તિરુમલાના પહાડમાં જન્મ
તિરુમલાના સાત પવિત્ર પહાડમાંથી એકમાં ભગવાન હનુમાનજીનો જન્મ થયો હતો. આ દાવો કરનાર એક સાક્ષ્ય આધારિત પુસ્તક 13 એપ્રિલે રિલીઝ કરવામાં આવશે.
અંજનાદ્રિ પહાડમાંથી જમા કર્યુ સાક્ષ્ય
ગયા વર્ષે ડિસેમ્બરમાં ટીટીડીના કાર્યકારી અધિકારી કેએસ જવાહર રેડ્ડીએ વિદ્વાનોની એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવી હતી. આ સમિતિનું ગઠન અધ્યયન કરવા અને સાત પહાડીમાંથી એક અંજનાદ્રીમાંથી પ્રમાણ એકત્રિત કરવા માટે થયુ હતુ. તિરુમલા દેવસ્થાનમના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ખગોળીય, પુરાલેખીય, વૈજ્ઞાનિક અને પૌરાણીક પ્રમાણવાળા આ પુસ્તકને તેલુગુ નવાવર્ષના દિવસે ઉગાદી પર લોન્ચ કરવામાં આવશે.
તેલૂગુ દેશમ પાર્ટીના પ્રવક્તા એન બી સુધાકર રેડ્ડીએ કહ્યું કે આ વિશ્વાસ કરવાની પુરી સંભાવના છે કે ભગવાન હનુમાનનો જન્મ તિરુમલા પહાડ પર થયો હતો કારણકે હનુમાનજીને દક્ષિણ ભારતમાં શ્રી અંજનીસ્વામીના નામથી ઓલખવામાં આવે છે. રાષ્ટ્રીય પાન્ડુલિપિ મિશનના પૂર્વ ડાયરેક્ટક પ્રો. વી વેંકટરમણ રેડ્ડીએ કહ્યું કે દેવતાઓના જન્મસ્થળ પર આ પ્રકારની ખોજ ઉચિત નથી. જ્યારે તિરુમલામાં સ્થિત શ્રી વેંકટેશ્વર મંદિરના મુખ્ય પુજારી એવી રમના દીક્ષિતુલુએ આ સંબંધમાં ટિપ્પણી કરવાથી ઇન્કાર કરી દીધો હતો.