ વધવું.
તુલા રાશિ : આજના દિવસે પોતાને તામસિક પરિસ્થિતિઓથી દૂર રાખવાની જરૂર છે. આધ્યાત્મિક અને બૌદ્ધિક કામમાં જોડાવાના પ્રયત્નો કરવા. લેખન અથવા તો સંગીત સાથે જોડાયેલા લોકો માટે સમય અનુકૂળ છે. મીડિયા કર્મચારીઓ માટે કામના સારા અવસર મળશે. કારોબારીઓને રોકાણ કરવા માટે યોગ્ય સમય હવે આવશે. આરોગ્યમાં મહામારીને જોતા બાળકોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સુગરના દર્દીઓએ મીઠી વસ્તુઓનું સેવન કરવાથી બચવું. પારિવારિક વાતાવરણ અનુકૂળ છે. માતાની સેવાના અવસર હાથમાંથી જવા ન દેવા.
વૃષીક રાશિ : આજના દિવસે પોતાની જાતને લોભ અને ખરાબ ભાવથી દૂર રાખવી. તમારા કામની ગુણવત્તા ઉપર વધારે ધ્યાન આપવું, કાનૂની દાવપેચથી બચીને રહેવાની જરૂર છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સ્થાનાંતરણની સાથે પ્રમોશન મળી રહ્યું હોય તો મનાઈ કરવી સારી નથી. કારોબારીઓ સાથેના સંપર્કોને વધારે મજબૂત કરવા જેથી કરીને તેઓ તમને ભવિષ્યમાં કામ આવી શકે. વેપારને વધારવા માટે લોન લેવાના પ્રયત્નો કરી રહ્યા હોય તો કામ બનતા દેખાઈ રહ્યા છે. ટ્રાન્સપોર્ટનો વેપાર કરી રહેલા લોકોને ખાસ લાભ મળશે. આરોગ્યમાં બેદરકારી રાખવી સારી નથી. બાળકોની કારકિર્દીની ચિંતા દૂર થશે.
ધન રાશિ : આજે સંબંધોને લઈને ચાલી રહેલ ઉથલપાથલ થી તમે વિચલિત થઇ શકો છો. વ્યક્તિગત સમસ્યાઓ અને વ્યવસાયિક જીવનને મિક્ષ ન થવા દેવા. તમારી ક્ષમતાને વધારીને જવાબદારીઓ નિભાવવાથી સન્માન અને પ્રગતિ મળશે. વ્યવસાયિક યાત્રાની સંભાવના બની રહી છે. કામના સ્થળે તમારા બોસ કામનું ભારણ વધારી શકે છે. વડીલ વ્યક્તિઓ સાથે મહત્વપૂર્ણ વિષયો ઉપર ચર્ચા શરૂ થશે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી દુર્ઘટના થવાની આશંકા છે. આરોગ્યમાં સિઝન અને બીમારીઓ સાથે સાંધાનો દુખાવો તેમજ સંધિવાની પરેશાની થઇ શકે છે. જેનો જન્મદિવસ છે તેને પસંદગીની ભેટ મળશે. પરિવારમાં માતા પિતાનું સાનિધ્ય મળશે. મહત્વના નિર્ણયોમાં સલાહથી કામ કરવું લાભદાયક રહેશે.
મકર રાશિ : આજના દિવસે ધ્યાન રાખવું કે જાણ્યે-અજાણ્યે કોઈને ખરાબ શબ્દો અથવા તો કઠોર શબ્દો ન કહેવા. ઘર અથવા તો કાર્ય સ્થળ ઉપર બધી જગ્યાએ સંયમિત ભાષાનો ઉપયોગ કરવો લાભદાયક રહેશે. કોઈ કારણને લીધે તમારું મન ચિંતિત ન થાય, સાંજ સુધીમાં સ્થિતિ અનુકૂળ જશે. કામના સ્થળે તમારા કામને સન્માન અને આર્થિક લાભની દશા બનશે. કોઈ જાણીતા વ્યક્તિ અથવા તો મિત્રને મળવા ઈચ્છતા હોય તો તેના માટે થોડો સમય મેળવી લેવો. પરિવારના સભ્યો સાથે કોઈ વાતને લઈને વાત વિવાદ થઈ શકે છે. વડીલો સાથે વ્યવહાર કરતા સમયે ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે તે લોકોને યોગ્ય સન્માન આપવું જરૂરી છે.
કુંભ રાશિ : આજના દિવસે સકારાત્મક ગ્રહોની સ્થિતિ તમારા ભાગ્યની મજબૂતી તરફ ઇશારો કરી રહી છે. એવામાં એ કામ ઉપર ફોકસ વધારવું જેમાં નજીકના ભવિષ્યમાં જલદી સફળતા મળી શકે. નોકરી કરતા લોકો માટે સમય સારો છે. નવા પ્રોજેક્ટમાં કોઈ મોટી ભૂમિકા સાથે આર્થિક લાભ મળશે. કારોબારીઓએ મોટા સોદા કરવાથી બચવાની જરૂર છે. યુવાનોએ ભવિષ્યની જરૂરિયાતોને જોઈને ફિલ્ડની પસંદગી કરવી અને સમયનો દુરુપયોગ ન કરવો. આરોગ્ય ખરાબ થઈ શકે છે. પ્રતિરોધક ક્ષમતા વધારવા વાળા ખાદ્ય પદાર્થોનો વધારે ઉપયોગ કરવો. ઘરમાં નાના બાળકો હોય તો તેના આરોગ્યનું ધ્યાન રાખવું.
મીન રાશિ : આજે બધા કામ બનતા દેખાઈ રહ્યા છે પરંતુ કોઈપણ કામમાં ઉતાવળ ન કરો, તે તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. ઓફિસના કામ મહેનત અને ઇમાનદારીથી કરવા. ઓફિસમાં ભવિષ્યની કાર્ય યોજનાઓ માટે બેઠક ચાલતી રહેશે, જ્યાં તમારા નિર્ણયની ભૂમિકા મહત્વની રહેશે. વેપારી લોકોએ કાનૂની દાવપેચથી બચવું પડશે. યુવાનોએ વડીલોની વાતોને અનુસરવાની જરૂર છે. ખાવા-પીવામાં બેદરકારી રાખવી સારી નથી તેનાથી તમારી તબિયત અચાનક ખરાબ થઈ શકે છે. ફિટનેસ માટે કસરત અને યોગ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખવું અને પ્રાણાયામ કરવા. તમારા માતાએ લપસી જવાય એવી જગ્યાઓ ઉપર ચાલતા સમયે સાવધાની રાખવાની જરૂર છે, ઇજા થવાની આશંકા છે. બહેનની શુભકામનાઓ મળશે.