સ્ત્રીની ચરમસીમાથી પુરુષોનું વધે છે ‘આ’, જે તમને નહિં જ ખબર હોય

અન્ય

સે-ક્સ એ સ્ત્રી-પુરુષ બંને માટે આનંદ મેળવવવાનો સહિયારો ઉદ્દેશ છે, પણ પરસ્પર ચરમસીમાને કારણે સ્ત્રીઓ અને પુરુષોમાં બંને વચ્ચે કેવો વિચ્છેદ સર્જાય છે તે એક સંશોધનમાં જોવા મળ્યું છે. નિષ્ણાતોના મતે કેટલાક પુરુષો સ્ત્રીની ચરમસીમાને પૌરુષકીય સિદ્ધિ માને છે અને અમુક અંશે પોતાના અહંને પોષે છે.

જર્નલ ઓફ સે-ક્સ રિસર્ચમાં પ્રકાશિત થયેલ અભ્યાસનાં તારણોમાં દલીલ કરવામાં આવી છે કે, મહદંશે પુરુષો સે-ક્સમાં તેમના સાથીદારની ચરમસીમાની સ્વીકૃતિ ઝંખે છે, પરિણામે કેટલાક પુરુષો પસંદગી અને પદ્ધતિ પર સકારાત્મક ફીડબેકને સ્વીકારતા નથી, એમ અભ્યાસનાં લેખિકા સારા ચેડવિક અને સારી વાન એન્ડર્સે જણાવ્યું છે.

આ સંશોધન માટે આ બંને નારીવાદી લેખિકાઓની જોડીએ લૈંગિક ભૂમિકા પ્રત્યે પુરુષોનાં વલણો માપવા માટે 810 પુરુષોને સરવેમાં આવરી લીધા હતા. સ્ત્રીના જાતીય આનંદમાં પુરુષોનું યોગદાન અને તેઓ પૌરુષત્વનો અનુભવ કેટલી સહજતાથી કરે છે તે અંગે પ્રશ્નો પુછાયા હતા.

સંશોધકોએ તેમની વેબસાઇટમાં કહ્યું છે કે, પુરુષો માટે સ્ત્રીઓની ચરમસીમા એ વાસ્તવમાં તેમના પૌરુષત્વ વિશે સ્ત્રીઓનો સારો અહેસાસ છે. સ્ત્રીઓને ચરમસીમા સુધી પહોંચાડવામાં શા માટે કેટલાક પુરુષો દ-બાણ અનુભવતા હોય છે તેના પરથી આ બાબતને સમજી શકાય છે અને તે એ પણ સમજાવી શકશે કે શા માટે કેટલીક સ્ત્રીઓ પુરુષોના અહંને પોષવા માટે ચરમસીમાએ પહોંચવાનો ઢોંગ કરતી હોય છે.

સંશોધકોએ એ પણ નોંધ્યું હતું કે સ્ત્રીઓને ચરમસીમાએ પહોંચાડવાની જવાબદારી માત્ર એકલા પુરુષોની જ છે તે વિશે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં ખોટી માન્યતા પ્રવર્તે છે. ઘણી સ્ત્રીઓ તો ચરમસીમાએ પહોંચાડવામાં તેને મદદ કરવી જોઈએ તેનાં બદલે પુરુષોએ તેમને તે આપવું જોઈએ એવું માનતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *