શા માટે મહિલા મોટી ઉંમરના પુરુષો તરફ આકર્ષિત થાય છે, કારણ જાણી ને પરસેવો છૂટી જશે

અન્ય

“પ્રેમ” શબ્દ ખૂબ જ વધારે મહત્વ ધરાવે છે. તે કોઇપણ સમયે, કોઈપણ જગ્યાએ, કોઈપણ વ્યક્તિને, કોઈપણ વ્યક્તિ સાથે થઇ શકે છે. ખાસ કરીને યુવતીઓ પ્રેમની બાબતમાં ખૂબ જ સિરિયસ હોય છે. એક વખત તેઓ દિલથી જે વ્યક્તિને અપનાવી લે છે પછી તેમનો સાથ ક્યારેય છોડતી નથી. સામાન્ય રીતે તમે નોટિસ કર્યું હશે કે મોટાભાગની યુવતીઓ પોતાનાથી મોટી ઉંમરના પુરુષો સાથે લાગણીથી જોડાતી હોય છે. તેઓ તેની સાથે પ્રેમ અથવા લગ્ન પણ કરી લે છે.

વળી પુરુષોની વાત કરવામાં આવે તો તેઓ લગ્ન માટે મોટાભાગે પોતાનાથી નાની ઉંમરની યુવતી જ પસંદ કરે છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે યુવતીઓને પોતાનાથી મોટી ઉંમરના યુવકોને જ શા માટે પસંદ આવે છે?

પ્રેમમાં લોકો ઉંમર પર ધ્યાન આપતા નથી. આપો પણ ઘણી વખત સાંભળેલી અને જોયેલી હશે. હવે ઉંમરમાં ૪-૫ વર્ષનું અંતર હોય તો ચાલી જાય છે. પરંતુ અમુક યુવતીઓ તો પોતાનાથી ડબલ ઉંમરના પુરુષને પણ પોતાનું દિલ આપી દે છે. તેવામાં આજે અમે તમને તેની પાછળ છુપાયેલ કારણ જણાવી રહ્યા છીએ. આજે તમે જાણી જશો કે આખરે યુવતીઓ શા માટે મોટી ઉંમરના પુરુષોમાં વધારે દિલચસ્પી ધરાવે છે.

વ્યક્તિ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તે વધારે સમજદાર પણ થતો જાય છે. યુવકોની તુલનામાં યુવતીઓ થોડી વધારે સમજદાર અને મેચ્યોર થઈ જાય છે. જ્યારે તેઓ પોતાની ઉંમરના યુવકને ડેટ કરતી હોય છે તો તેને તે વધારે સમજદાર નથી લાગતો. યુવાન યુવકોમાં બેદરકારી વધારે હોય છે, તેઓ જોશમાં આવીને હોશ કોઈ દેતા હોય છે. વળી મોટી ઉંમરના પુરુષો પોતાની સમજદારીનો પરિચય આપે છે. એવામાં ઘણી વખત યુવતીઓ તેમની સમજદારીથી આકર્ષિત થઇ જાય છે.

મોટી ઉંમરમાં પુરુષો મોટાભાગે સારી નોકરી કરી રહ્યા હોય છે. તેમની પાસે પૈસાની કોઇ કમી રહેતી નથી. વળી નાની ઉંમરમાં યુવકો આ બાબતમાં પાછળ રહેતા હોય છે. એવામાં ઘણી વખત યુવતીઓ વધારે પૈસા અને સારી નોકરી જોઈને પણ પોતાનાથી મોટી ઉંમરના યુવકો સાથે લગ્ન કરી લેતી હોય છે.

જીવનને જીવવાની રીત પણ નાના યુવકો કરતાં મોટી ઉંમરના પુરુષો સારી રીતે સમજતા હોય છે. લગ્ન બાદ જ્યારે એક જ ઘરમાં રહેતા હોય છે ત્યારે ઘણી જવાબદારીઓ હોય છે જેને મોટી ઉંમરના પુરુષો ખૂબ જ સારી રીતે નિભાવે છે. નાની ઉંમરના યુવકો આ જવાબદારીઓ માટે તૈયાર હોતા નથી. તેઓ પોતાના જીવન અને લઈને થોડાક બેદરકાર હોય છે.

એક યુવતી માટે પ્રેમમાં કાળજી અને માન-સન્માન ખૂબ જરૂરી હોય છે. જોતી પોતાની ઉંમરના જ યુવકને ડેટ કરે છે તો કાળજી ઓછી અને લડાઈ ઝઘડા વધારે હોય છે. વળી ઉંમરમાં અંતર વધારે હોય તો સંબંધ શાંતિથી ચાલતો હોય છે. મોટી ઉમરની વ્યક્તિ “નાની” છે એવું સમજીને યુવતીની ભૂલો માફ કરી દેતો હોય છે અને તેની ખુશ રાખવા પણ માંગતો હોય છે. વળી પુરુષની ઉંમર વધારે હોવાને કારણે પણ યુવતી સારી રીતે વર્તન કરે છે અને લડાઈ-ઝઘડો પણ કરતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *