આ વૃદ્ધ મહિલા પાસે વીજળી નું બિલ ભરવાના પણ પૈસા ન હતા પરંતુ જ્યારે કલેકટર આ મહિલા ની જૂપડીમાં ગયા અને કર્યું કઈક એવું કે જાણી ને તમે પણ નવાઈ પામશો.
આ ધટના ચતિસગઢ ના રાજનંદ ગામ ની છે. જ્યાં ભીમસેન નામ ના કલેક્ટર ગામ માં નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા. કે લોકો ને કેવી તકલીફો નો સામનો કરવો પડે લોકો ની કેવી સમસ્યા છે. ગ્રામ્ય વિસ્તરોમાં રેહતાં લોકો ને હમેશાં કઈક ને કઈક તકલીફો નો સામનો કરવો પડે છે માટે આ કલેકટર ગામ માં દરેક લોકો ને ઘરે જઈ ને તને પોતાની સમસ્યા પૂછતાં હતા. અને અનેક કલેકટર એટલા બધા સારા હોય છે કે તે આમ જનતા ની સમસ્યા ને પોતાના ની સમસ્યા સમજી ને તને કંઈ રીતે દૂર કરવી જેથી લોકો પોતાનું જીવન સુખ થી જીવી શકે.
જ્યારે કલેકટર ભીમસેન આ ગામ માં ફરતાં હતાં ત્યારે તેને એક વૃદ્ધ મહિલા પોતાની જૂપડી ની બાર બેસેલી દેખાઈ. ભીમસેન આ મહિલા તરફ ગયા અને તેને જોઈને એવું લાગ્યું કે આ મહિલા ખુબજ પરેશાન હોય તેવું લાગ્યું. માટે ભીમસેન આ વૃદ્ધ મહિલા પાસે ગયા અને તેને પુછ્યું કે તમે શા માટે તમારા ઘર ની બાર બેઠા છો તમને જોઈ ને મને એવું લાગે છે કે તમને કંઇક સમસ્યા છે. તમે મને તમારો દીકરો સમજીને મારી સાથે વાત કરી શકો છો ત્યારે એ મહિલા જે કહ્યું તે જાણી ને તમારી આંખ માં પાણી આવી જશે.
મહિલા એ કલેકટર ભીમસેન ને જણાવ્યું કે આ તેની જુપડી છે તે માત્ર પાંદડા ની અને ગારા ની બનેલી છે માટે જ્યારે પણ વરસાદ ની વાતાવરણ હોય છે ત્યારે મારી જૂપડીમાં પાણી પડે છે. ત્યારે ભીમસેન આ મહિલા ની જૂપડી માં ગયા અને તેણે જોયું કે આ જૂપદી એકદમ નાની છે અને તેમાં એકદમ અંધારું હતું ત્યારે બાર આવી ને પૂછ્યું કે તમારા ઘર માં વીજળી કેમ નથી.
ત્યારે તે મહિલા એ કહ્યું કે તેના ઘરે વીજળી નું કનેશન તો છે પરંતુ બિલ ખુબજ વધારે આવે છે આ માટે અમે કલેશન રદ કરવી દીધું છે ત્યાર બાદ તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે અહીંયા તો વીજળી ખુબજ સસ્તી આવે છે અને કલેકટર સાહેબે આ મહિલા ની સમસ્યા નું સમાધાન કયું ત્યાર બાદ લોકો ભીમસેન ની વાહ વાઈ કરવા લાગ્યા. લોકો કહે છે કે બધા ક્ષેત્ર માં ભીમસેન જેવા કલેકટર હોવા જોઈએ જે લોકો ની સમસ્યા ને પોતાની સમસ્યા માને અને તેને હલ કરે.