સમાગમ કરતી વખતે કેમ થાય છે દર્દ, આટલી કાળજી રાખશો તો નહી પડે તકલીફ….

અન્ય

સમાગમ કરવાથી તાજગીનો સંચાર થાય છે. ગમે તેવો થાક લાગ્યો હોય સમાગમ કરવાથી ઉતરી જાય છે. સમાગમ કરવાના શારીરિક તેમજ માનસિક ફાયદાઓ છે. સમાગમ જીવનમાં નવો સંચોર કરે છે. જો કે કેટલીક વખત સ્ત્રી કે પુરૂષને સમાગમ દરમિયાન ભારે દર્દ થાય છે જેનાથી સમાગમની મજા મારી જાય છે.

મોટા ભાગે આવું દર્દ મહિલાઓને થતુ હોય છે. કેટલુક દર્દ થોડા સમયમાં મટી જાય તેવુ હોય છે જ્યારે કેટલુંક દર્દ વધારે સમય રહેતા ધીરે ધીરે સમાગમ લાઇફ બરબાદ કરી દે છે આથી સમાગમ દરમિયાન સહેજ પણ તકલીફ થાય તો ખુલીને તમારા પાર્ટનર સાથે વાત કરો જેથી રાહત રહે.

સમાગમ દરમિયાન થતા દર્દને મેડિકલ ભાષામાં Dyspareunia કહે છે. આનું કારણ વિભિન્ન રૂપથી પરેશાનીઓ આવતા સંબંધમાં મુશ્કેલી કે કડવાશ આવી જતી હોય છે. આની સીધી અસર મનોવૈજ્ઞાનિક રીતે પણ અસર કરતી હોય છે. આવી સમસ્યા માટે યોગ્ય થેરાપી લેવી પડતી હોય છે.

સંભોગ દરમિયાન દર્દ થાય ત્યારે શું થાય? : મહિલાઓને યોનીના અંદરના ભાગમાં અસહ્ય દર્દ થાય છે. પેશાબ કરતી વખતે બળતરા થાય છે. સમાગમ કરવાની રૂચી ઓછી થવા લાગે છે. સમાગમમાં ઉદાસી અને અસંતોષ થાય છે.

સમાગમ દરમિયાન દુ:ખાવાના કારણો – Dyspareuniaના વિવિધ કારણો છે અને તે શારીરિક, માનસિક અથવા બંને પરિબળો હોઈ શકે છે. યોનીમાં જબરદસ્તી લીંગ પ્રવેશે તો અસહ્ય દર્દ થાય છે. સમાગમમાં ઉતાવળ કરવાથી આવુ થાય છે. કોઇ એક તૈયાર ન હોય અને સમાગમ કરવામાં આવે તો તકલીફ થાય છે.

યોની સુકી પડી જાય લુબ્રીકેશનનો અભાવ હોય ચામડી છોલાઈ જાય તો આવી તકલીફ થાય છે. આથી સમાગમ કરતી વખતે ખાસ કાળજી રાખવી કે બંને બરાબર તૈયાર હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *