ઈશ્વરમાં આસ્થા રાખનારા લોકો એક પથ્થરમાં પણ ભગવાનના દર્શન કરી લે છે અને તેને પૂજવા લાગે છે. પરંતુ રાજસ્થાનના જોધપુરમાં લોકો, જે ચીજને ભગવાન સમજીને પૂજા કરી રહ્યા છે તેના વિશે જાણીને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. તો કઈ છે એ ચીજ જેનું લોકો પૂજન રહ્યા છે ભગવાન સમજીને.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ નજરે જોતા એક સામાન્ય બુલેટ લાગે છે પરંતુ જ્યારે તમે આ બુલેટ વિશે જાણશો તો તમે આશ્ચર્યમા મૂકાઈ જશો. આ બુલેટ જુઓ તેને પહેરાવેલા હાર જોઈને તમને લાગશે કે કોઈએ નવા ખરીદેલા પોતાના બુલેટની પૂજા કરી હશે. પરંતુ તમારી ધારણા ખોટી પડશે. કેમ કે, આ કોઈની માલિકીનું બુલેટ નથી.
મોટર સાયકલની લોકો કરે છે પૂજા
હકીકતમાં રાજસ્થાનના જોધપુર શહેરમાં આ બુલેટને લોકો ભગવાન માનીને તેની પૂજા કરી રહ્યા છે. ત્યાં સુધી કે, જોધપૂરમાં આ મોટર સાયકલ માટે એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે. અહીં ભક્તો આવીને બુલેટની પૂજા કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવાની યાચના કરે છે.
બુલેટ સાથે જોડાયેલી છે રસપ્રદ કહાની
જે બુલેટને લોકો ભગવાન માનીને પૂજી રહ્યા છે તેની કહાની ખૂબજ રસપ્રદ છે. હકીતમાં જ્યારે તમે જોધપુર હાઈવે પર પ્રવાસ કરશો તો રોહટ પાસે તમને ઓમ બન્નાનું મંદિર જોવા મળશે. ઓમ બન્નાની પાછળ જ તમને RNJ 7773 નંબરનું એક બુલેટ ઊભેલું પણ જોવા મળશે જેના પર લોકો ફૂલ પણ ચડાવે છે અને પૂજા પણ કરે છે. આ બુલેટ ઓમ બન્નાનું જ છે.
શું બની હતી ઘટના
હવે તમારી ઈંતેજારી એ જાણવા વધી ગઈ હશે કે આખરે આ ઓમ બન્ના છે કોણ? અને તેમના નામે મંદિર અને મંદિરમાં સ્થાયેલા બુલેટની પૂજા કેમ કરવામાં આવતી હશે? આ આવો અમે તમને તેનો જવાબ પણ આપી દઈએ. હકીકતમાં આ ઓમ બન્નાના મંદિરને લઈને લોકોમાં એક માન્યતા છે કે, આજ સ્થળે ઓમ બન્ના નામના એક વ્યક્તિનું મો’ત થઈ ગયું હતું.
બુલેટ જાતે જ સ્ટાર્ટ થઇને બચાવે છે લોકોને
2 ડિસેમ્બર 1988માં ચોટિલા ગામના ઓમ બન્ના અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માતમાં તેમનું મોત થઈ ગયું હતું અને તેની મોટરસાઈકલ ખાઈમાં પડી ગઈ હતી. એ ઘટના બાદ પોલીસ તેના બુલેટને પોલીસ સ્ટેશન લઈને જતી રહી.. તે પછી લોકોમાં એ વાત ફેલાઈ ગઈ કે, એ બાઈક રોજ રાત્રે જાતે જ સ્ટાર્ટ થઈ જાય છે અને જે જગ્યાએ અકસ્માત થયો હતો ત્યાં જઈને ઊભી રહી જાય છે. પોલીસે આ વાતથી પરેશાન થઈને કબાડીને બુલેટ વેચી દીધું. પરંતુ બુલેટ કબાડી પાસેથી પણ જાતે જ સ્ટાર્ટ થઈને ફરી પાછું અકસ્માત વાળી જગ્યાએ પહોંચી જતું હતું.
ચબૂતરાવાળી જગ્યાએ માનતા રાખવાથી થાય છે પૂર્ણ
એક વાયકા પ્રમાણે આ ઘટનાઓ બાદ ઓમ બન્નાની દાદીને એક સપનું આવ્યું કે બુલેટ અને ઓમબન્ના માટે એક ચબૂતરો બાંધવામાં આવે. એ પછી તેની દાદીએ ચબૂતરો બાંધ્યો અને ત્યાં બુલેટ સ્થાપિત કરવામાં આવ્યું. હવે લોકો આ ચબૂતરા વાળી જગ્યાએ આવીને પોતાની મનોકામના પર્ણ થાય તે માટે પૂજા કરવા લાગ્યા છે. લોકોનું માનવું છે કે અહી આવીને પૂજા કરવાથી તેમની મનોકામના પૂરી થાય છે.
હાલમાં આ મંદિરની દેખભાળ ઓમ બન્નાના પરિવારજનો જ કરે છે. કહેવાય છે કે, શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી..લોકો બુલેટને પૂજે છે. અને તેમને લાગે છે કે, ઓમબન્ના તેમની મુરાદ પૂરી કરે છે.