રાજકોટ ની વૈભવી હોટેલ બની શરમજનક ઘટના? વિડીયો વાઈરલ, પોલીસ તપાસમાં લાગી…

અન્ય

રાજકોટની એક હોટેલમાં એક યુવતી કપડાં કાઢી ને લગવ્યા ઠુમકા એવો વિડીયો વાઈરલ થયો છે. આ હોટેલ રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી ઈમ્પિરિયલ પેલેસ હોવાનું મનાય છે, કેમ કે પોલીસ તપાસ માટે એ હોટેલ પહોંચી હતી. જોકે વિડીયો એ હોટેલનો જ છે કે કેમ એ અંગે તપાસ ચાલી રહી છે. માટે જીએસટીવી પણ આ વિડીયો એ જ હોટેલનો હોવાની પુષ્ટી કરતું નથી.

આ વિડીયો વાઈરલ થયા પછી પોલીસે તપાસ આદરી છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવતી ઓરડામાં ડાન્સ કરે છે. એ યુવતી કપડાં ન પહેર્યા હોવાનું પણ વિડીયો જોતા લાગે છે. એ ડાન્સનો વિડીયો કોઈએ રોડની સામેની સાઈડથી ઉતારી લીધો હતો. એ પછી વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં હવે રાજકોટની પ્રતિષ્ઠાને દાગ લાગ્યો છે. સાથે સાથે હોટેલ કર્મચારીઓ પણ આ અંગે કોઈ સ્પસ્ટ  જવાબ આપ્યો નથી.

હોટેલના કર્મચારીઓએ પત્રકારો સમક્ષ આ ઘટના અંગે ગોળ ગોળ જવાબો આપ્યા હતા. અલબત્ત આ વિડીયો એ હોટેલનો જ છે, એવુ સાબિત ન થાય ત્યાં સુધી હોટેલ પણ દો-ષિત ઠરી શકે છે. હોટેલ કર્મચારીએ કહ્યુ હતું કે વિડીયો કોનો છે અને શું છે એ તપાસ ચાલી રહી છે. હોટેલમાં કોઈ રહે તો અમે નિયમ મુજબ આઈડી કાર્ડ તપાસીને જ પ્રવેશ આપીએ છીએ. જોકે એ રૃમમાં ગેસ્ટ કોણ છે એ અંગે હોટેલ અધિકારીઓએ કશું કહેવાનો ઈન્કાર કર્યો હતો.

પોલીસે દરમિયાન તપાસ કરવા માટે હોટેલ પહોંચી હતી. હોટેલના બેન્કવેટ મેનેજર રાહુલભાઈએ બચાવ કર્યો હતો કે કોઈ ઓરડામાં રહીને શું કરે એ કોઈ જાણતું હોતુ નથી. જોકે વિડીયો આ અત્યારનો જ છે કે અગાઉનો છે એ પણ તપાસ થઈ રહી છે. મેનેજરે એ પણ કહ્યું હતું કે આ વિડીયો ઈમ્પિરિયલ પેલેસનો જ વિડીયો છે એ સ્પષ્ટ થયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *