30 વર્ષીય પુત્રવધુએ 61 વર્ષીય સસરા માટે કર્યું એવું કે જાણી તમારી આંખો ભીની થઇ જશે..

અજબ-ગજબ

”જ્યારે હું પરણીને આવી ત્યારે મારા સસરાએ કહેલું કે મારા ઘરે પુત્રવધૂ નહીં પણ દીકરી આવી છે.” અમદાવાદના આધુનિક પરિવારની પુત્રવધૂની હિંમત અને ઉદારતાની આ કહાની છે. એનું નામ છે ગરિમા અગ્રવાલ. નવા ઘરે પરણીને આવેલી સ્ત્રીને જે પ્રકારની ચિંતા હોય તે તમામ પ્રકારની ચિંતાઓ તેણીને પણ હતી. પણ સાસરીમાં બધા લોકો એટલા મિલનસાર અને સરળ હતા કે એક બે દિવસમાં તો એને ઘર જેવું જ લાગવા માંડ્યું. સસરાએ પહેલા જ દિવસે તેને કહી દીધેલું કે અમારા ઘરમાં ‘ઇન-લોઝ’ જેવુ કૈં નથી. આ તારું જ ઘર છે એને સાસરું ન સમજીશ.

આટલા સરસ વાતાવરણમાં વર્ષો કેવી રીતે પસાર થતાં હતા તેનું ગરિમાને ભાન પણ ન રહ્યું, વરસોવરસ આ સંબંધો વધુને વધુ મજબૂત થતાં જતાં હતા. સસરમાં ગ્રીમને પોતાના પિતા, મિત્ર અને ગુરુ મળી આવ્યા. પરંતુ બધુ એકદમ સરસ ચાલતું હોય ત્યારે જ જીવનમાં સમયની થાપટો વાગતી હોય છે, ગરીમા અને તેના પરિવાર સાથે પણ કૈંક એવું જ બન્યું. ગરિમાના સસરાંને 2016 માં લીવર સિરોસીસ ડાયગ્નૉસ થયું. પરિવાર માટે તો આ જાણે આભ ફાટ્યા જેવી આફત હતી. પણ સ્થિતિ વધારે બગડે એ પહેલા જ યોગ્ય સારવારના કારણે બેએક વરસમાં તેણીના સસરા સાજા થયા.

ફરી જીવનની ગાડી પાટે ચડી. પરિવાર તેમજ સંબંધીજનોએ રાહતનો શ્વાસ લીધો. પણ સમયને જાણે એ મંજૂર ન્હોતું. આ વખતે આફત વધારે જોરથી ત્રાટકી. આફતનું નામ હતું લીવર કેન્સર. એ પણ ભાગ્યે જ થાય એવા પ્રકારનું લીવર કેન્સર. તાત્કાલિક ધોરણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એમ હતું. ગરીમાએ તરત પરિવારને ખરાબ સમયમાં મદદ કરવાની તૈયારી બતાવી. “હું મારુ લીવર પપ્પાજીને ડોનેટ કરીશ.” પણ પરિવારજનોએ તેના આઆ પ્રસ્તાવનો રડતી આંખે અસ્વીકાર કર્યો. તેમણે ટ્રાન્સ્પ્લાન્ટેશન માટે મૃત વ્યક્તિનું લીવર મેળવવા અરજી કરી.

ડોક્ટરે કહ્યું કે આ રીતે તો લીવર મળવામાં ઘણો સમય લાગી જશે, માટે પરિવારના જ કોઈ સદસ્યએ લીવર ડોનેટ કરવું પડશે. વિધાતાના એવા લેખ કે પરિવારમાંથી કોઈનું જ લીવર તેણીના સસરા સાથે મેચ ન્હોતું થતું. સંતાનો, ભાઈઓ, પત્ની આ તમામ લોકો ગે’રલા’યક ઠર્યા અને એક જ વ્યક્તિનું લીવર ડોનેટ કરવા યોગ્ય હતું અને એ હતી ગરીમા. હવે ગરિમાએ જીદ કરી. થોડી આનાકાની બાદ પરિવારજનોએ ગરિમાને ટ્રાન્સપ્લાન્ટ માટે લીવર ડોનેટ કરવાની પરવાનગી આપી દીધી. 26 જૂન 2020 ના દિવસે ટ્રાન્સપ્લાન્ટ થયું અને ગરિમાએ પોતાનું 60% લીવર સસરાને ડોનેટ કરી દીધું.

ટ્રાન્સપ્લાન્ટના થોડા જ વખતમાં બંને લોકો સામાન્ય જિંદગી જીવતા થઈ ગયા. બંને લોકો હાલમાં સ્વસ્થ છે અને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી. ગરીમાના સસરા આજે પણ કહે છે, મી કહ્યું હતું ને ”ઘરમાં પુત્રવધૂ નહીં દીકરી આવી છે”.

આપણું શરીર લીવર જેવા અંગોને ફરી યથાસ્થિતિ વિકસાવી શકે છે. આપણા સમાજમાં આંગદાન અંગેની સમજણ અને જાગૃતિ હજુ જોઈએ એટલી ફેલાઈ નથી. કોઈના જીવથી વધારે કીમતી શું હોય શકે? ગરીમા જેવી પુત્રવધૂ હોય તો એક જ નહીં પણ સેંકડો જિંદગીઓ બચાવી લે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *